________________
आचारांगसूत्र
२११
શંકા - મોહ એ અજ્ઞાન છે. અને તે જ મોહનીયકર્મ છે. આ મોહનીય કર્મનો અભાવ વિશિષ્ટ જ્ઞાનોત્પત્તિ વડે થાય છે. વિશિષ્ટ જ્ઞાનોત્પત્તિ પણ મોહના અભાવથી થાય છે. આ પ્રમાણે અન્યોન્યાશ્રય દોષ આવશે. (એક બીજાને પરસ્પર સાપેક્ષ હોવાથી.) આથી વિશિષ્ટ જ્ઞાનની પ્રાપ્તિથી કર્મના શમન માટે પ્રવૃત્તિ થાય છે. એવું કેવી રીતે કહી શકાય ?
સમાધાન - ખરેખર તો સંશય બે ભેદે છે. (૧) અર્થ સંશય (૨) અનર્થ સંશય...! તેમાં અર્થ સંશય એટલે મોક્ષ અને મોક્ષનો ઉપાય. આ સંશયમાં મોક્ષનો સંશય તો નથી જ, મોક્ષના ઉપાયમાં શંકા હોય તો પણ પ્રવૃત્તિ થાય જ છે. કારણ કે અર્થનો સંશય હોય તો પ્રવૃત્તિમાં કારણ થઈ શકે છે. અનર્થ સંશય પણ સંસાર અને તેના કારણરૂપ છે તેમાં શંકા હોય તો નિવૃત્તિ થાય જ છે. કારણ કે અનર્થ સંશય = કારણ વગરનો સંશય નિવૃત્તિના કારણરૂપ છે.
જે જીવ સંદેહ રાખે છે તેને હેયોપાદેય પ્રવૃત્તિ અને સંસારનું જ્ઞાન હોય છે. નહીંતર તેને સંસારમાં જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. જે જીવ સંસારરૂપી સમુદ્રના પારને પામીને સમ્યકત્વ મળ્યા પછી પણ મોક્ષનાં જ એક કારણભૂત વિરતિના પરિણામને સફળ નહીં કરતો વિષયી થઈને રમણ કરે છે. દીક્ષા લઈને પણ અપ્રશસ્ત જીવનચર્યા સેવે છે. તે ઈન્દ્રિયની અનુકૂળતા ચાહતો દીક્ષિત હોય કે ગૃહસ્થ છતાં પણ કષાયયુક્ત, આગ્નવયુક્ત, જ્ઞાન-ચારિત્રરૂપ ધર્મને નહીં જાણતો, રાગષથી નહીં અટકેલો, સાધુ કહેવાતો નથી.
અહીં એકચર્યા એટલે કે એકાકી વિહાર કરવો. તે પ્રશસ્ત અને અપ્રશસ્ત એમ બે ભેદે છે. તેમાં દ્રવ્યથી અપ્રશસ્ત ગૃહસ્થ, પાખંડી વિ.નું વિષય-કષાયના નિમિત્તે એકલા વિચરવું.
ભાવથી અપ્રશસ્ત-રાગ દ્વેષથી રહિતપણું છે. તે ભાવથી એકલા વિચરવું. તેમાં અપ્રશસ્તપણાનો અસંભવ છે. દ્રવ્યથી પ્રશસ્ત એકચર્યા-ગચ્છમાંથી-સંઘાદિના કોઈક કાર્ય પ્રસંગે એકલો નીકળે છે. સ્થવિરકલ્પી સાધુ છે. ભાવથી રાગ-દ્વેષ રહિત એકાકી સાધુ છે. દ્રવ્યથી અને ભાવથી તીર્થંકર પરમાત્માને જ્યાં સુધી કેવલજ્ઞાન થતું નથી ત્યાં સુધીનું જે ચારિત્ર છે તે એકચર્યા સમજવી.
બીજા જીવો ઉપર મુજબ ચતુર્ભગીવાળા સમજવા.
સાર શબ્દનો ચાર પ્રકારે નિક્ષેપ છે. તેમાં ભાવસાર એટલે મોક્ષ અને તેના કારણરૂપ જ્ઞાનદર્શન-ચારિત્ર-તપ છે.
આવા કારણસર મારૂં આ કરેલું અનુષ્ઠાન નિષ્ફળ છે કે સફળ? આવા અરિહંત પરમાત્માએ પ્રરૂપેલા અતિસૂક્ષ્મ ઇન્દ્રિયથી ન જાણી શકાય. (અતીન્દ્રિય) છતાં પણ શંકા છોડીને અનન્ય ચિત્તે પરમ સારભૂત જ્ઞાનાદિકને ગ્રહણ કરવું જોઈએ. l૩૬ll