________________
सूत्रार्थमुक्तावलिः
ત્રણ ગૌરવમાં અપ્રતિબદ્ધ, નિર્મમ, નિષ્કિંચન, નિરાશ એવો તે પંડિત સાધુને વિચરવાલાયક સાડા પચ્ચીશ દેશમાં એકાકીપણે વિચરતા તિર્યંચ-મનુષ્ય-દેવાદિથી કરાયેલ, ભય વિ., હાસ્ય વિ. ચારથી થયેલ, અનુકૂલ કે પ્રતિકૂલ બેમાંથી એક અથવા બંને પ્રકારના ઉપસર્ગથી ચલાયમાન નહીં થતો.
२३०
મેં બાંધેલા નક્કી (નિકાચિત) કર્મથી આવતું દુઃખ અહીંયા નહીં ભોગવું તો નરકાદિમાં ફરીથી પણ ભોગવવું જ પડશે વિ. વિચારણાપૂર્વક સારી રીતે સહન કરે.
રાગ-દ્વેષ રહિત થઈ, પ્રાણીઓને વિષે દયા ધારણ કરતો તે મુનિ યાવજ્જીવ દ્રવ્યાદિ ભેદ વડે અને આક્ષેપણી આદિ કથા વિશેષથી પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, રાત્રિભોજન આદિથી અટકવારૂપ યથાયોગ્ય ધર્મ ચાર મહાવ્રતયુક્ત પાર્શ્વનાથના શિષ્યને, પોતાના શિષ્યને હંમેશાં ઉત્થિતને અથવા નહિ ઉત્થિત એવા શ્રાવકાદિમાં ધર્મ સાંભળવાની ઈચ્છાવાળા હોય તો અથવા તો પોતાની સેવા કરતા હોય અથવા સેવા ન પણ કરતા હોય તો પણ જેમ પોતાને સંયમ આદિમાં બાધા ન પહોંચે તે રીતે સ્વનું સંભાળીને ઉપદેશ આપે. આ રીતે યાવજ્જીવ કર્યા બાદ મરણ સમય આવે ત્યારે, સંસારના અથવા કર્મના ભારથી, છેડે પહોંચેલ મુનિ ઉદ્વિગ્નતા, રહિત થઈ બાર વર્ષની સંલેખનાપૂર્વક આત્માને સંલેખીને પર્વતની ગુફા વિ.ની શુદ્ધભૂમિમાં પાદપોપગમન, ઈદ્ગિત મરણ, ભક્તપરિશા આદિમાંથી કોઈપણ એક અનશન દ્વારા શરીરની સાથેથી જીવ જ્યાં સુધી જુદો ન પડે ત્યાં સુધી સમતાની ઈચ્છા રાખે -
આ રીતે કર્મધૂનનને ભગવાન ઉપદેશે છે એ પ્રમાણે ભાવાર્થ છે. ।।૪ગા
तदेवं कर्मधूननमभिधाय तत्सफलतासस्पादकमन्तकालेऽपि सम्यङ्निर्याणमभिधातुकामः कुशीलानां प्रावादुकशतानां सङ्गं दर्शनविशुद्धयै विहायाधाकर्मादेश्च परित्यागं कुर्यादित्याह
प्रावादुकयोगमुज्झित्वा सदोषमाहारादि नादद्यात् ॥ ४४ ॥
प्रावादुकेति, प्रकृष्टो वादो येषान्ते प्रावादुकाः शाक्यादय:, तेषां योगः सम्बन्धस्तम्, अशनपानखादिमस्वादिमवस्त्रपात्रादिप्रदानादानादिभिस्तेषां योगं सम्यग्विजह्यात्, ते हि सावद्यारम्भार्थिनो विहारारामतडागकूपकरणौद्देशिकभोजनादिभिर्धर्मं वदन्तः करणैः प्राणिसमारम्भिणोऽन्यदीयमदत्तं द्रव्यं तद्विपाकमविगणय्याददानाः केचित्परलोकमपवदन्तः, केचिल्लोकं नवखण्डपृथिवीलक्षणं सप्तद्वीपात्मकं वा प्रकाशयन्तः, अन्ये उत्पादविनाशयोराविर्भावतिरोभावात्मकतया लोकस्य नित्यतां सरित्समुद्रादेर्निश्चलतामाविष्कुर्वन्तः, इतरे च लोकस्य सादिसपर्यवसितत्वमीश्वरकर्तृकत्वञ्चाभिदधानाः परे यादृच्छिकत्वमन्ये भूतविकारजत्वमपरे चाव्यक्तप्रभवत्वं लोकस्य जल्पन्तः स्वतो नष्टा अन्यानपि विनाशयन्ति, एते