________________
आचारांगसूत्र
२५७
આહારને આશ્રયીને વળી (ફરીથી) કહે છે.
સૂત્રાર્થ - કન્દ, સરસવ, કેળનું પાન, પીપર, મરચું, આદુ આદિના ભીના લીલા પાંદડા આદિથી યુક્ત આહાર પણ ન લેવો જોઈએ.
ભાવાર્થ - પાણી કે પૃથ્વી ઉપર થયેલો હોય તે કંદ, સરસવ, પીપર, મરચું, આદુ અને તેના ચૂર્ણ આદિ શબ્દથી કોઈપણ ફળ કાચું અથવા પાકું, અરણિક, ચોખા આદિ આ સર્વ પણ તેવું જ (સચિત્ત વસ્તુ) શસ્ત્રથી નહીં હણાયેલું ગ્રહણ ન કરવું જોઈએ. આજ રીતે વનસ્પતિ વિશેષ, કમળ, તેની નાળ આદિ અગ્રસ્કંધ, મૂળ, બીજ આદિ અન્ય શાસ્ત્રથી સમજી લેવા. I૬Oા.
आहारादौ श्राद्धभावनामाहदत्त्वा पुनः पाकाभिसन्धो न ग्राह्यम् ॥ ६१ ॥
दत्त्वेति, कश्चित् श्राद्धः प्रकृतिभद्रको वा साधव एतेऽष्टादशशीलाङ्गसहस्रधारिणो रात्रिभोजनविरमणषष्ठपञ्चमहाव्रतधारिणः पिण्डविशुद्ध्याधुत्तरगुणोपेता इन्द्रियनोइन्द्रियसंयमिनः पिहिताश्रवद्वारा नवविधब्रह्मगुप्तिगुप्ता अष्टादशविकल्पब्रह्मोपेताः, एतेषाञ्च न कल्पते भोक्तुं पातुं वाऽऽधार्मिकमशनादि, अत आत्मार्थं विहितमशनादि सर्वमेतेभ्यो वितीर्य पुनर्वयमात्मार्थमन्यदशनादि निर्वर्तयिष्याम इति यद्यभिसन्दधाति तदेतत्कथमपि विदित्वा साधुः पश्चात्कर्मभयतोऽनेषणीयं मन्यमानो न प्रतिगृह्णीयात् ।। ६१ ॥
આહાર આદિ માટે (વિષે) શ્રાવકના વિચારને કહે છે.
સૂત્રાર્થ - વહોરાવીને પછી ફરીથી રસોઈની અભિસંધિ (બનાવવાની) હોતે છતે તેવો આહારગ્રહણ ન કરવો જોઈએ.
ભાવાર્થ - કોઈક સરલ પરિણામી શ્રાવક આવું વિચારે કે આ સાધુ મહાત્માઓ અઢાર હજાર શીલાંગરથના ધારક, પાંચ મહાવ્રત તેમજ છઠું રાત્રિભોજન વિરમણ વ્રતયુક્ત, પિંડવિશુદ્ધિ વિ. ઉત્તરગુણયુક્ત, પાંચ ઈન્દ્રિય અને છઠું મન તેમાં કાબૂ મેળવનારા, પાપના દરવાજા જેમણે બંધ કર્યા છે તેવા, નવ પ્રકારની બ્રહ્મચર્યની ગુપ્તિને (વાડને) ધારણ કરનારા, અઢાર પ્રકારના બ્રહ્મચર્ય ગુણથી યુક્ત છે. આવા મુનિઓને આધાકર્મી ભોજન ખાવું કે પીવું કલ્પતું નથી. આથી અમારા પોતાને માટે કરેલું આ સર્વ ભોજન તેમને વહોરાવીને - આપણે આપણા માટે ફરીથી બીજું બનાવી દઈશું. આ પ્રમાણે જે શ્રાવક વિચારે તેની ગમે તે રીતે સાધુને ખબર પડી જાય તો પશ્ચકર્મ દોષના ભયથી અનેકણીય એવી તે ગોચરી સાધુ ગ્રહણ ન કરે. ૬૧ll
नियमान्तरमाहसंस्तुतावासपरिहारेणान्यत्र शुद्धं ग्राह्यम् ॥ ६२ ॥