________________
आचारांगसूत्र
२४९
જેવો માને છે. ત્યાં ક્યારેક વિકૃત મનથી - શ્રી આદિ સાથે ગુપ્તવાસ માટે પ્રાર્થના કરાયેલો સાધુ મિથુનભાવ પણ મેળવી શકે એ રીતે અન્ય પણ કર્મબંધના કારણો સંભવે. તેથી નિર્ઝન્ય સંખડિની પ્રતિજ્ઞા હોવાથી સંખડિ છે. એવું જાણીને તેવા સંખડિયુક્ત સ્થાનમાં જવાનો વિચાર ન કરે. આનો વિસ્તાર અન્ય ગ્રંથથી જાણવો. ૫૪
अथ गच्छनिर्गतानाश्रित्य गमननियममाहगच्छनिर्गतो धर्मोपकरणमादाय प्रविशेत् ॥ ५५ ॥
गच्छनिर्गत इति, गृहपतिकुलादौ प्रवेष्टुकामो जिनकल्पिकादिर्धर्मोपकरणं सर्वमादाय पिण्डपातप्रतिज्ञया प्रविशेत्, तत्रोपकरणमनेकधा व्यादिरूपेण जिनकल्पिको हि द्विविधः छिद्रपाणिरछिद्रपाणिश्च, तत्राछिद्रपाणेः शक्त्यनुरूपाभिग्रहविशेषाद्विविधं रजोहरणमुखवत्रिकारूपमुपकरणं कस्यचित्त्वक्त्राणार्थं क्षौमपटपरिग्रहात्त्रिविधमपरस्योदकबिन्दुपरितापादिरक्षणार्थमौणिकपटपरिग्रहाच्चतुर्विधमसहिष्णुतरस्य द्वितीयक्षौमपटपरिग्रहात् पञ्चविधमिति, छिद्रपाणेस्तु जिनकल्पिकस्य सप्तविधपात्रनिर्योगसमन्वितस्य रजोहरणमुखवस्त्रिकादिग्रहणक्रमेण यथायोगं नवविधो दशविध एकादशविथो द्वादशविधश्चोपधिर्भवति । एवं ग्रामादेर्बहिविहारभूमि विचारभूमि वा गच्छन् सर्वमुपकरणमादाय गच्छेत्, तत्रैषा सामाचारी गच्छनिर्गतेन तदन्तर्गतेन वा गच्छता साधुनोपयोगो दातव्यः, तत्र यदि महति क्षेत्रे वृष्टिरन्धकारोपेतं धूमिकोपेतं महावातसमुद्धृतरजोपेतं वा क्षेत्रं स्यात्ततो जिनकल्पिको न गच्छत्येव, तस्य यावत् षण्मासं पुरीषोत्सर्गनिरोधसामर्थ्यात्, इतरस्तु सति कारणे यदि गच्छेन्न सर्वमुपकरणं गृहीत्वा गच्छेदिति ॥५५॥
હવે ગચ્છમાંથી નીકળેલા (વિશિષ્ટ મુનિઓને) ગોચરી જવાનો વિધિ કહે છે.
સૂત્રાર્થ - ગચ્છમાંથી નીકળેલ (મુનિ) ધર્મોપકરણને લઈને (ગૃહસ્થના ઘરમાં ગોચરી માટે) प्रवेश ३.
ભાવાર્થ:- ગૃહસ્થના ઘરમાં-ગોચરી માટે પ્રવેશ કરવા ઈચ્છતા જિનકલ્પિક આદિ ધર્મોપકરણ (ઉપધિ.) સર્વને લઈને પ્રવેશ કરે, તેમાં બે વગેરે પ્રકારે ઉપકરણ અનેક રીતે છે. જિનકલ્પિકના બે ભેદ છે. (૧) છિદ્રપાણિ (૨) અછિદ્રપાણિ. તેમાં અછિદ્રપાણિમાં શક્તિ અનુરૂપ વિશેષ અભિગ્રહ હોવાથી રજોહરણ-મુહપત્તિરૂપ બે ઉપકરણ હોય. કોઈકને વળી ચામડીના રક્ષણ માટે રેશમી વસ્ત્રનો પરિગ્રહ હોય તો ત્રણ, વળી કોઈકને પાણીના ટીપા વિ. પડતા હોય તેમાંથી બચવા માટે ઉનના વસ્ત્રનો પરિગ્રહ હોય તો ચાર વસ્ત્ર, વળી તેના કરતાં પણ અસહિષ્ણુ હોય તો બીજું એક રેશમી વસ્ત્ર રાખે. તો પાંચ પ્રકારનાં વસ્ત્ર હોય. છિદ્રપાણિ - તે જિનકલ્પિકને સાત પ્રકારના