________________
आचारांगसूत्र
२१३ આવા પ્રકારનો મુનિ-આર્યક્ષેત્ર, સુકુલમાં જન્મ, ઈન્દ્રિયના વિષયથી નિવૃત્તિ, શ્રદ્ધા અને સંવેગરૂપ અથવા તો મિથ્યાત્વના ક્ષયથી મિથ્યાત્વના અનુદયરૂપ સમ્યક્ત્વની પ્રાપ્તિમાં કારણ મિથ્યાત્વ, કર્મના અભાવરૂપ અથવા તો શુભ અધ્યવસાયના જોડાણરૂપ સંધિને પોતાના આત્મામાં સારી રીતે સ્થાપન કરીને, એક ક્ષણનો પણ પ્રમાદ કર્યા વિના, પાપારંભથી અટકેલો, મૃષાવાદને છોડીને, અદત્તાદાન ગ્રહણ નહીં કરતો. જેવી રીતે પ્રતિજ્ઞા (મહાવ્રત) લીધા છે તેવી જ રીતે પાળવામાં તત્પર, પરિષહ, ઉપસર્ગ, શીત, ઉષ્ણ આદિ દુઃખકારી સ્પર્શ વડે આકુળતા રહિત, સંસારઅસાર છે વિ. ભાવના વડે અશાતા વેદનીય કર્મ હમણાં મારા વડે સહન કરવું જોઈએ (મારે સહન કરવું જોઈએ.) અને પછી પણ સહન કરવું પડશે. ખરેખર ! સંસારની અંદર એવું કોઈ નથી જેને અશાતા વેદનીયના વિપાકથી પ્રાપ્ત થયેલા રોગ-પીડા ન હોય ! કેવલિને પણ મોહનીય આદિ ઘાતકર્મના ક્ષયથી (ધાતીચતુટ્યના ક્ષયથી) ઉત્પન્ન કેવલજ્ઞાનની વિદ્યમાનતા છતાં વેદનીયનો સદૂભાવ હોવાથી તેના ઉદયથી રોગ આદિનો સંભવ છે. આ કારણથી તિર્થંકરોને પણ બદ્ધ, પૃષ્ટ, નિધત્ત, નિકાચિત (નિકાચના વડે)થી ઉદયમાં આવેલું કર્મ અવશ્ય ભોગવવું પડે છે. આ કર્મ ભોગવાય નહીં તો તેનાથી મુક્તિ થતી નથી. ઈત્યાદિ વિચારણા વડે તેમજ આ ઔદારિક શરીર લાંબાકાળ સુધી દવા વિગેરે વડે સંસ્કારિત કરાયેલું હોય તો પણ, અત્યંત સાર રહિત, સર્વ રીતે, હંમેશાં, માટીના ઘડા કરતાં પણ નાશવંત સ્વભાવવાળું છે. સારી રીતે પુષ્ટ કરેલું પણ આ શરીર જયારે વેદનાનો ઉદય થાય ત્યારે માથું, પેટ, આંખ વિ. અવયવો સ્વતઃ જ (સ્વયં જ) નાશ પામે છે. આ કારણથી આ શરીર પર રાગ કોણ કરે? અને મૂર્છા કેવી ? (કોણ કરે.) સારી ક્રિયા વિના આ શરીરની સાર્થકતા નથી. એ પ્રમાણે ભાવના કરતો. આકુળતા રહિત બુદ્ધિવાળો, અસંયત એવા લોક સંબંધિ જે ધન-ધાન્યરૂપ વિજ્ઞાદિ છે તે મૂલ્યથી કે પ્રમાણથી ઓછો કે વધારે પરિગ્રહ મોટા ભય માટે થાય છે એ પ્રમાણે પરિજ્ઞા વડે જાણીને તેનો ત્યાગ કરનાર જે છે તે જ મુનિ છે અને પરમાર્થથી તેમાં જ નવબ્રહ્મચર્યની ગુપ્તિનો સદ્ભાવ હોવાથી તેનાથી જાવજીવ પરિગ્રહના અભાવ થવાથી સુધા, પિપાસા (ભૂખ-તરસ) આદિ આવે છે તો જેની મોક્ષ તરફ જ નજર છે તેવા મુનિઓ તેને ગણકાર્યા વિના વિવિધ તપ-અનુષ્ઠાન વિધિપૂર્વક સંયમનું પાલન કરવું જોઈએ એ પ્રમાણે ભાવાર્થ છે. ll૩ણા
अथाष्टविधकर्मक्षपयितारमाहउत्थितानिपाती सुशीलो दुर्लभं शरीरादिमाप्य कर्म परिहरेत् ॥ ३८ ॥
उत्थितानिपातीति, पूर्वं संयमानुष्ठानेनोत्थितः पश्चात् कर्मपरिणतिवैचित्र्येण निपाती निपतनशीलो नन्दिषेणवत्, गोष्ठामाहिलवदिति उत्थितनिपाती, यश्च नैवं-उत्थितः सन् प्रवर्धमानपरिणामो न निपाती सिंहतया निष्क्रान्तः सिंहतया विहारी च गणधरादिवत्स उत्थितानिपाती, अनुत्थितः सन् निपतनशीलश्च न सम्भवति, निपतनस्योत्थानाभावेऽसम्भवात्,