________________
आचारांगसूत्र
२२७
સ ાવ એ પ્રમાણે સૂત્રમાં પ્રવ કાર (જકાર) નથી જણાવ્યો પરંતુ તે નિર્દેશ કર્યો છે તેથી અતીન્દ્રિયજ્ઞાની કેવલી અથવા સર્વપ્રકારે જાણ્યા છે જીવાદિ પદાર્થ જેમણે એવા શ્રુતકેવલી પણ ધર્મને કહે એ પ્રમાણે જણાવ્યું છે. કોને ઉદ્દેશીને ધર્મ કહેશે? આના જવાબમાં સૂત્રમાં જણાવ્યું છે કે ‘સ્થિતાનાં' એટલે કે ધર્મના આચરણ માટે ઉઠેલા (જાગૃત થયેલા) એવા જીવો માટે આ કર્મધૂનન જણાવે છે. ઉસ્થિત બે પ્રકારે હોય છે. (૧) દ્રવ્યથી (૨) ભાવથી. શરીરથી ઉસ્થિત (જાગૃત) તે દ્રવ્ય ઉત્થિત, જ્ઞાનાદિથી ઉત્થિત (જાગૃત) તે ભાવ ઉસ્થિત, તેમાં સમવસરણમાં રહેલી સ્ત્રીઓ ઊભા ઊભા ભગવાનની વાણી સાંભળે છે તેથી દ્રવ્યથી (શરીરથી) અને ભાવથી (જ્ઞાનાદિથી) એમ બન્ને રીતે ઉત્થિત થઈને સાંભળે છે (કર્મધૂનનનું સ્વરૂપ) પુરૂષો દ્રવ્ય-ભાવથી ઉસ્થિત થઈને સાંભળે છે. ભાવથી ઉસ્થિતને ધર્મ જણાવાય છે. ઊભા થયેલા છે પ્રાણો જેના એવા દેવો અને તિર્યંચો અને જેઓ વળી કૌતુક આદિ વડે સાંભળે છે તેઓને પણ (કર્મધૂનનનું સ્વરૂપ) કહે છે. શું કરીને, કર્મના ભારેપણાની વેદના કહીને કહે છે.
સકલ સંશય દૂર કરનાર, સાક્ષાત્ ભગવાન જયારે ધર્મને જણાવે છે ત્યારે પણ જે પ્રબલ મોહનીયના ઉદયથી જે જીવ સંયમથી સદાય છે (દૂર રહે છે) તે જીવો ભારેકર્મા જાણવા... લઘુકર્મી જીવો તો તીર્થંકર પરમાત્માએ જણાવેલ ધર્મને સ્વીકારીને તેના અનુષ્ઠાનમાં આચરણ માટે ઉદ્યમ કરે છે. બીજા જીવો નહીં. કર્મથી ભારે જીવો. ખરેખર ! ધર્મ અનુષ્ઠાન માટે યોગ્ય મનુષ્યજન્મ, આર્યક્ષેત્ર, સુકુલમાં જન્મ, સમ્યકત્વ આદિ સર્વ પણ મેળવ્યા છતાં મોહના ઉદયથી શબ્દાદિ વિષયોમાં આસક્ત સમસ્ત દુઃખના સ્થાનરૂપ સંસારવાસને શારીરિક-માનસિક પીડા હોય, રાજાએ કરેલા ઉપદ્રવ સહન કરતા હોય, અગ્નિમાં જેમનું સર્વસ્વ બળી ગયું હોય. છતાં પણ તે સંસારવાસને) છોડતા નથી. ત્યાં જ રહેલા જયારે દુઃખ પડે ત્યારે તે પિતા ! હે માતા ! હે દેવ ! આવી રીતે કરૂણ રૂદન કરવા છતાં પણ દુઃખ દૂર કરવામાં કુશળ, મોક્ષના સાધનરૂપ, સંયમ અનુષ્ઠાનને ગ્રહણ કરતા નથી. તેવી જ રીતે આલોકમાં વિવિધ પ્રકારના વ્યાધિથી યુક્ત થાય છે. પરલોકમાં પણ નરકાદિમાં મોટી (ઘણી) વેદના અનુભવે છે.
નરક-તિર્યંચ, મનુષ્ય અને દેવ એવા લક્ષણવાળી ચાર ગતિઓ છે. ત્યાં નરકમાં ચાર લાખ યોનિ, પચ્ચીશ લાખ કુલકોટી, તેત્રીશ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ (આયુષ્ય) છે. પરમાધામીકૃત તથા એકબીજા દ્વારા થતી (પરસ્પર) થતી કાન છેદવા, આંખના ડોળા બહાર કાઢી નાખવા, હાથ-પગ ભાંગવા, હૃદય બાળવું વિ. પ્રતિક્ષણે ભયંકર દુઃખોવાળા નારકીના જીવોને શબ્દથી ન કહી શકાય તેવી વેદના હોય છે. તિર્યંચગતિમાં પૃથ્વીકાય આદિ પ્રાણીઓને સ્વ-પર શસ્ત્ર દ્વારા થયેલી શીત-ઉષ્ણ આદિ ઘણી જ વેદના હોય છે...! મનુષ્યગતિમાં વેદના આવા પ્રકારની છે. હુવંત્રીfક્ષમળે, વલ્પમસ્તિકિશ્વિત્ !”
આ મનુષ્ય જન્મમાં સ્ત્રીની કુક્ષિને વિષે ગર્ભમાં રહેવું તે જ પ્રથમ દુઃખ છે. બચપનમાં પણ મલ આદિથી ખરડાયેલું શરીર અને સ્ત્રીનું સ્તનપાન કરવું તે દુઃખ છે. તરૂણ અવસ્થામાં પણ