________________
१६६
सूत्रार्थमुक्तावलिः भावनाभावितान्तरात्मा प्रवर्द्धमानपरिणाम एव भवेत्, शङ्कामवधूय निखिलाननगारगुणान् પરિરક્ષેતિતિ ભાવ: || ૬ ||
હવે સુખના અભિલાષી જીવોને દુઃખ પહોંચાડે છે. અને તેના કારણો ઘણા દુઃખથી ભયંકર સંસારરૂપી સાગરમાં પરિભ્રમણ કરે છે તેથી જેણે તેનો દુ:ખદાયી વિપાક જામ્યો છે તેવા જીવો સર્વ જીવોને દુઃખ આપવાથી અટકે છે. તેનું સ્વરૂપ જણાવે છે.
સૂત્રાર્થ - પ્રવ્રજ્યા લઈને, તે જીવોને જાણીને તે જીવોના સમારંભથી અટકે છે.
ભાવાર્થ :- સર્વજ્ઞ કથિત માર્ગ મુજબ જેણે છોડી દીધા છે સર્વસાવદ્ય સમારંભ એવો પ્રાણી દીક્ષાને લઈને તેઉકાય આદિ જીવોને દુઃખ દેવું અથવા તો તેનો સમારંભ નહીં કરું ઇત્યાદિ સંયમરૂપ ક્રિયાને પ્રાપ્ત કરે છે. ફક્ત ક્રિયાથી જ મોક્ષની પ્રાપ્તિ થતી નથી. પણ, મોક્ષના કારણરૂપ વિશેષ જ્ઞાનની પણ જરૂર છે. તેથી જ જેમ છે. તે રીતે જીવના અસ્તિત્વને જાણીને આ પ્રમાણે કહેલું છે. પહેલાં જે અપકાય આદિ જીવોનું અસ્તિત્વ અનેક કારણો વડે જણાવ્યું - ઇત્યાદિ ભાવાર્થ છે. અથવા અશુભ કર્મના ઉદયથી મળેલું જે પોતાને દુઃખ અને શુભ કર્મના ઉદયથી મળેલ સુખ જેમ પોતે જાણી શકે છે. તેમ સુખને ઈચ્છનારા આ જીવો છે. અને દુઃખથી કંટાળેલા છે.
આ રીતે સુખ-દુઃખ વડે જીવોને જાણે છે. ખરેખર જેને પોતાના આત્મામાં આવા પ્રકારનું જ્ઞાન (સુખ-દુઃખનું) કરી શકે છે. તે જ બીજાના પણ વિવિધ પ્રકારના ઉપક્રમથી થયેલ, સ્વ-પરથી થયેલ ત્રણ યોગ આશ્રયીને થયેલ સુખ અથવા દુ:ખનું અનુમાન કરી શકે છે. કારણ કે જે આવા પ્રકારના પોતાના સુખ-દુઃખને જાણતા નથી, તે બીજાના કેવી રીતે જાણી શકે ? અને જે બીજાના સુખ-દુઃખ જાણે છે તે પોતાના અવશ્ય જાણી શકે છે. આ રીતે પરસ્પરના સુખ-દુઃખનું જ્ઞાન દોષરહિત થાય છે. એ પ્રમાણે ભાવાર્થ છે.
જ્ઞપરિજ્ઞા વડે જીવોને જાણે છતે જે કરવા યોગ્ય છે તે કહે છે... સર્વ સમારંભથી અટકવું જોઈએ. સર્વ પ્રકારના આરંભથી ત્રણ કરણ વડે અટકવું જોઈએ અને જે અટકેલો છે તે અરિહંત પરમાત્માના શાસનમાં રત છે (શાસનને પામેલો છે) બીજો નહિ...! અને શાક્ય આદિએ જે સ્વીકારેલ નિરવઘ અનુષ્ઠાનનો અભાવ હોવાથી છળ-કપટથી અટકેલા નથી.
દીક્ષા લીધા પછી પણ જ્ઞાન-ક્રિયામાં કહેલી શંકા રહિતપણું અને દઢશ્રદ્ધા પણ થાય, થવી જોઈએ એ પ્રમાણે અહીં સૂચન કરાયું છે. (બતાવાયું છે.) જેવા પ્રકારના જ્ઞાન અને શ્રદ્ધા વડે દીક્ષાને સ્વીકારી છે તેવી જ રીતે તેનું રક્ષણ કરવું જોઈએ. (પાલન કરવું જોઈએ.) શાક્ય આદિના વૈભવ વિ. વડે (તે જોઈને.) જિનેશ્વરના શાસનમાં શંકા ન કરવી જોઈએ. શંકા બે પ્રકારની છે. દેશથી અને સર્વથી. શું અરિહંત પરમાત્માનો માર્ગ (ધર્મ) સત્ય છે કે નહીં ? તે સર્વશંકા. પૃથ્વીકાય આદિ જીવો ખરેખર છે કે નહીં ? તે દેશશંકા.