________________
आचारांगसूत्र
२४१
આપે તે સાંભળીને મોહાંધ એવા તે લોકો કહે કે આ જગ્યાથી બહાર નીકળો તો અચિત્ત અવગ્રહ છે એમ જાણી ભગવાન નીકળી જતા. અથવા તો ન નીકળે ને ગૃહસ્થ ગુસ્સો કરે તો પણ આ પણ ઉત્તમ ધર્મ છે એ પ્રમાણે કરીને મૌનપૂર્વક ધ્યાનથી ચલાયમાન થતા નથી.
લાઢભૂમિ, વજભૂમિ, શુભ્રભૂમિ આદિમાં વિચરતાં તે ગામના લોકો વડે કરાતા ઘણા જ પ્રતિકૂળ ઉપસર્ગોને સમતાથી સહન કરતાં છ મહિના સુધી રહ્યા. જો કે ખાંસી, શ્વાસ આદિ દેહથી થતા દ્રવ્ય રોગનો અભાવ છે ભગવાનને છતાં પણ અશુભવેદનીય આદિ ઉદયને કારણે થતાં ભાવરોગ વડે યુક્ત હોય કે અયુક્ત હોય છતાં પણ પોતાને ભૂખ હોય તેનાથી ઓછું ભોજન કરતાં કૂતરાદિ બચકા ભરે ઈત્યાદિ આવી પડતાં દ્રવ્યરોગના સમયે પણ દ્રવ્યૌષધથી પીડાને દૂર કરવા ઈચ્છતા નથી. છઠ્ઠ, અઠ્ઠમ, દશમ (૪), દુવાલસ (૫) આદિ કરવાપૂર્વક ક્યારેક આહારાદિકને પણ શરીરની સમાધિ રહે તે માટે ગ્રહણ કરે છે. તે આહાર પણ પ્રારૈષણાદિ દોષ વિના કોઈપણ ભૂખ્યાની આજીવિકાનું ખંડન નહીં કરતાં મેળવી ભિક્ષા સારી રીતે ઉપયોગ પ્રણિધાનપૂર્વક ગ્રહણ કરે છે. આહાર ન મળે અથવા ઓછો મલે, ખરાબ મળે તો પણ પોતાની આહારની કે દાતારની નિંદા કરતા નથી. આહાર મળે કે ન મળે તો પણ તે વર્ધમાન સ્વામી ઉત્કટુકાદિ આસનમાં રહીને અંતઃકરણની વિશુદ્ધિને જોતા, ત્રણલોકમાં રહેલા સદ્ભૂત પદાર્થોને, દ્રવ્ય, પર્યાય, નિત્ય-અનિત્ય આદિ સ્વરૂપ વડે ધર્મ કે શુક્લ ધ્યાન વડે વિચારે છે. મનને અનુકૂલ પ્રત્યે રાગ અને પ્રતિકૂલ પ્રત્યે દ્વેષ કરતા નથી. છબસ્થ હતા તે છતાં એક વખત પણ કષાયાદિ નથી કરતાં.
પોતાની જાતે જ તત્ત્વ જાણીને, સંસારનો સ્વભાવ જેણે જાણ્યો છે તેવા સ્વયં બુદ્ધ ભગવાન આત્મા અને કર્મના ક્ષયોપશમ, ઉપશમ, ક્ષયરૂપ શુદ્ધિ વડે મન-વચન-કાયારૂપ યોગને સુપ્રણિહિત કરીને, શાંત, માયાદિથી રહિત, પાંચ સમિતિથી યુક્ત, ત્રણ ગુપ્તિથી ગુપ્ત, શુક્લધ્યાનથી ઘાતકર્મનો ક્ષય કરીને કેવલજ્ઞાની બનીને તીર્થ પ્રવર્તાવવા માટે યત્ન કર્યો એ પ્રમાણે.
ભગવાન વર્ધમાનસ્વામીએ જે નવબ્રહ્મચર્યની ગુપ્તિનું આચરણ કર્યું તેનું સ્વરૂપ વિચારીને બીજા આત્મહિતાર્થી મુમુક્ષુઓએ પણ પરાક્રમયુક્ત બનવું જોઈએ. એ પ્રમાણે ભાવાર્થ છે. //૪૮
अथाग्रश्रुतस्कन्धं पूर्वोक्तार्थावशेषामिधायिनमारभतेअथाग्रश्रुतस्कन्धः ॥ ४९ ॥
अथेति, नवबह्मचर्याध्ययनात्मकप्रथमश्रुतस्कन्धसारार्थवर्णनानन्तरमित्यर्थः, अग्रश्रुतस्कन्ध इति, अग्रस्य नामादिभिर्निक्षेपे कर्तव्ये नामस्थापनयोः प्रसिद्धत्वाद्र्व्यनिक्षेपेऽपि ज्ञशरीरभव्यशरीरद्रव्यनिक्षेपस्य स्फुटत्वाच्च व्यतिरिक्तं द्रव्याग्रं सचित्ताचित्तमिश्रभेदेन त्रिविधं भाव्यम् । एतेषां यदग्रं तद्रव्याग्रम् । अवगाहनाग्रं यद्यस्य द्रव्यस्याधस्तादवगाढं तदवगाहनाग्रं