________________
सूत्रार्थमुक्तावलिः परिव्राजिकादिभिर्मिश्रीभूतं स्थानमासाद्य मिश्रीभावमापन्नोऽन्यमना मत्त आत्मस्मृतिविधुर आत्मानं गृहस्थमिव मन्यते, ततः कदाचिद्विकृतमनोभिः स्त्र्यादिभीरहोवासाय प्रार्थितो मिथुनभावमभ्युपगच्छेत् । एवमन्यान्यपि कर्मोपादानकारणानि भवेयुस्तस्मान्निर्ग्रन्थः सङ्खडि विदित्वा सङ्खडिप्रतिज्ञया तत्र गन्तुं न पर्यालोचयेत्, विस्तरोऽन्यत्र द्रष्टव्यः ॥ ५४ ॥
२४८
વળી આહાર ગ્રહણ યોગ્ય ક્ષેત્રાદિનું સ્વરૂપ જણાવે છે.
સૂત્રાર્થ :- જ્યાં સંખડિદોષ હોય ત્યાં ન જવું જોઈએ.
ભાવાર્થ :- પિતૃપિંડ (શ્રાદ્ધ) ઇન્દ્ર મહોત્સવ, કાર્તિક મહોત્સવ, રૂદ્ર મહોત્સવ, મુકુન્દ-નાગયક્ષ-ભૂત-સ્તૂપ-ચૈત્ય આદિ મહોત્સવના સ્થાનોમાં જ્યાં સર્વ શ્રમણ-બ્રાહ્મણને અપાય છે. એમ માનતો, અથવા તો સર્વને નથી દેવાતું છતાં અનેક માણસો એકઠા થયા છે. એમ માનતો સાધુ આહારાદિ માટે ત્યાં ન જાય. આવું સંખડિ વિશેષ હોય ત્યાં સાધુ ન જાય...!
જેમાં જીવો સારી રીતે ખંડિત થાય છે. વિરાધિત થાય છે તેને સંખડી કહેવાય છે. ગામ, નગર, ખેટક, પત્તન આદિ ક્ષેત્રને વિષે જ્યાં વિરાધના થાય તેવા સંખડીવાળા ક્ષેત્રને ઉત્કૃષ્ટથી અર્ધેયોજન પ્રમાણ છોડી દે. તે સંખિડ દોષને જાણીને ત્યાં ભિક્ષા માટે જવાનું વિચારે પણ નહીં. ત્યાં ભિક્ષા માટે જતાં અવશ્ય આધાકર્મી, ઔદેશિક, મિશ્રજાત, ક્રીત, કૃત, ઉદ્યોતક, આચ્છેદ્ય, સૃષ્ટ, અભ્યાહત આદિ ભિક્ષાના દોષોમાંથી કોઈપણ દોષથી દોષિત આહાર મળે અને તે કર્મબંધનું કારણ થાય જ...!
એ જ રીતે જન્મ-નામકરણ-વિવાહ આદિ પ્રસંગે જે (પહેલાં) જમણ કરાય છે તે “પુરઃ સંખડ” કહેવાય. મરેલાની પછી જમણ કરાય તે પશ્ચાત સંખડિ' કહેવાય. તેવા પ્રકારના આહારને એકલવિહારી સાધુ રસની લોલુપતાથી કદાચ વાપરે, અથવા શિખંડ-દૂધ વિ. પીએ તો તે આહાર-પાણી તેના શરીરમાં શરદી ઉત્પન્ન કરે. અથવા ક્યારેક પચે નહીં તો શૃંડિલ-શૂલ આદિ જે જલ્દીથી જીવનનો પણ નાશ કરે તેવા રોગો ઉત્પન્ન થાય. તે આલોકના દોષરૂપ છે. અને પરલોકમાં દુર્ગતિમાં જવું પડે ઈત્યાદિ દોષ ઉત્પન્ન થાય છે.
અથવા તો કોઈ ભદ્ર પરિણામી શ્રાવક સાધુને માટે વસતિ-સાંકડા દરવાજા યુક્ત, મોટા દરવાજા યુક્ત અથવા મધ્યમ દરવાજા યુક્ત કરે. ઠંડી વસતિ હોય તો શીયાળામાં હવા ન આવે તેવું કરી દે. ઉનાળમાં હવા આવી શકે તેવી વ્યવસ્થા કરી દે. તેમાં અનેક દોષરૂપ સંખિડ જાણીને સાધુ (તેવા ઉપાશ્રયમાં) પ્રવેશ ન કરે. (હવે બીજા અનેક શ્રમણ-બ્રાહ્મણાદિ છે. તેવી વસતિમાં રહેલા સંભવિત દોષ જણાવે છે.) જે અન્ય સારો ઉપાશ્રય ન મળે ને સાધુ સંખડિભૂત સ્થાનમાં ભોજનાદિ કરે અથવા ગૃહસ્થ-પરિવ્રાજક વિ. જે સ્થાનમાં રહેલા છે તેવા સંયુક્ત સ્થાનમાં રહેલો કદાચ મતિ વિભ્રમ આદિથી કે ઉન્મત્ત થયેલો, પોતે સાધુ છે એવું ભૂલી ગયેલો પોતાને ગૃહસ્થ
ન