________________
२७२
सूत्रार्थमुक्तावलिः
गृहीत्वा नाव उदके यूयं प्रक्षिपतेति कथ्यमानं वचनं विदित्वा क्षिप्रमेवासाराणि चीवराणि गुरुत्वान्निर्वाहितुमशक्यानि च पृथक्कृत्य तद्विपरीतानि निवेष्टयेत्, शिरोवेष्टनं वा कुर्यात्, येन संवृतोपकरणो निर्व्याकुलत्वात्सुखेनैव जलं तरति, तदेवं सन्नद्धस्तान् धर्मदेशनयाऽनुकूलयेत्, तथाप्यश्रुतेन तेन जले प्रक्षिप्तो मनोमालिन्यं नावलम्बेत् । उदके तु प्लवमानो हस्तादिकं हस्तादिना न संस्पृशेत्, मज्जनोन्मज्जने न कुर्यात्, यदि श्रमं यायात्तदा क्षिप्रमेवोपधिं तद्भागं वा त्यजेत् । एवमुदकादुत्तीर्णः संयत एवोदकार्द्रेण गलद्विन्दुना कायेन सस्निग्धेन वोदकतीरे तिष्टेत् तत्रेर्यापथिकीञ्च प्रतिक्रामेत्, तत्र चौरादिभीतिश्चेत्ततोऽप्कायोपमर्दनपरिहारेण गच्छेत् । जंघासन्तरणोदकेऽपि मुखवस्त्रिकयोर्ध्वकायमध:कायञ्च रजोहरणेन प्रमृज्य पादमेकं जले कृत्वाऽपरमुत्क्षिपन् जलमनालोडयन् गच्छेत्, उत्तीर्णश्चोदकात् कर्दमाविलपाद एव तदपनयनायाकृतप्रयत्नो यतनया गच्छेन्न तु कर्दमापनयनाय हरितादीनि छिन्द्यात्, मातृस्थानसंस्पर्शप्रसङ्गादिति ॥ ७४ ॥
નદી ઉતરવાના નિયમને કહે છે.
સૂત્રાર્થ :- કારણે નાવમાં બેસીને જવું પડે તો કહેલી વિધિ એ નહીં કરતાં મુનિને પાણીમાં ફેંકેલા (નાંખેલા) ભીંજાય. (તેથી કહેલી વિધિપૂર્વક નદી પાર કરવી જોઈએ.)
--
ભાવાર્થ :- સાધુને જે ગામ તરફ જવું છે ત્યાં જતાં રસ્તામાં નાવ વડે તરવા જેટલું વધારે પાણી (નદીમાં) ન હોય અને ઢીંચણ પ્રમાણ પાણી હોય તો ત્યાં કારણ વિના ત૨વાની ઈચ્છાવાળા મુનિ માટે ગૃહસ્થ વડે ખરીદેલી કે ઉછીની લીધેલી પૃથ્વી પરથી પાણીમાં લઈ જતી નાવમાં ન બેસે, પરંતુ જો નાવમાં બેસવું જ પડે તો તેનાથી વિપરિત (અર્થાત્ બીજા મુસાફરો જતા હોય તેવી) નાવને મેળવીને એકાંતમાં જઈને પડિલેહણ આદિ કરીને એક પગ પાણીમાં અને બીજો પગ પૃથ્વી પર મૂકીને નાવમાં ચડવું જોઈએ. તેમાં પણ આગળના ભાગમાં ન બેસવું. નાવિક તરફથી ઉપદ્રવનો સંભવ હોવાથી. વળી નાવમાં આગળ બેઠેલાની આગળ પણ ન બેસવું. કારણ કે કદાચ (હલેસા મારવા આદિ) અધિકરણનો પ્રસંગ આવી પડે. તેમજ ત્યાં રહેલો હોય ત્યારે બીજા કહે તો પણ નાવને યોગ્ય કંઈ પણ કામ કરવું નહીં કે કરાવવું નહીં પરંતુ, વિશિષ્ટ શુભ અધ્યવસાયપૂર્વક રહેવું.
આમ છતાં પણ નાવિક આદિ કહે કે બાળકને પાણી પીવડાવો તો તેવું ન કરવું. તે રીતે ન કરવાથી નાવિક ગુસ્સે થઈને કહે કે આ મુનિ (ઉપધિયુક્ત હોવાથી) વધારે વજનયુક્ત છે. તેથી આમને પાણીમાં નાંખી દો (તો નાવ જલ્દી ચાલશે) આવું વચન સાંભળીને જલ્દીથી અસારવસ ભારે હોવાથી ઉપાડવા માટે અશક્ય હોય તો તેને અલગ કરીને અને જે સારા વસ્ત્રો હોય તેને વીંટાળીને પાઘડી બાંધી દે. જેથી સંવૃત્ત ઉપકરણયુક્ત આકુલતા રહિત સુખપૂર્વક પાણીમાં તરી