________________
आचारांगसूत्र
२०३
ભાવાર્થ છે. નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવ એમ સમ્યક્ત્વના ચાર નિક્ષેપા છે. નામ-સ્થાપના તો પ્રસિદ્ધ જ છે. જ્ઞશરીર, દ્રવ્યશરીરથી ભિન્ન દ્રવ્ય સમ્યક્ત્વ છે. તે જણાવે છે.
કૃતદ્રવ્ય સમ્યક્ત્વ - નવા ૨થ આદિ બનાવવા સમાન કૃતદ્રવ્ય સમ્યક્ત્વ છે. સંસ્કારદ્રવ્ય સમ્યક્ત્વ - ભાંગી ગયેલા રથના અવયવો સમાન સંસ્કારદ્રવ્ય સમ્યક્ત્વ છે. સંયુક્તદ્રવ્ય સમ્યક્ત્વ - બીજા ગુણ પૂર્ણ કરવા માટે કરાયેલ દ્રવ્ય સંયોગ સમાન સંયુક્ત દ્રવ્ય સમ્યક્ત્વ છે.
પ્રયુક્ત-ઉપયુક્તદ્રવ્ય સમ્યક્ત્વ - પ્રયુક્ત કરાયેલું જે આત્માને લાભનું કારણ હોય તેવા સમાધાન માટે જે થાય તે સમાન પ્રયુક્ત-ઉપયુક્ત સમ્યક્ત્વ છે.
પરિત્યક્તદ્રવ્ય સમ્યક્ત્વ - છોડી દીધેલા ભાર આદિ સમાન પરિત્યત સમ્યક્ત્વ છે. ભાંગી ગયેલા દહીં અથવા તો વાસણના ટુકડા સમાન ભિન્નદ્રવ્ય
ભિન્નદ્રવ્ય સમ્યક્ત્વ
-
સમ્યક્ત્વ છે.
છિન્નદ્રવ્ય સમ્યક્ત્વ - છેદન કરાયેલા માંસાદિ સમાન છિન્ન દ્રવ્ય સમ્યક્ત્વ છે.
તે તેના મનના સમાધાનનો હેતુ હોવાથી દર્શન-જ્ઞાન-ચારિત્રના ભેદથી ભાવ સમ્યક્ત્વ ત્રણ પ્રકારે છે. દર્શન અને ચારિત્ર પણ, દરેકના ઔપશમિક, ક્ષાયોપશમિક, ક્ષાયિક ભેદ વડે ત્રણ પ્રકારે છે. ઉપશમશ્રેણીમાં ઔપમિક દર્શન છે. સમ્યક્ત્વ પુદ્ગલની પ્રાપ્તિથી થયેલ અધ્યવસાય તે ક્ષાયોપશમિક દર્શન છે. દર્શન મોહનીયના સંપૂર્ણ ક્ષયથી ક્ષાયિક દર્શન થાય છે. તે જ રીતે ઉપશમશ્રેણીમાં ઔપશમિક ચારિત્ર છે. કષાયના ક્ષયોપશમથી ક્ષાયોપર્શમક ચારિત્રની પ્રાપ્તિ થાય છે. જ્ઞાન ક્ષાયોપશમિક અને ક્ષાયિક એમ બે ભેદ છે. ચાર પ્રકારના જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી મત્યાદિ ચાર પ્રકારનું જે જ્ઞાન થાય તે ક્ષાયોપશમિક જ્ઞાન છે. સંપૂર્ણ ઘાતીકર્મના ક્ષયથી ક્ષાયિક એવું કેવલજ્ઞાન થાય છે. આ સમ્યગ્દર્શન વિના વ્રતનિયમ પાળતા સ્વજન-ધન અને ભોગોને છોડે છે છતાં કર્મક્ષય થતો નથી. આથી કર્મને જીતવાની ઈચ્છાવાળાએ સમ્યગ્દર્શન પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો જોઈએ. એ પ્રમાણે ભાવાર્થ છે. II૩૨
अथ शस्त्रपरिज्ञया परिज्ञातजीवाजीवपदार्थेन मुमुक्षुणा संसारमोक्षकारणे निर्णेतव्ये, सम्यक्त्वस्य सप्तपदार्थश्रद्धानरूपत्वात्, अतस्तन्निर्णयायाह
बन्धनिर्जरास्थानानि विज्ञाय निर्विकल्पो न प्रमाद्येत् ॥ ३३ ॥
बन्धेति, कर्मबन्धस्थानानि तन्निर्जरास्थानानि च संसारमोक्षकारणानि, स्रगादीनि ह सुखकारणतया सामान्यजनैः परिगृहीतानि कर्मबन्धहेतुत्वादास्रवरूपाणि भवन्ति, तान्येवावगततत्त्वानां सम्परित्यक्तविषयाणां वैराग्यजनकतया कर्मनिर्जरास्थानानि भवन्ति तथा यान्ये