________________
१६२
सूत्रार्थमुक्तावलिः
તેઉકાયની પ્રરૂપણા - તેઉકાય જીવો સૂક્ષ્મ અને બાદરરૂપે બે પ્રકારે છે. એ પ્રમાણે વાઉકાય, વનસ્પતિકાય પણ બે ભેદે છે. તેમાં જે સૂક્ષ્મ તેઉકાય છે તે સર્વલોકને વ્યાપીને રહેલા છે. અંગારા, અગ્નિ, જ્યોત, જવાલા અને તણખાના ભેદથી પાંચ પ્રકારના બાદ તેઉકાય જીવો છે.
આ પોતાના સ્થાનને અંગી કરવાથી મનુષ્ય ક્ષેત્રમાં અઢીદ્વીપમાં સમુદ્રમાં અવ્યાઘાતપણે પંદર કર્મભૂમિમાં હોય છે અને વ્યાઘાત થાય તો પાંચ મહાવિદેહમાં હોય છે. બીજે સ્થળે નહીં.
આ જીવોનું ઉત્પત્તિસ્થાન લોકના અસંખ્યાતમા ભાગે છે. જ્યાં બાદર જીવો પર્યાપ્ત છે ત્યાં જ બાદર અપર્યાપ્તા જીવો પણ છે. તેઓનું ઉત્પત્તિ તેની નિશ્રાથી થતી હોવાથી. (અપર્યાપ્તા જીવો) પર્યાપ્તા જીવોને આશ્રયી સંભવે છે. તેમાં સૂક્ષ્મ અને બાદર જીવો પર્યાપ્તા-અપર્યાપ્તાના ભેદ વડે. બે પ્રકારના છે. અને આ વર્ણાદિ વડે હજાર ભાંગા વડે સંખ્યાતી યોનિથી લાખો ભેદયુક્ત થાય છે. અને ત્યાં સંવૃત્ત ઉષ્ણયોનિ સચિત્ત-અચિત્ત-મિશ્રના ભેદ વડે ત્રણ પ્રકારની છે. આમ આની (તેઉકાયની) સાત લાખ યોનિ છે.
જેમ ઘરમાં દરેક દરવાજા તથા બારી બંધ હોવા છતાં ઘરની અંદર રહેલા ધૂમાડાની જેમ રહેલા છે. (ધૂમ રહી શકે છે.) તેમ સૂક્ષ્મ વાયુકાયજીવો સર્વલોકવ્યાપી છે. બાદર વાયુકાય આ પાંચ પ્રકારનો છે. (૧) ઊંચે ભમતો (૨) ગોળ ફરતો (૩) ગુંજારવ કરતો (૪) ઘન (ઘટ્ટ)વાયુ (૫) શુદ્ધવાયુના ભેદથી અને વાયુકાયની સાત લાખ યોનિ થાય છે. સૂક્ષ્મ વનસ્પતિના જીવો સર્વલોકવ્યાપી ચક્ષુથી ગ્રહણ નહીં કરાતા એક સ્વરૂપવાળા છે. બાદર વન-કાય જીવો પ્રત્યેકસાધારણના ભેદથી બે પ્રકારના છો. પત્ર, પુષ્પ, ફલ, મૂલ આદિને દરેકને (એક-એક) જીવ જેમાં છે તે પ્રત્યેક જીવો છે. વૃક્ષ, થડ અને શાખા વિનાનું વૃક્ષ (ગુલ્મ), નહીં ખીલેલી કુંપળનો ગુચ્છો (ધાન્યનો છોડ), વેલડી, વેલો, ગાંઠ, તણખલું, વલય, લીલી વનસ્પતિ, ઔષધિ, પાણીમાં ઊગતી વનસ્પતિ, કુણાવૃક્ષ વિ.ના ભેદ વડે બાર ભેદે છે. એક જ શરીરની અંદર એકમેક થઈને રહેલા સાધારણ વનસ્પતિકાયના જીવોના પણ અનેક ભેદો છે. સંક્ષેપથી આ સર્વે પણ અગ્રમૂલ, સ્કંધ, પર્વ, બીજ, વૃક્ષ અને સમૂચ્છિમ એમ છ ભેદે છે. પર્યાપ્તા પ્રત્યેક વનસ્પતિકાયના જીવો ઘનીકૃત ચૌદ રાજલોકના અસંખ્યાતમા ભાગમાં રહેલા આકાશ પ્રદેશની સંખ્યા પ્રમાણવાળા અને બાઇર પર્યાપ્તા તેઉકાય જીવો કરતાં અસંખ્યાત ગુણા છે. સાધારણ વનસ્પતિકાય જીવો સૂક્ષ્મ-બાદર-પર્યાપ્તા અને અપર્યાપ્તા એમ ચાર ભેદે છે. અને તે ચારેય અલગ ૨) ગણતાં અનંતા લોકાકાશના પ્રદેશ પ્રમાણ છે. પણ, તફાવત એટલો છે કે સાધારણ બાદર પર્યાપ્તા જીવો કરતાં સૂક્ષ્મ અપર્યાપ્તા અસંખ્યાત ગુણા છે. તેના કરતાં સૂક્ષ્મ પર્યાપ્તા જીવો અસંખ્યાતગુણા છે. વનસ્પતિકાય જીવોની સંવૃત્ત યોનિ છે. જે સચિત્ત, અચિત્ત અને મિશ્રના ભેદથી ત્રણ પ્રકારે છે. અને શીત-ઉષ્ણ-શીતોષ્ણ એમ પણ ત્રણ ભેદે છે. આમ, પ્રત્યેક ભેદ-પ્રભેદ ગણતાં પ્રત્યેક વનસ્પતિકાય જીવોની દશ લાખ યોનિ છે. તથા સાધારણ વનસ્પતિકાય જીવોની ચૌદ લાખ યોનિ છે.