________________
आचारांगसूत्र
२७१ જીવોની ઉત્પત્તિયુક્ત થઈ જાય છે. આવું જાણીને સાધુ વર્ષો બાદ એક ગામથી બીજે ગામ ન જાય. યોગ્ય સમય જાણીને જે ગામમાં રહ્યા હોય ત્યાં ચોમાસા સુધી રહે, જે ગામ આદિમાં સ્વાધ્યાય ભૂમિ - ચંડિલ ભૂમિ ઘણી (યથા સમયે જવા માટે અનેક) નથી. જ્યાં પીઠ, પાટીયું, શયા, સંથારા આદિ એષણીય ગોચરી, ચરક, બ્રાહ્મણ આદિ વધારે હોવાથી સુલભ નથી. તેવા ગામમાં ભિક્ષાટન, સ્વાધ્યાય, બહિર્ગમન આદિ કાર્યનો નિરુપદ્રવ રીતે સંભવ નથી. માટે સાધુએ તેવા ગામમાં ચાતુર્માસ ન કરવું જોઈએ.
ચાતુર્માસ પૂર્ણ થયા પછી ઉત્સર્ગ માર્ગે કાર્તિક ચોમાસાના પડવાને દિવસે જ જો વરસાદ ન હોય તો અન્ય ગામમાં જઈને પારણું કરે, જો વરસાદ ચાલુ હોય તો પંદર દિવસ પછી વિહાર કરે, પંદર દિવસ પછી પણ અંડાદિથી યુક્ત, તેમજ લોકોની અવર-જવરથી યુક્ત માર્ગ હોય તો પૂરો માગસર મહિનો ત્યાં જ રહે. ત્યાર પછી પણ જો માગદિ અક્ષુણ્ણ (અવર-જવર રહિત) હોય કે વરસાદ પણ ચાલુ હોય તો પણ ગમે તેવી પરિસ્થિતિમાં પણ ત્યાં ન રહેવું જોઈએ.
જતાં એવા મુનિએ આગળની ચાર હાથ પ્રમાણ ભૂમિને દૃષ્ટિથી જોતાં તેમજ જયણાપૂર્વક મુનિ બીજા ગામમાં જાય. જતાં એવા મુનિને રસ્તામાં જેમના કાલાદિ ગમન માટે નિયત નથી. તેવા તેમજ ધર્મસંજ્ઞાના ઉપદેશ વડે અનાર્યપણાના સંકલ્પથી જેમને સમજાવી શકાતા નથી તેવા અર્થાત્ અનાડી-જડ જેવા ચોર, શબર, પુલિંદ, મ્લેચ્છ વિશેષ રહે છે. (શબર-પુલિંદ ભિલ્લની જાતિ છે.) તેવા સ્થાન જો આવતા હોય તો વિહારમાં તેવા ગામ છોડીને બીજા પ્રામાદિમાંથી વિહાર કરીને જવું. અન્યથા (જો તેવા માર્ગમાંથી વિહાર કરીને સાધુ જાય તો) ગામવાળા લોકો આ મુનિ ચોર છે, ગુપ્તચર છે અથવા અમારા શત્રુના ગામથી આવેલો છે. એમ આક્રોશપૂર્વક તે મુનિને મારે, તેમનું અપહરણ કરે, મારી પણ નાખે, તેથી સંયમ વિરાધના તેમજ આત્મવિરાધના થાય. એ પ્રમાણેનો ભાવાર્થ છે. II૭૩
नौसन्तरणनियममाहकारणे नावारूढः प्रोक्ताकरणतो जले प्रक्षिप्तः संयतः प्लवेत ॥ ७४ ॥
कारण इति, गन्तव्यग्रामान्तराले नावा तार्यमुदकं यदि भवेन्न तु जानुदघ्नादिकमुदकं स्यात्तदाऽकारणे तत्ततुकामो गृहस्थैभिक्षुप्रतिज्ञया क्रीतामुच्छिनां वा स्थलाज्जलेऽवतारितां नावं नारोहेत्, कारणे त्वेतद्विपरीतां नावमुपलभ्यैकान्तमुपक्रम्य प्रतिलेखनादि विधायैकं पादं जलेऽपरं स्थले विधायारोहेत्, तत्रापि नाग्रभागम् । निर्यामकोपद्रवसम्भवात्, न वा नावारोहिणां पुरतः, प्रवर्तनाधिकरणसम्भवात् । तथा तत्रस्थो न नौव्यापारं परेण चोदितः कुर्यात् कारयेद्वा, अपि तु विशिष्टाध्यवसायो भवेत् । एवं कदाचिन्नाविकादिना दारकाधुदकं पाययेत्युक्तस्तथा न कुर्यात्, तदकरणे च प्रद्विष्टेन तेनोपकरणेन गुरुरयं श्रमणस्तदेनं बाहुं