________________
सूत्रार्थमुक्तावलिः
करोमीत्येकं पदं भयान्त ! इति द्वितीयं सामायिकमिति तृतीयमित्यादि । पदार्थस्तु करोमीत्यभ्युपगमो भयान्त ! इति गुर्वामंत्रणं समस्याय: सामायिकमित्यादिकः । पदविग्रहः समासः, स चानेकपदानामे - कत्वापादनविषयो यथा भयस्यान्तो भयान्त इत्यादि, सूत्रस्यार्थस्य वाऽनुपपत्त्युद्भावनं चालना, तस्यैवानेकोपपत्तिभिस्तथैव स्थापनं प्रसिद्धिः, एवं षड्विधं व्याख्याया लक्षणम्, तत्र सपदच्छेदसूत्रवर्णने सुत्रानुगमः, सूत्रालापकानां नामस्थापनादिनिक्षेपे कृते सूत्रालापकनिक्षेपः, पदार्थपदविग्रहादिषु सर्वेषु कृतेषु सूत्रस्पर्शिकनिर्युक्तिः कृतार्था भवति । नैगमादिनयानामपि प्रायः स एव पदार्थादिविचारो विषय इति वस्तुतस्ते सूत्रस्पर्शिकनिर्युक्त्यन्तर्भाविनः । तदेवंविधिना सूत्रे व्याख्यायमाने सूत्रं सूत्रानुगमादयश्च युगपत्समाप्यन्ते ॥५०॥
११२
ફળાન્તર કહે છે -
અનધિગત પદનું વ્યાખ્યાન થાય છે.
સૂત્ર ઉચ્ચારાયે છતે કેટલાક સાધુ ભગવંતોને યથોક્ત રીતિથી કેટલાક અર્થાધિકારો જ્ઞાત થાય છે. વળી કેટલાક ક્ષયોપશમ વિચિત્રતાથી અનધિગત હોય છે. તેથી એ અધિગત અર્થાધિકારોના અધિગમને માટે પદથી પદની વ્યાખ્યા થાય છે અને તેનું લક્ષણ આ છે. ‘સંહિતા ચ પદં ચૈવ, પદાર્થઃ પદવિગ્રહઃ, ચાપલના ચ પ્રસિ’ક્રિશ્ન, ષવિધ વિદ્ધિ લક્ષણમ્ ॥' આ પ્રમાણે બોધનું લક્ષણ છ પ્રકારે છે. ત્યાં અસ્ખલિત પદોનું ઉચ્ચારણને સંહિતા, તે આ રીતે, ‘રોમિ મયાન્ત સામાયિમ્' વિગેરે છે. પદ આ પ્રમાણે હોય છે. ‘રોમિ’ એક પદ છે. ‘મયાન્ત’ બીજું પદ છે. ‘સામાયિ’ ત્રીજુ પદ છે. પદાર્થ આ પ્રમાણે છે. ‘રોમિ' એ સ્વીકાર સ્વરૂપ છે. ‘મયાન્ત' એ ગુરુના આમંત્રણ સ્વરૂપ છે અને સમતાના લાભ સ્વરૂપ ‘સામાયિ’ છે. પદવિગ્રહ એટલે સમાસ અને તે અનેક પદોને એકત્ર પ્રાપ્ત કરાવવાનો વિષયવાળો છે. તેવી રીતે ‘મયાસ્યન્ત તિ માન્ત' સૂત્રનું અથવા અર્થનું અનુપપત્તિથી ઉદ્ભાવન કરવું તે ચાલના, તેનું જ અનેક ઉપપત્તિથી તેવી રીતે સ્થાપના કરવી તે પ્રસિદ્ધિ. આ છ પ્રકારે વ્યાખ્યાનું લક્ષણ છે. ત્યાં પદચ્છેદ સહિત સૂત્રના વર્ણમાં સૂત્રાનુગમ છે. સૂત્રના આલાપકોનું નામ-સ્થાપના નિક્ષેપ કરાયે છતે સૂત્ર આલાપક નિક્ષેપ, પદાર્થો-પદ વિગ્રહ વિગેરે સર્વ કરાયે છતે સૂત્ર સ્પર્શિક નિર્યુક્તિ કૃતાર્થ થાય છે. નૈગમ વિગેરે નયોનો પણ પ્રાયઃ તે જ પદાર્થ આદિના વિચારવાળો વિષય છે. તેથી તે વાસ્તવિક રીતે સૂત્ર સ્પર્શિક નિર્યુક્તિના અંતર્ભાવિ છે. તેથી આ પ્રમાણે વિધિથી સૂત્ર વ્યાખ્યાન કરાયે છતે સૂત્ર અને સૂત્રાનુગમ વિગેરે એક સાથે સમાપ્ત થાય છે.