________________
१९६
सूत्रार्थमुक्तावलिः देवनारकयोढेधा, तिर्यङ्मनुष्यगतिभ्यामेवागमनसद्भावात्, मनुष्येषु पञ्चधा, तत्र मोक्षगतिसद्भावात् । तदेवमागतिगतिपरिज्ञानाद्रागद्वेषपरित्यागः तदभावाच्च छेदनादिसंसारदुःखाभावः । यस्तु कुतो वयमागताः क्व यास्यामः किं वा तत्र नः सम्पत्स्यत इति न विचारयति तस्य संसार વિ રતિઃ સ્થાત્ II ર૬ /
ફક્ત પરિષહ-ઉપસર્ગ આદિ દુઃખ સહન કરે તે જ મુનિ નથી. પરંતુ સંયમનું અનુષ્ઠાન કરે છે. અથવા પાપ અનુષ્ઠાન (આચરણ) કરે છે તે મુનિ છે ? તેવી શંકાના સમાધાનમાં કહે છે.
સૂત્રાર્થ :- સંધિજ્ઞ એવો મુનિ ગતિ-આગતિ જાણીને રાગ-દ્વેષ વડે લિપ્ત થતો નથી.
ભાવાર્થ- સંધિ એટલે કાણું અથવા અવસર. તેને જે જાણે છે તે સંધિજ્ઞ. તે મુનિ સમ્યક્ત્વ પ્રાપ્તિરૂપ, સમ્યજ્ઞાન પ્રાપ્તિરૂપ અથવા ચારિત્ર મોહનીયના ક્ષયોપશમ રૂપ કર્મ વિવરણને કે ધર્માનુષ્ઠાનના અવસરને જાણીને જીવગણને દુઃખ થાય તેવી ક્રિયા ન કરે. સર્વ સ્થળે પોતાના આત્મા સરખું આચરણ કરવું જોઈએ. સર્વે પ્રાણીઓ દુઃખના દ્વેષી છે. સુખના ઈચ્છુક છે. તેથી ત્રણ કરણ વડે તે જીવોની હિંસા ન કરવી જોઈએ. આ રીતે સમતામાં રહેલા, આગમની વિચારણા વડે આત્માને ઈન્દ્રિયદમન, અપ્રમાદ આદિ વડે આત્માને પ્રસન્ન કરવો જોઈએ અને આત્મપ્રસન્નતા સંયમમાં રહેલાને જ થાય છે. અને નિશ્ચયનયથી આ જ મુનિ છે, પરંતુ પાપકર્મ નહીં કરવા માત્રથી મુનિ નથી. તેમાં મુનિપણાનું નિમિત્ત ન હોવાથી...! (પાપ કર્મમાં રક્તને મુનિપણું નથી હોતું.) જે બીજો પરસ્પર લજ્જા કે ભયથી પાપકર્મ કરતો નથી પરંતુ મુનિપણું હોવાથી નહીં, કારણ કે અદ્રોહ અધ્યવસાયથી યુક્ત મુનિ હોય છે અને તે ત્યાં નથી. બીજી ઉપાધિના આવેશથી (તે સિવાયની ઉપાધિ હોવાથી.) શુભ મનના પરિણામ રૂપ વ્યાપારથી જે કરે તેમાં જ મુનિપણું છે. અન્યથા નહીં. આ પ્રમાણે નિશ્ચયનયનો અભિપ્રાય છે.
વ્યવહારનયની અપેક્ષાએ તો જે સમ્યગ્દષ્ટિ છે. પરંતુ, પાંચ મહાવ્રતના ભારને વહન કરવામાં પ્રમાદી તેમજ અસમર્થ છે. તેથી પાંચ મહાવ્રતને મૂકી દીધા છે છતાં, સાથે રહેલા સાધુની શરમથી, ગુરૂ ભાવિ. પૂજયોના ભયથી, અહંકારથી વિ. કોઈપણ કારણથી આધાકર્મી આદિને ત્યાગતો પડિલેહણ આદિ ક્રિયા કરે છે. તીર્થપ્રભાવના માટે માસક્ષમણ, આતાપના લેવી વિ. લોકો દેખી શકે તેવી ક્રિયાઓ પણ કરે છે. તેમાં તેનો મુનિભાવ જ કારણરૂપ છે. કારણ કે આ બધી જ ક્રિયાઓ કરવાથી શુભ અધ્યવસાયની પ્રાપ્તિની સંભાવના છે. આવા પ્રકારનો મુનિ શબ્દાદિ પાંચ પ્રકારના વિષયમાં રાગ-દ્વેષ રહિત છે. તેથી જ ગુપ્તેન્દ્રિય છે. ગતિ-આગતિને જાણનાર છે. રાગ-દ્વેષ વડે નહીં ઘેરાયેલો ક્યારે પણ તલવાર આદિથી છેદાતો નથી, ભાલા વિ.થી ભેદતો નથી, અગ્નિ વિ.થી બળતો નથી. પરંતુ, રાગ-દ્વેષનો અભાવ હોવાથી મોક્ષને પ્રાપ્ત કરે જ છે.