________________
आचारांगसूत्र
१३३ (૨) ઈચ્છારહિતપણું (૩) જુગુપ્સા રહિત (૪) અમૂઢદષ્ટિ (૫) ઉપબૃહણા (ધર્મની પ્રશંસા) (૬) સ્થિરીકરણ (૭) વાત્સલ્ય (૮) ધર્મપ્રભાવના. એમ આઠ પ્રકારનો છે. ત્રણ ગુપ્તિ, પાંચ સમિતિ એ આઠ પ્રકારનો ચારિત્રાચાર છે. બાર પ્રકારનો તમાચાર છે. (અ) વીર્યાચાર અનેક પ્રકારનો છે. આ પ્રમાણે પાંચ આચારોને જણાવતો ગ્રંથ તે ભાવાચાર છે.
જેનાથી અતિ ગાઢ કર્મ આદિને ચલાયમાન કરાય તે આચાલ... તદુભય તિરિક્ત દ્રવ્ય (જ્ઞશરીર અને ભવ્ય શરીરથી.) (જુદું દ્રવ્ય) તે દ્રવ્યાચાલ, તે પવન અને ભાવાચાલ તે જ્ઞાનાદિ પાંચ પ્રકારનો છે. આગાલ = સમપ્રદેશમાં રહેવું તે. જ્ઞશરીર, ભવ્યશરીર બંનેથી જુદો તે દ્રવ્ય આગાલ. અહીં પાણી વિ. નીચા પ્રદેશમાં રહે છે તે દ્રવ્ય આગાલ અને જ્ઞાનાચાર આદિ ભાવ આગાલ. રાગાદિ રહિત આત્મામાં રહેવાનું હોવાથી, આકાર = તેમાં આવીને કરે છે તે આકર. (ખોદવાનું) જ્ઞશરીર, ભવ્યશરીરથી ભિન્ન તે દ્રવ્ય આકર. ચાંદીની ખાણ વિ. જ્ઞાનાદિ એ જ ભાવ આકર છે. ત્યાં નિર્જરા આદિ રત્નોનો લાભ હોવાથી. આશ્વાસ = જેમાં આશ્વાસન અપાય છે તે આશ્વાસ. જ્ઞશરીર અને ભવ્ય શરીરથી જુદા એવા વહાણ-દ્વીપ આદિ તે દ્રવ્ય આશ્વાસ. જ્ઞાનાચાર આદિ ભાવ આશ્વાસ. આદર્શ = જેમાં દેખાય તે આદર્શ. જ્ઞશરીર અને ભવ્ય શરીર તે દ્રવ્ય આદર્શ, દર્પણ વિ. જ્ઞાનાચાર આદિ ભાવ આદર્શ. અંગ = જેનામાં પ્રગટ કરાય તે અંગ. જ્ઞશરીર-ભથશરીરથી ભિન્ન મસ્તક, હાથ, આદિ તે દ્રવ્ય અંગ છે. જ્ઞાનાચાર આદિ ભાવ અંગ કહેવાય છે. આચર્ણ = સેવવું (ઉપયોગ કરવો) તે આશીર્ણ. તે નામાદિ-છ નિક્ષેપા છે. જ્ઞશરીર અને ભવ્ય શરીરથી ભિન્ન સિંહાદિનું ઘાસ વિ. છોડીને માંસ ભક્ષણ કરવું. તે દ્રવ્ય આશીર્ણ. ક્ષેત્ર આશીર્ણ = બાર્લીક દેશમાં સાથવો અને કોંકણ દેશમાં રાબ પીવાય છે. કાલ આચાર્ણ = રસ સહિત (સુંદર) ચન્દન, કાદવ આદિ. જ્ઞાનાચાર આદિ. ભાવ આશીર્ણ છે. આજાતિ = જેમાં ઉત્પન્ન થાય તે આજાતિ, જ્ઞશરીર, ભવ્યશરીરથી ભિન્ન મનુષ્ય આદિ તે દ્રવ્ય આજાતિ. અને જ્ઞાનાચાર આદિના કારણભૂત આ ગ્રન્થ તે ભાવ આજાતિ. જેમાંથી સર્વથા મૂકાય તે આમોક્ષ. જ્ઞશરીર-ભથશરીરથી ભિન્ન દ્રવ્યાત્મક આમોક્ષ તે બેડી વિ.થી છૂટવું તે અને ભાવ આમોક્ષ તે આઠે કર્મને મૂળમાંથી કાઢવા તે. આ સાધક અને આ જ આચાર છે એ પ્રમાણે..!
તે આ પ્રમાણે ભાવાચારનું કંઈક વિશેષથી એકાર્થ પ્રતિપાદન (બતાવતા.) કરતા હોવાથી... શક્ર, પુરન્દર વિ. શબ્દની જેમ પર્યાયવાચી જાણવા. આ આચાર ભગવાન વડે ક્યારે નિર્માણ કરાયો (સ્થપાયો) એના નિર્ણય માટે પ્રવર્તના દ્વાર વાંચવું. અને તે આચાર અર્થ સર્વે તીર્થકરોના તીર્થપ્રવર્તનની શરૂઆતમાં જ પહેલેથી હતો, હોય છે અને હશે જ. ત્યાર પછી બીજા અંગના અર્થો કહે છે. ગણધરો વડે પણ આના વડે જ આનુપૂર્વીથી તે સૂત્રરૂપે ગૂંથે છે. (રચના કરે છે.) અહીં મોક્ષના ઉપાયભૂત ચરણ-કરણના જણાવવા વડે પ્રવચનસારપણું હોવાથી અને બીજા અંગ અધ્યયન યોગ્યતા જણાવનાર હોવાથી બાર અંગોમાં આને પ્રથમ અંગ તરીકે કહ્યું છે. બીજા વિશેષ જાણવા યોગ્ય છે. તેમજ આ આચાર ગણિપણાના કારણમાં મુખ્ય ગણિના સ્થાનરૂપ છે.