________________
१८८
सूत्रार्थमुक्तावलिः સંયમ તથા દેહના નિર્વાહ માટે લોકને અનુસરતો કામાદિના ફળને જાણતો, સંસાર સ્વરૂપનો જ્ઞાતા, મોક્ષના એક કારણભૂત એવા સમ્યગુજ્ઞાનને જાણતો, ભાવથી ગ્રહણ કરવા યોગ્ય સમ્યગુદર્શન, જ્ઞાન, ચારિત્રને ગ્રહણ કરીને, સર્વ સાવઘક્રિયા માટે ન કરવી એવી પ્રતિજ્ઞાવાળો, ત્રણ કરણ વડે અઢાર પાપ કર્મના સમારંભથી અટકેલો (આવા સાધુએ) કર્મક્ષય થવામાં વિઘ્નરૂપ પ્રાણીઓના શારીરિક-માનસિક દુઃખના ઉત્પત્તિના મૂળરૂપ-કારણભૂત એવી આત્મીયતાનેપોતાનાપણાના આગ્રહને મમત્વભાવને ત્યાગ કરવો જોઈએ. વિ. કહે છે.
સૂત્રાર્થ :- મમત્વરહિત આત્માઓએ પ્રાણીઓની પીડા સ્વરૂપ (કારક) આરંભમાં પ્રયત્ન ન કરવો જોઈએ.
ભાવાર્થ:- આ મારૂં છે એવું બુદ્ધિરહિત, પરિગ્રહના ફળને જાણનારો પરિગ્રહને દૂર કરે છે. “આ મારું” એ પ્રમાણેનો અધ્યવસાય દ્રવ્ય-ભાવ પરિગ્રહના કારણરૂપ છે. જેના વડે આ મલિન જ્ઞાનરૂપ પરિગ્રહનો અધ્યવસાય દૂર કરાયો છે તે જ ખરેખર બાહ્ય-અત્યંતર પરિગ્રહનો ત્યાગી છે. અને આવા સાધનો ચિત્તમાં પરિગ્રહની કાલુષતા (મલિનતા)નો અભાવ હોવાથી જિનકલ્પીની જેમ ગામ સંબંધી કે પૃથ્વી સંબંધી પણ નિષ્પરિગ્રહતા જ છે. આથી જ આપ્તભયને જાણ્યો છે જેણે એવો, સંયમ અનુષ્ઠાનમાં તત્પર, સાધુને કદાચ મોહનીયના ઉદયથી જો સંયમમાં અરતિ (અને) કે અસંયમરૂપ વિષયોમાં રતિ થાય તો ત્યારે તે દુષ્ટમનવાળો (વિચલિત મનવાળો) વિષયોમાં આનંદ પામતો નથી. અથવા ખરાબ વિષયોમાં દ્વેષ કરતો નથી. આ જ પરિગ્રહથી મુક્ત થયેલો સંસાર-સમુદ્રને તરે છે. તેથી વિષય, શરીર, રૂપ, બલ આદિમાં મમત્વ ન કરવું જોઈએ. ખરેખર કર્મક્ષયમાં અંતરાયરૂપ પ્રાણિપીડાનું મુખ્ય કારણ મમત્વ છે. અને તેનાથી યુક્ત (મમત્વથી યુક્ત) પૃથ્વીકાય આદિ સમારંભ કરે છે. અને એક પૃથ્વીના સમારંભમાં પ્રવૃત્ત જીવ બીજા કાય (અપકાયના સમારંભથી અઢાર પ્રકારના પાપકર્મમાં અથવા અવશ્ય વર્તે જ છે. જેમ કુંભારશાલામાં (માટીમાં) પાણી છાંટવું. આ દષ્ટાંત વડે એક કાયના સમારંભમાં પરકાય સમારંભ થાય છે. પ્રતિજ્ઞાના લોપથી મૃષાવાદ લાગે છે. જે પ્રાણીની હિંસા કરાય છે તેને, તથા તીર્થકરોએ પ્રાણીની હિંસાની અનુમતિ નથી આપી તેથી અદત્તાદાન લાગે છે. સાવદ્યનું કારણ હોવાથી પરિગ્રહ દોષ લાગે છે. આ બધા દ્વારા મૈથુન તેમજ રાત્રિ ભોજનનો પણ પ્રસંગ આવી પડે છે. તેથી જ પરિગ્રહ દ્વારા સાક્ષાત્ કે પરંપરાએ (પાપનો) ભય થાય જ છે. આવું વિચારીને પરિગ્રહનો આગ્રહ છોડી સંયમ અનુષ્ઠાનમાં સારી રીતે યત્ન કરવો જોઈએ..! I૨૬ll
अयमेव मुक्तिगमनयोग्यः परोपदेशकश्चेत्याहअयमेवाज्ञानुवर्युपदेशकश्च ॥ २७ ॥
अयमेवेति, धनधान्यादिभी रागद्वेषादिभिश्चातिक्रान्तः साधुः कषायतृणपटलदावानलकल्पाया असिधाराकल्पायाश्च भगवदाज्ञाया अनुवर्तनशीलः, आज्ञाप्यते जन्तुगणो हितप्रवृत्ती