________________
आचारांगसूत्र
१८१
વિષયાસક્ત તેઓ મોહમાં-અજ્ઞાનમાં ડૂબેલા છોડ્યા છે. ધર, સ્ત્રી, પુત્ર, ધન, વૈભવ એવા તે જીવો કોઈપણ કારણ વડે અપરિગ્રહત્વ, અહિંસાદિકની પ્રતિજ્ઞા ગ્રહણ કરેલી છે છતાં પણ કામના ઉપાય અને તેના આરંભ આદિમાં રહે છે. તેવા શાક્યાદિ ગૃહસ્થ પણ નથી અને સાધુ પણ નથી. ઘરના સુખને છોડ્યું છે અને યોગ્ય સંયમનો પણ અભાવ હોવાથી ઉભયભ્રષ્ટ થયેલા છે. તેથી આ આ જ્ઞાન છ જીવનિકાયને પીડાકારી શસ્ત્ર અને વિષય કષાય આદિ અપ્રશસ્ત કારણો જ્ઞરિજ્ઞાથી સારી રીતે જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે ત્યાગ કરવા જોઈએ. દૂર કરવું જોઈએ. સર્વ કષાયોમાં લોભનું પ્રાધાન્ય કહે છે. લોભને અલોભ વડે દૂર કરવો જોઈએ. જેને બધુ જ મળ્યું છે તેવાઓને પણ લોભ દુઃખે કરીને ત્યજવા યોગ્ય બને છે. ક્ષપકશ્રેણીમાં રહેલા જીવને-સર્વ કષાય દૂર કર્યા છે. કષાયના અંશ-લોભને પણ ખંડિત કર્યો છે છતાં તેનો અનુબંધ ચાલુ રહી શકે છે.
આથી કરીને કાંઈક લોભ આદિની સાથે દીક્ષા ગ્રહણ કરી હોય તો તે લોભ આદિનો પરિગ્રહ ફરીથી ન કરવો જોઈએ. અલોભ વડે લોભની નિંદા કરતો તે પ્રાપ્ત થયેલા કામોને પણ સેવતો નથી. (ન સેવવા જોઈએ.) ખરેખર લોભના જયથી જીવ સંતોષ પામી શકે છે. લોભ વેદનીય કર્મને બાંધતો નથી. અને પૂર્વે બાંધેલાને નિર્જરે છે. તેથી અલોભ વડે લોભની નિંદા કરતો પ્રાપ્ત થયેલા કામાદિને સેવવા ન જોઈએ. ખરેખર જે શરીર આદિમાં પણ લોભ કરતા નથી. તે કામની ઈચ્છાવાળા થતા નથી. જે લોભમાં પ્રવર્તે છે તે કાર્ય-અકાર્યના વિચારથી રહિત ધનમાં જ જેની દૃષ્ટિ લાગેલી છે તેવા જીવો પાપના કારણરૂપ આલોક-પરલોકને ઉપઘાત કરનારી સર્વક્રિયા કરે છે. અલોભને જોતો નથી અને જુગુપ્સા-નિંદા કરે છે. વળી, લોભથી મળનારા ફલને જોતો નથી, વિચારતો નથી. અને લોભને ઈચ્છે છે. તેથી રાત-દિવસ પરિતૃપ્ત થયેલો ધનનો લોભી શસ્ત્રમાં પ્રવૃત્ત થાય છે. અને જન્મ-જરા-મરણાદિ પરંપરાવાળો થયેલો છતે સંજ્વલન લોભને પણ દૂર કરીને કર્મ રહિત થવું જોઈએ. લોભક્ષયથી અને મોહનીયના ક્ષયથી ઘાતીકર્મ ક્ષયથી નક્કી નિરાવરણ જ્ઞાન (કેવલજ્ઞાન)ના સંભવથી ભવોપગ્રાહી કર્મ દૂર થવાથી અકર્મ અવસ્થા પામે છે. મેળવે છે. ।૨૨।।
अथ जात्याद्युपेतेन साधुना मदादयो न कार्या इत्येवं वर्णयतिसम्प्राप्योच्चावचादिकं तोषखेदौ न विधेयौ ॥ २३ ॥
सम्प्राप्येति, उच्चनीचगोत्रजातिकुलरूपबलादिकमवाप्य कथञ्चित् हेयोपादेयतत्त्वज्ञो न हर्षं खेदं वा विदध्यात्, तद्ध्यनादौ संसारे परिभ्रमता प्राणिना तत्तत्कर्मायत्तानि उच्चावचादिस्थानान्यनुभूतान्येव, यदि तान्यननुभूतानि स्युस्तदा युज्येतापि कदाचित्तत्र सन्तोषखेदौ, तानि चानेकशः प्राप्तपूर्वाण्यतस्तल्लाभालाभयोर्नोत्कर्षापकर्षौ कार्यौ, तदुक्तं 'सर्वसुखान्यपि बहुश: प्राप्तान्यटता मयात्र संसारे । उच्चैः स्थानानि तथा तेन न मे विस्मयस्तेषु ॥ अवमानात्परि