________________
१८०
सूत्रार्थमुक्तावलिः
સંયમ લીધેલાને પણ કદાચ મોહનીય કર્મના ઉદયથી અત્યંત અરતિ થાય. અથવા અજ્ઞાનકર્મ, લોભના ઉદયથી સંયમના શૈથિલ્ય પ્રસંગે અરતિ આદિ દૂર કરવા વડે સંયમની દઢતા કેળવવી જોઈએ. એ આશયથી કહે છે.
સૂત્રાર્થ :- સંયમની રતિ વડે અરતિને, અજ્ઞાનને જ્ઞાન વડે, લોભને અલોભ વડે દૂર કરવો જોઈએ.
ભાવાર્થ - પ્રાપ્ત થયેલ ચારિત્રમાં અરતિ ન કરવી જોઈએ. સ્વજનાદિના મોહના ઉદયથી ઉત્પન્ન થયેલ સ્વજન આદિના ઉત્પાદન થયેલ મોહના ઉદયથી કષાયના રાગથી ઉત્પન્ન થયેલી પંચપ્રકારના આચાર વિષયમાં અરતિ તેને સંયમની રતિ વડે દૂર કરવી જોઈએ. અર્થાત્ દશ પ્રકારની સામાચારીના પાલનરૂપ આનંદ વડે (રતિ વડે) તે અરતિ દૂર કરવી જોઈએ. તે રતિ કંઈ પણ બાધારૂપ નથી...! અને સંયમમાં અરતિ પોતાના દોષરૂપ અજ્ઞાન, લોભ આદિ વડે થાય છે એ આશયથી અજ્ઞાનને જ્ઞાન વડે આદિનું કથન છે.
શંકા - જે મુનિઓએ સંસારનો સ્વભાવ જામ્યો છે તેને અરતિ હોય તો તે મુનિએ સંસારનું સત્યસ્વરૂપ જાણ્યું ન કહેવાય. જેમ શીત અને ઉષ્ણ સ્પર્શ એક સાથે રહી ન શકે તેમ જ્ઞાન-અરતિ સાથે રહી શકે એ વાત ઘટતી નથી. કારણ કે મોહથી યુક્ત મનવાળો અજ્ઞાની જીવ વિષયાદિની ઈચ્છાથી સંયમમાં રતિનો અભાવ ન કરી શકે પરંતુ જ્ઞાની ન કરી શકે, એવું નથી.
સમાધાન - આ વાત તમારી બરાબર નથી. હમણાં (પ્રસ્તુતમાં) “સંયમરત્યા" સૂત્રમાં જે વાત લખી છે તે ચારિત્ર લીધેલા માટે જ જણાવી છે. જો કે જ્ઞાન વિના ચારિત્રની પ્રાપ્તિ શક્ય નથી. તો પણ જ્ઞાન અને અરતિ બન્ને પરસ્પર વિરોધી નથી. પરંતુ, રતિ અને અરતિ એ બન્ને પરસ્પર વિરોધ છે. તેમજ અરતિ વડે સંયમની રતિ દૂર થાય છે. તેથી જ જ્ઞાનીને પણ ચારિત્ર મોહનીયના ઉદયથી સંયમમાં અરતિ થઈ શકે જ છે. જ્ઞાન એ અજ્ઞાનનો વિરોધી છે. પણ, સંયમની અરતિનું વિરોધ નથી. સંયમની અતિથી વિરામ પામેલો જીવ સંસારના કારણરૂપ આઠ કર્મ વડે તેમજ વિષયને કારણે થયેલ સ્નેહાદિથી મુક્ત થાય છે. ફક્ત સમ્યજ્ઞાનથી ભિન્ન જ્ઞાન તે જ અજ્ઞાનરૂપ છે. તેવું નથી. પરંતુ સંશય-વિપર્યાય આદિરૂપ મિથ્યાજ્ઞાનને અથવા મિથ્યાત્વ સહિત શાસ્ત્રમાં જે સંસ્કાર, તે પણ અજ્ઞાનરૂપ છે. ચારિત્ર પામેલા કેટલાક જીવો પણ પરિષહઉપસર્ગ વડે યુક્ત મોહનીયના ઉદયથી કર્તવ્ય-અકર્તવ્યના જ્ઞાનથી રહિત થયેલા, સમસ્ત રતિઅરતિ (દ્વન્દ્ર)ના વિરોધિ (પ્રતિન્દ્રિ) એવા સંયમથી મિથ્યાત્વ મોહનીયને વશ થયેલા જીવો સંયમથી કંડરીક આદિની જેમ પાછા ફરે છે.
પોતાની બુદ્ધિથી પરિકલ્પિત વૃત્તિવાળા અનેક ઉપાય વડે લોકો પાસેથી ધન મેળવવાની ઈચ્છાપૂર્વક અને સંસારથી ઉદ્વેગ પામેલા, મોક્ષની ઈચ્છાવાળા, અપરિગ્રહી, સત્યવાદી છીએ. એ પ્રમાણે કહેતા શાક્યાદિ ઐરિક વસ્ત્ર આદિને મેળવીને તેના દ્વારા મળેલા કામોને સેવે છે.