________________
२६६
सूत्रार्थमुक्तावलिः - સાધર્મિકના ઉદ્દેશથી પૃથ્વીકાયાદિના સમારંભપૂર્વક અત્યંત પાપ કરીને, સંથારો, દરવાજા આદિ પ્રયોજનપૂર્વક જે (વ્યવસ્થિત રીતે) બનાવેલ, તેમજ જયાં પહેલાં ઠંડુ પાણી છાંટી દીધું છે તેવી અથવા સાધુના આવતા પહેલાં અગ્નિ પેટાવીને ઉપાશ્રય ગરમ કરી દીધો છે. તેવી વસતિમાં રહેવાથી અર્થાત તેવી આધાર્મિક વસતિના સેવનથી રાગ-દ્વેષ, ઈર્યાપથિકી ક્રિયા દોષ, સામ્પરાયિક = કષાયાદિ, દોષનો સંભવ હોવાથી “મહાક્રિયા' નામે વસતિ થાય છે.
આ સઘળી વસતિમાં “અભિક્રાન્ત” તેમજ “અલ્પક્રિયા' વસતિ યોગ્ય છે. શેષ સઘળી અયોગ્ય છે. ૬૮.
कारणान्तरेण चरकादिभिर्वासे विधिमाहचरकादिभिर्वासे सूपयुक्तः स्यात् ॥ ६९ ॥
चरकादिभिरिति, यदि साधुवसतौ शय्यातरेणान्येषामपि चरककार्पटिकादीनां कतिपयदिवसस्थायिनामवकाशो दत्तो भवेत्, तेषां वा पूर्वस्थितानां पश्चात्साधूनामुपाश्रयो दत्तो भवेत्तत्र कार्यवशाद्वसता रात्र्यादौ निर्गच्छता प्रविशता वा यथा चरकाद्युपकरणोपघातो न भवेत्तदवयवोपघातो वा तथा पुरो हस्तकरणादिकया गमनागमनादिक्रियया यतितव्यमिति | ૬ ||
કારણસર ચરકાદિની સાથે રહેવું પડે તો તેનો વિધિ કહે છે. સૂત્રાર્થ:- ચરકાદિની સાથે જ રહેવું પડે તો અત્યંત ઉપયોગયુક્ત થઈને રહે.
ભાવાર્થ:- સાધુ જે વસતિમાં રહેલા છે તેમાં જો શય્યાતર ચરક, કાપેટિક (કાપડીયા) આદિ અન્યને પણ થોડાક દિવસ માટે જગ્યા આપે. અથવા તો તેઓ રહેલા હોય ને પાછળથી સાધુને ઉપાશ્રય આપે તો તેવા સ્થાનમાં રહેતા રાત્રિને વિષે કોઈક કામથી બહાર જતાં વસતિમાં પ્રવેશ કરતાં ચરકાદિના ઉપકરણને ઉપઘાત ન થાય. તેમજ તેમના શરીરાદિ અવયવને ઉપધાત ન થાય તે રીતે આગળ હાથ ફેલાવતાં ફેલાવતાં (આદિથી, પગ મૂકતાં પહેલાં નીચે પણ જરા પગની આગળ પાછળની જગ્યા ખાલી જણાય તો), (ગમન) અવર-જવર કરવાની ક્રિયામાં યત્ન કરવો જોઈએ. /૬
वसतियाचनाविषये आहगृहाधिपानुज्ञप्तकालं यावद्वसेत् ॥ ७० ॥
गृहाधिपति, प्रतिश्रयं तदधिपञ्चावेत्य विचार्य च साधुना पृष्टो गृहाधिपस्तन्नियुक्तो वा कदाचिदेवं ब्रूयात् कियन्तं कालं भवतामत्रावस्थानमिति, वसतिप्रत्युपेक्षकः साधुर्यदि कारणमन्तरेण ऋतुबद्धे मासमेकं वर्षासु चतुरो मासानवस्थानमिति ब्रूयात्तदा नैतावन्तं कालं