________________
आचारांगसूत्र
२२९ કર્મ ઓછા થાય છે તેવું માનવું, તે ભાવથી કર્મ લાઇવ) તેને જ સહન કરતાં કર્મક્ષય માટે જાગૃત થયેલ મુનિ સંસારના કારણભૂત રાગ-દ્વેષ-કષાયની પરંપરાને ક્ષાન્તિ આદિ વડે ક્ષય કરીને સમતા રાખે. જેમ જિનકલ્પી કોઈક સાધુ એક, બે અથવા ત્રણ કલ્પને ધારણ કરે. અને વિકલ્પી મુનિ માસક્ષમણ, પાસક્ષમણ અથવા વિગઈ સહિત કે વિગઈ રહિત તપ કરે અથવા તો કુરગડુ મુનિની જેમ દરરોજ આહાર પણ કરે. તીર્થંકરની આજ્ઞા અનુસાર આ સર્વે પણ પરસ્પર નિંદા નહીં કરતા અને સમદર્શી હોય છે.
આવા મુનિ સર્વસંગથી અને સર્વ સાવઘ અનુષ્ઠાનથી અટકેલા, પ્રતિક્ષણ વિશુદ્ધ ચારિત્રનાં પરિણામથી, મોહનીય કર્મનો ઉદય અટકાવવાથી, લઘુકર્મીક થયેલા પ્રતિક્ષણે ઉત્તરોત્તર ચડતાં સંયમસ્થાન કંડકને પ્રાપ્ત કરતાં અત્યંત પરાભવ રહિત થઈ યથાખ્યાતચારિત્રની પ્રાપ્તિને સન્મુખ થયેલો પોતાનો અને પરનો (બીજાનો) રક્ષક થાય છે, જેમાં સમુદ્રથી પાર ઉતરવાની ઈચ્છાવાળા નાવિકો નાવને સિંહલાદિ દ્વીપને પ્રાપ્ત કરીને આશ્વાસન પામે છે. તેવી રીતે ભાવ સન્થાન માટે ઉસ્થિત સાધુને મેળવીને બીજા પ્રાણીઓ આશ્વાસન પામે છે.
જેમ સૂર્ય વિ. ઘટાદિને જણાવવાથી હેય, ઉપાદેય, હાન, ઉપાદાન માટે પ્રવૃત્ત જીવોને સૂર્ય સહકારી-સહાયક થાય છે. તેમ જ્ઞાન-સન્ધાન માટે ઉસ્થિત પરિષહ આદિથી અક્ષોભિત ભાવ સમાન સાધુ વિશિષ્ટ ઉપદેશના દાનથી બીજાને પણ ઉપકાર કરે છે. તેમજ કુતર્ક આદિ વડે નહીં જીતાયેલા એવા ભગવંતે ઉપદેશેલા ધર્મની તરફ ભાવસન્ધાનમાં તત્પર, સંયમમાં અરતિ દૂર કરનારા, મોક્ષની નજીક રહેલા, ભોગોની ઈચ્છા વિનાના મુનિઓ સમ્યમ્ ઉસ્થિત (જાગૃત) કહેવાય છે. અને વળી જે વિશિષ્ટ જ્ઞાનના અભાવે આજ સુધી સમ્યગૂ ઉસ્થિત નથી. પણ વિવેકી છે તેવા મુનિઓને આચાર્ય આદિ વડે તેના પરિપાલન માટે સદુપદેશના દાન દ્વારા શાસ્ત્રયુક્ત બુદ્ધિ કરાય. વિધિપૂર્વક આચારાંગ આદિને ભણાવવું અને ચારિત્ર ગ્રહણ કરાવવું જોઈએ. તેમાં કેટલાક તુચ્છ શિષ્યો આચાર્ય આદિ વડે શ્રુતજ્ઞાન પામીને બહુશ્રુત થયેલા પ્રબળ મોહના ઉદયથી સદુપદેશને નહીં ગણકારતા, અત્યંત અભિમાની થવાથી જ્ઞાનાદિ ત્રણના ઉપશમને છોડીને જ્ઞાનના અંશમાત્રથી અભિમાની થયેલા અવસરે મારા જેવો કોઈ શબ્દ અર્થના નિર્ણય માટે સર્વ સમર્થ નથી જ એ પ્રમાણે બુદ્ધિરહિત, અભિમાની આચાર્ય પણ શું જાણે છે? વિ. દ્વારા પોતાની ઉદ્ધતાઈ પ્રગટ કરે છે. બીજા કેટલાક મુનિઓ બ્રહ્મચર્યમાં રહેલા, આચારના અર્થને કરતા છતાં પણ પરમાત્માની આજ્ઞાને બહુ નહીં માનતા. શાતાગૌરવની બાહુલતાથી શરીરની બાકુશિકતા (સુખશીલતા)નું આલંબન કરે છે. ત્રણ ગારવમાંથી એકાદ ગારવના દોષથી તેવા મુનિ જ્ઞાનાદિ મોક્ષમાર્ગમાં સારી રીતે રહેતા નથી. કામ વડે બળાયેલા, સાચા-ખોટાના વિવેકથી ભ્રષ્ટ કરે છે. આવા જીવો સામાન્ય માણસોને પણ નિંદા કરવા લાયક થાય છે. તેથી આ સર્વ જાણીને મર્યાદામાં રહીને વિષય સુખની તૃષ્ણા રહિત, કર્મ દૂર કરવામાં સહનશીલ થઈને સર્વજ્ઞ ભગવંતે કહેલા ઉપદેશ મુજબ સર્વકાળે પરાક્રમયુક્ત રહેવું જોઈએ.