________________
શ્રી આચારાંગ સૂત્ર (૨૫૫૪ શ્લોક પ્રમાણ) (શ્રી શીલાંકાચાર્ય કૃત ટીકા - ૧૨૦૦૦ શ્લોક પ્રમાણ)
આ આચારાંગસૂત્ર જીવનશુદ્ધિના સ્તરને ઊંચુ લાવવા માટે ખાસ સૂત્ર છે. દરેક જીવો સાથે આત્મિયભાવ ઊભો કરવો અને તે માટે છ પ્રકારના જીવોની જયણા કરવા દ્વારા આચારની શુદ્ધિ શી રીતે કરવી ? તેની સમજૂતી આ સૂત્ર આપે છે. હાલતા-ચાલતા જીવોનો જીવ તરીકે સ્વીકાર કરવો સહેલો છે પણ પૃથ્વી-પાણી-અગ્નિ-વાયુ અને વનસ્પતિ પણ જીવ છે એવી સચોટ દલીલો સાથે આ આગમમાં સિદ્ધિ કરવામાં આવી છે. એમાં તર્ક અને શ્રદ્ધાનો અદ્ભુત સમન્વય જોવા મળે છે.
{ પ્રથમ શ્રુતસ્કંધ કે અધ્યયન-૧, શસ્ત્રપરિક્ષા, ઉદ્દેશ-૭
• પૂર્વભવ-પરભવ બાબતનું સંપૂર્ણ વિવરણ. • પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય-ત્રસકાય આદિ જીવોનું અસ્તિત્વ,
તેની હિંસાનું વિષમફળ, હિંસામાં અંધ થયેલાનું ઉદાહરણ તથા હિંસાથી નિવૃત્ત થવાનો
ઉપદેશ. • સમ્યક્તી જીવનું લક્ષણ-ફળ.
• ત્યાગી મુનિના જીવનની વાતો. અધ્યયન-૨, લોકવિજય, ઉદ્દેશ-૬
• સંસાર ભ્રમણનું મૂળ કારણ-નિવૃત્તિ-આત્મોપદેશ. • અનિત્ય, અશરણ આદિ ભાવનાઓનું વર્ણન. • અહિંસાનું વિસ્તૃત વર્ણન. • મદનિષેધ. (૮ પ્રકારના મદ કરવા નહીં તથા કરવાથી થતા નુકસાનો) • ભોગની ભયંકરતા, ભોગોથી થનારા રોગો, કામ-ઈચ્છાની ભયંકરતા. • આહાર કેવો લેવો? ક્યારે લેવો? ક્યો લેવો? આ બાબતોનું વિસ્તૃત વર્ણન. • અમમત્વ (કોઈ પણ વસ્તુ-વ્યક્તિ ઉપર મોહ-મમત્વ રાખવું નહીં.)નો ઉપદેશ.