________________
१८६
सूत्रार्थमुक्तावलिः न मूर्च्छया धारयेत्, अपि तु संयमोपकारितया बिभृयात्तादृशस्यापरिग्रहरूपत्वात्, परिग्रहश्च दूरतः परिहर्त्तव्यस्तत्परिहरणञ्च न विना निदानोच्छेदेन, निदानन्तु शब्दादिपञ्चगुणानुगामिनः कामाः, तत्र प्रमादवता न भाव्यमिति ॥ २५ ॥
હવે જેણે ભોગની ઈચ્છા તજી છે. તેવો સાધુ લાંબાકાળ સુધી સંયમની સાધના માટે, શરીરના પોષણ માટે લોકોની નિશ્રામાં લોકોની વસ્તિમાં) વિચરે. કારણ કે આશ્રય વિનાને દેહને રક્ષણ યોગ્ય વસ્તુ મળી શકે નહીં અને તેના વગર ધર્મનું પણ અસંભવપણું થાય. તેથી તેની વૃત્તિના નિયમને કહે છે.
સૂત્રાર્થ :- (પૃથ્વીકાય આદિ) શસ્ત્રથી અટકેલ, સમયજ્ઞ, ભિક્ષુએ શુદ્ધ આહારાદિ ગ્રહણ કરવા જોઈએ.
ભાવાર્થ - પૂર્વે કહેલ વિવિધ પ્રકારના શસ્ત્રકર્મના સમારંભથી રહિત એ પ્રમાણે અર્થ છે. આના વડે (આ જણાવવા વડે) સાધુએ સ્વયં પાકાદિ ન કરે-કરાવે અથવા બીજાને કરવાનો આદેશ ન કરે એ પ્રમાણે સૂચન કરાયું છે. કારણ કે સાધુ ત્રણ કરણ વડે આરંભ-સમારંભથી અટકેલ છે. જેઓએ પદાર્થનું સત્ય સ્વરૂપ જાણ્યું નથી. એવા જીવો સુખની પ્રાપ્તિ તેમજ દુઃખથી છૂટવા માટે. જીવોના નાશ કરનાર દ્રવ્યાદિના ભેદથી યુક્ત શસ્ત્રો વડે આરંભ-સમારંભરૂપ કાયિકી, અધિકરણીકી આદિ અથવા તો ખેતીવાડી આદિરૂપ ક્રિયાઓને કરે છે. તેમાં સંરંભ અર્થાત્ ઈષ્ટની પ્રાપ્તિ અને અનિષ્ટના પરિહાર માટે પ્રાણાતિપાત આદિને સંકલ્પપૂર્વક કરવું. તે પ્રાણાતિપાતાદિના કારણરૂપ તેની સાથે જોડાયેલ શરીર અને વાણીના વ્યાપારથી થયેલી જે પીડા વિ.રૂપ સમારંભ છે. ત્રણ દંડના વ્યાપારાદિથી કરાયેલી પ્રાણાતિપાતાદિ ક્રિયા તે આરંભ કહેવાય છે કાલજ્ઞ ઇત્યાદિ મૂળને સ્પષ્ટ કરે છે. પડિલેહણાદિ સર્વ ક્રિયા એક બીજાને બાધા ન પહોંચે તે રીતે. તેના યોગ્ય સમયે કરે અર્થાત્ યોગ્ય સમય જાણે અને તે જ રીતે વર્તે. પરમાર્થદર્શી કાલજ્ઞ સાધુ ધર્મનાં ઉપકરણ પણ ત્રણ કરણ તથા ક્રય-વિક્રય આદિથી રહિત ગ્રહણ કરે અને આહારાદિ પણ ઉદ્દમાદિ દોષથી રહિત ગ્રહણ કરે. તેમજ શરીરના પોષણ માટે ખાવું જોઈએ. તથા ભિક્ષા સમય થાય ત્યારે અવસરને જાણનાર સાધુ ભિક્ષા માટે ગયેલો હોય ત્યાં કોઈક કાંઈક પ્રશ્ન પૂછે તો તેના જવાબ દેવા કુશલ રહેવું.
દા.ત. ગોચરી ગયેલા સાધુને કોઈ ગોચરીના દોષોને પૂછે તો સારી રીતે કહેવા. કોઈ આ પ્રમાણે કહે કે સર્વ લોકો સ્નાન કરે છે તમે કેમ નથી કરતા? ગ્રીષ્મઋતુના ભરબપોરે અત્યંત તીવ્ર સૂર્યના કિરણોના સંસર્ગથી જેના શરીરમાંથી પરસેવાના ટીપા કરી રહ્યા છે એવા સાધુને પૂછે (તમે સ્નાન કેમ નથી કરતાં ?) તો કહે કે પ્રાયઃ કામનું = વિકારનું કારણ જલસ્નાન છે તેથી તેનો નિષેધ કરેલો છે. એ પ્રમાણે કહે છે. જવાબ આપે છે. તેથી કાલને જાણનાર (સમય) સાધુ અકથ્યને શપરિજ્ઞાથી જાણીને અને પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે ત્યાગ કરીને નિર્દોષ એવા આહારને