________________
२०५
आचारांगसूत्र
સૂત્રાર્થ :- બંધ અને નિર્જરાના સ્થાન જાણીને નિર્વિકલ્પ સાધુએ પ્રમાદ ન કરવો જોઈએ.
ભાવાર્થ :- કર્મ બંધના સ્થાને સંસારના અને કર્મનિર્જરાના સ્થાન મોક્ષના કારણભૂત છે. ફૂલની માળા વિગેરે ખરેખર સુખના સાધનરૂપ સામાન્યજન વડે ગ્રહણ કરાયેલી હોય તે કર્મબંધમાં કારણભૂત હોવાથી આશ્રવરૂપે થાય છે.
તે જ ફૂલની માળાનું (આવતી કાલે કરમાઈ જશે વિ. તેના નાશનું સ્વરૂપ વિચારવાથી.) સાચું સ્વરૂપ જેણે જાણ્યું છે. તેવા છોડ્યા છે સર્વ વિષયસુખો તેવા માટે વૈરાગ્યનું કારણ અને કર્મનિર્જરાનું સ્થાન થાય છે. તેમજ જે અરિહંત પરમાત્માએ ફરમાવેલો સાધુધર્મ, તપ, ચારિત્ર, દશવિધ ચક્રવાલ સામાચારી આદિ અનુષ્ઠાન નિર્જરાના સ્થાનક છે. તે જ નિર્જરાના સ્થાનો કર્મના ઉદયને લીધે જેના શુભ અધ્યવસાય અટકી ગયા છે. દુર્ગતિના માર્ગમાં જે પ્રવૃત્તિ કરે છે, શાતાગારવ-ઋદ્ધિગારવમાં કુશળ, મહા આશાતના કરનાર પ્રાણીને પાપના મુખ્ય કારણરૂપ થાય છે. આ સર્વ જે જણાવ્યું તે સર્વ વસ્તુ તે અનેકાંતરૂપે છે. માટે ભિન્ન ભિન્ન રીતની વિચારધારા ઘટી શકે છે. આવું છે માટે જેટલા કર્મનિર્જરાના કારણરૂપ સંયમસ્થાનક છે. તેટલા જ કર્મબંધના કારણરૂપ અસંયમસ્થાનકો પણ છે. આ રીતે આશ્રવ દ્વારા આવેલા કર્મના બંધ. તપ, ચારિત્ર આદિ વડે તેનો મોક્ષ. આગમાનુસારે વિશેષ પ્રકારે જાણવો. જ્ઞાન અને જ્ઞાની પ્રત્યે શત્રુભાવ રાખવો, છૂપાવવું. અંતરાય કરવો, દ્વેષ કરવો ઈત્યાદિ અત્યંત આશાતના કરવાથી અને અવર્ણવાદ કરવાથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. એ જ રીતે દર્શનાદિની પ્રત્યેનીકતાથી દર્શનાવરણીય કર્મ બંધાય છે. જીવોની દયા, ઘણા જીવોને સુખ આપવું. તેનાથી શાતા વેદનીય કર્મ બંધાય છે. તેનાથી વિપરિત કરનારને અશાતા વેદનીય કર્મ બંધાય છે. અનંતાનુબંધી કષાયની ઉત્કટતાથી તેમજ અત્યંત દર્શનમોહનીય અને ચારિત્ર મોહનીયના ઉદયથી મોહનીય કર્મ બંધાય છે. મહાપરિગ્રહ, પંચેન્દ્રિયનો વધ, કુણિમાહારથી નરકાયુષ્ય બંધાય છે. માયાવી થઈને ખોટું બોલવાથી, ખોટા તોલ-ખોટા માપના વ્યવહારથી તિર્યંચાયુષ્ય બંધાય છે. સ્વાભાવિક રીતે વિનયી, દયા સહિત, ઈર્ષ્યા રહિત જીવોને મનુષ્યાયુષ્ય બંધાય છે. સરાગસંયમ, દેશવિરતિ, અજ્ઞાનતપ અને અકામ નિર્જરાથી દેવાયુષ્ય બંધાય છે. મન-વચન-કાયાનાં શુભયોગથી શુભ નામકર્મ અને તેનાથી વિપરિત અશુભ હોય તો અશુભ નામકર્મ બંધાય છે. જાતિ, કુલ, બલ, રૂપ, તપ, શ્રુત, લાભ, ઐશ્વર્ય આદિ આઠ પ્રકારના મદ (અભિમાન) ન કરવાથી ઉચ્ચ ગોત્ર અને જાતિ આદિ આઠ મદ કરવાથી અને બીજાની નિંદા કરવાથી નીચગોત્ર બંધાય છે. દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્ય, અંતરાય આટલા રૂપે અંતરાયકર્મ બંધાય છે. આ સર્વ આશ્રવ કર્મબંધના કારણરૂપ છે. બાહ્ય અને અત્યંતર એમ બે પ્રકારે તપ તે નિર્જરા છે. આ સઘળું સ્વરૂપ પરમાત્માના આગમને આધારે, શંકા રહિત સર્વજ્ઞ જે કહે છે તે જ ચૌદપૂર્વધર આદિ કહે છે. પરંતુ, પાખંડી આદિની જેમ વિરૂદ્ધ નથી કહેતા. પાખંડીઓ પોતાના દર્શનમાં રાગયુક્ત છે. તેથી પરદર્શનીઓની નિંદા કરતાં પરસ્પર વિવાદ કરે છે. તે પાખંડીઓમાં સાંખ્યદર્શનના અનુયાયીઓ આત્માને નિષ્ક્રિય, નિર્ગુણ,