________________
२७४
सूत्रार्थमुक्तावलिः તેમની સાથે વિહાર કરતી વખતે અન્ય મુસાફર વડે કંઈક પૂછાય ત્યારે આચાર્યાદિનો અનાદર કરીને સ્વયં ઉત્તર ન આપે, અથવા તો તેઓ જવાબ આપતાં હોય તો વચ્ચે પણ ન બોલે. II૭પા.
नियमान्तरमाहगवादिप्रश्नमुपेक्षमाणो दर्पितवृषभादिदर्शनेऽविमनस्कः स्यात् ॥ ७६ ॥
गवादीति, पथ्यागच्छता केनचित् किं भवता मार्गे कश्चिद्गोपशुमनुष्यकन्दमूलादिरुपलब्ध इति पृष्टो जानन्नपि नैव वदेत्, तूष्णीम्भावेनोपेक्षेत यदि वा नाहं जानामीति वदेत्, तथाऽन्तराले दर्पितं वृषभं सिंहं व्याघ्रादिकं पश्येन्न तद्भयादुन्मार्गेण गच्छेत्, न च गहनादिकमनुप्रविशेत्, नापि वृक्षादिकमारोहेत्, न वोदकं प्रविशेत्, नापि च शरणमभिकांक्षेत्, अपि त्वल्पोत्सुकोऽविमनस्क: संयत एव गच्छेत् एतच्च गच्छनिर्गतैविधेयम् गच्छान्तर्गतास्तु व्यालादिकं परिहरन्त्यपि । तथाऽटवीप्राये मार्गे गच्छन् स्तेनादय उपकरणपरिग्रहणेच्छया समागताश्चेत्तदा तद्भयादुन्मार्गगमनं न कुर्यात् नोपकरणादिकं वा प्रयच्छेत्, बलाद्ग्रहणे भूमौ निक्षिपेत्, धर्मोपदेशकथनेन याचेत तूष्णीम्भावेन वोपेक्षेतेति, अधिकमाचाराङ्गादौ ।। ७६ ॥
વળી અન્ય નિયમને કહે છે.
સૂત્રાર્થ :- ગાય આદિના પ્રશ્નની ઉપેક્ષા કરતો તેમજ ભડકેલા બળદ વિ. હોય તો પણ આકુળ-વ્યાકુળ ન થાય.
ભાવાર્થ:- રસ્તે જતાં કોઈક વડે પૂછાય કે તમારા વડે રસ્તામાં અમુક પશુ, મનુષ્ય, કંદ, મૂલ વિગેરે જોવાયું છે તો જાણતો હોય છતાં પણ જવાબ ન આપે. મૌનપૂર્વક તેના પ્રશ્નની ઉપેક્ષા કરે. અથવા તો હું નથી જાણતો તેમ પણ ન કહે. (મૃષાવાદનો પ્રસંગ આવે માટે) તેમજ વચ્ચે ઉન્મત્ત બળદ, સિંહ, વાઘ વિ. મળે તો તેના ડરથી ઉન્માર્ગમાં ન જાય. ઝાડીમાં ન ઘૂસે, વૃક્ષાદિ પર ચડે નહીં, પાણીમાં પ્રવેશ ન કરે, કોઈના શરણની ઈચ્છા ન કરે પરંતુ, ઉત્સુકતા તેમજ આકુળ-વ્યાકુળ રહિત થઈને જ સાધુ ગમન કરે.
આ વિધિ ગચ્છમાંથી નીકળેલા માટે કહ્યો. ગચ્છમાં હોય તો જંગલી જાનવરવાળો રસ્તો છોડી પણ શકે. તેમજ જંગલ વધુ ગાઢ હોય તેવા માર્ગે જતા ચોર વિ. ઉપકરણ (ઉપધિ) લેવાની (લૂંટવાની) ઈચ્છાથી આવી ગયા હોય તો તેમના ડરથી ઉન્માર્ગમાં ન જાય. અથવા તો ઉપકરણાદિ તેમને જાતે આપે નહીં.
જો તેઓ બળજબરીપૂર્વક લેવા કરે તો પૃથ્વી પર ફેંકી દે અને ધર્મનો ઉપદેશ દઈને પાછું માંગે અથવા તો મૌનપૂર્વક તેમની ઉપેક્ષા કરે આનો અધિક વિધિ આચારાંગ આદિમાં બતાવેલો છે. I૭૬ll