________________
२६०
सूत्रार्थमुक्तावलिः અન્ય વિનયને કહે છે. સૂત્રાર્થ - સંસ્કૃતથી (વડીલ મુનિથી) અનુજ્ઞા મેળવીને અન્ય મુનિને) આપવી જોઈએ.
ભાવાર્થ :- સાધુ ગોચરી લાવ્યા પછી પૂર્વ સંસ્તુત = જેમની પાસે પોતે દીક્ષા લીધી છે. તેવા તેમજ પશ્ચાત્ સંસ્તુત = જેમની પાસે તે ભણે છે કે વાચના વિગેરે લે છે. તેવા મુનિઓ તેમજ અન્ય સ્થાને રહેલા આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર, ગણિ, ગણધર, ગણાવચ્છેદક વિ.ની આજ્ઞા લઈને એમ કહે કે તમારી આજ્ઞાપૂર્વક હું આ સર્વ મુનિઓને ઘણું (ગોચરી આદિ) આપીશ. આ રીતે વડીલોને વિનંતી કરીને તેમની આજ્ઞા લઈને તેમને તથા તેમના નિશ્રાવર્તી અન્ય મુનિઓને તે વડીલોએ જેમ આજ્ઞા આપી હોય તેટલું જ આપે. પરંતુ, તેમને પૂછ્યા વિના જે મુનિને જેટલી ઈચ્છા છે તે મુનિને પોતાની મરજી મુજબ ઘણું કે થોડું ન આપે પોતાની મરજી મુજબ કરવાથી માયા કરી કહેવાય.
તે જ રીતે ગોચરીમાં જે જે ગોચરી મળી હોય તે સર્વ આચાર્યાદિની પાસે જેમ લાવ્યો હોય તેમ જ બતાવે. પરંતુ, રસલોલુપતાથી ગોચરીથી આવતા વચ્ચે જ સરસ ભોજન પોતે વાપરી લે અને અન્નપ્રાન્તાદિ (લખું-સૂકું) ભોજન ઉપાશ્રયમાં લાવે - આવું કપટ ન કરે. ૬૪
नियमान्तरमाहग्लानार्थं दत्तं नान्यथा कार्यम् ॥ ६५ ॥
ग्लानार्थमिति, एकः कश्चिद्भिक्षुस्तत्रैव वास्तव्येषु वा समागतेषु वा साम्भोगिकेष्वसाम्भोगिकेषु वा कस्यचिद् ग्लानतायां मनोज्ञमाहारजातमादाय ग्लानाय प्रयच्छतेत्युक्त्वा यदि तेषु कस्मैचिद् ददाति तदा स तद्गृहीत्वा तत्राध्युपपन्नोऽहमेक एव भोक्ष्य इति मनसि विधाय ग्लानस्यापथ्योऽयं पिण्ड इति धुद्ध्युत्पादनार्थं मनोज्ञं गोपित्वा वातादिरोगमुद्दिश्यायं पिण्डो भवदर्थं साधुना दत्तः किन्त्वयं रूक्षस्तिक्तः कटुः कषायोऽम्लो मधुरो वेत्यादिदोषदुष्टो न भवत उपकाराय वर्त्तत इति यदि ब्रूयात्तदा मातृस्थानं स स्पृशति, तदेतन्न कार्यम् । तथा यदि भिक्षुणा ग्लानाय प्रयच्छता न चे«क्ते स तदाऽस्मदन्तिक एव तदाहरत्वित्युक्तोऽन्तरेणान्तरायमाहरिष्यामीति कृतप्रतिज्ञो ग्लानायादत्त्वा स्वयमेवोपभुज्य भिक्षोग्र्लानभक्तं गृहीत्वाऽनागमननिमित्ततया शूलाधन्तरायं निवेदयेत्तहि मातृस्थानसंस्पर्शः स्यात्, तन्न कार्यमपि तु ग्लानाय दद्यादातृसमीपं वाऽऽहरेदित्यवशिष्टनियमान्तराण्यन्यतो द्रष्टव्यानि ।। ६५ ।।
વળી અન્ય નિયમ કહે છે. સૂત્રાર્થ - ગ્લાન માટે (બિમાર માટે) આપેલું ભોજન પોતે ન વાપરે.