________________
१६४
सूत्रार्थमुक्तावलिः
અપર્યાપ્તા તેઉકાયના જીવો પૃથ્વીકાયની જેમ જાણવા. પરંતુ, બાદર પૃથ્વીકાય અપર્યાપ્તા જીવો કરતાં બાદર તેઉકાય પર્યાપ્તા અસંખ્યાતગુણહીન છે. સૂક્ષ્મ પૃથ્વીકાય અપર્યાપ્તા કરતાં સૂક્ષ્મ તેઉકાય પર્યાપ્તા વિશેષહીન છે. સૂક્ષ્મ પૃથ્વીકાય અપર્યાપ્તા કરતાં સૂક્ષ્મ અગ્નિકાય પર્યાપ્તા વિશેષહીન છે. બાદ૨પર્યાપ્તા વાયુકાયજીવો સંવર્તિતલોકના પ્રતરના અસંખ્યાત ભાગમાં રહેલ પ્રદેશની રાશિ પ્રમાણ પરિમાણવાળા છે. શેષ ત્રણે વાયુકાય દરેકને અસંખ્યાત લોકાકાશના પ્રદેશ પ્રમાણ પરિમાણવાળા છે તો પણ બાદર અકાય પર્યાપ્તા કરતાં બાદર વાયુકાય પર્યાપ્તા અસંખ્યાતગુણા છે. બાદર પર્યાપ્તા અકાય કરતાં બાદર વાયુકાય અપર્યાપ્તા જીવો અસંખ્યાતગુણા છે. સૂક્ષ્મ પર્યાપ્તા અકાય કરતાં સૂક્ષ્મ અપર્યાપ્તા વાયુકાય વિશેષાધિક છે. સૂક્ષ્મ અકાય પર્યાપ્તા કરતાં સૂક્ષ્મ વાયુકાય પર્યાપ્તા વિશેષાધિક છે.
વનસ્પતિકાયનું પરિમાણ - જેમ કોઈ વ્યક્તિ પાલી-કુડવ આદિ માપ વડે સર્વ ધાન્યોને માપીને બીજામાં નાંખે. તેમ જો કોઈક સાધારણ વનસ્પતિ જીવોને ચૌદરાજલોક પ્રમાણ કુડવ (બેપસલી) વડે માપીને બીજે નાંખે. આ પ્રમાણે માપતાં અનંતલોક થાય છે અને પર્યાપ્તા બાદર નિગોદના જીવો ઘનીકૃત સંવર્તિત સકલ લોકના જે પ્રત છે તેના અસંખ્યાત ભાગમાં રહેલ પ્રદેશ પ્રમાણ રાશિવાળા છે. બાદર પર્યાપ્તા પ્રત્યેક વનસ્પતિકાય જીવો કરતાં અસંખ્યાત ગુણા છે. અપર્યાપ્તા બાદ૨ નિગોદ, અપર્યાપ્તા સૂક્ષ્મનિગોદ, પર્યાપ્તા સૂક્ષ્મનિગોદ. આ દરેક જીવો અસંખ્યાત-લોકાકાશ પ્રદેશ પ્રમાણ અનુક્રમે બહુતર એટલે કે અનંતગુણા-સાધારણ વનસ્પતિકાયના જીવો છે.
તેજસ ઉપભોગ - બાળવું (અગ્નિ), તેજ, ઉદ્યોત કરવો, ભાત આદિ રાંધવું, ગરમી આદિ અનેક પ્રયોજનોમાં મનુષ્યો બાદર તેજસ્કાયનો ઉપયોગ કરે છે. આ કારણોસર ગૃહસ્થીઓ હંમેશાં તે જીવો આરંભમાં પ્રવૃત્ત થયેલા જીવોને મારે છે. પંખો, ધમણ, ધમાવનાર, ઉંચે ફેંકવું, ફૂંકવું વિ. કરવા વડે વાયુકાયનો ઉપયોગ કરે છે અને તેને માટે તેના આરંભમાં પ્રવૃત્ત થયેલા તે જીવોને મારે છે. વાયુકાયની વિરાધના (હિંસા) કરે છે. પત્ર, ફલ, આહાર, પંખો, આદિ ઉપકરણ તથા ખાટલા વિ. શયન, જવા માટેની પાલખી વિ. વનસ્પતિકાયનો ઉપભોગ છે. આ કારણસર સુખના અભિલાષી જીવો પ્રત્યેક તથા સાધારણ વનસ્પતિકાય જીવોની ઘણી હિંસા કરે છે. ધૂલી, પાણી, અગ્નિ, વાયુકાય, વનસ્પતિકાય, ત્રસકાય વિગેરે સમાસથી તેઉકાય જીવ માટે દ્રવ્યશસ્રરૂપ છે. સ્વકાયરૂપ વિભાગશસ્ત્ર, અગ્નિકાય પોતે જ અગ્નિકાય માટે છે. તૃણનો અગ્નિ, પાંદડાના અગ્નિ માટે શસ્રરૂપ છે. પરકાયશસ્ત્ર તે તેઉકાય માટે પાણીના જીવો છે. ફોતરા, લીંડી બંનેથી મિશ્ર થયેલો અગ્નિ તે ઉભયકાય શસ્રરૂપ છે. મન-વચન-કાયાનું જે દુષ્પ્રણિધાનરૂપ અસંયમ તે ભાવશસ્ત્ર છે. પંખો, સૂર્ય, ચામર આદિ વાયુકાય માટે પરકાય શરૂ છે. પ્રતિપક્ષભૂત પવન તે સ્વકાયશસ્ત્ર છે. મન-વચન-કાયાનું દુષ્પ્રણિધાનરૂપ અસંયમ તે ભાવશસ્ત્ર છે. વનસ્પતિકાય માટે કોદાળી, કુહાડો, પરશુ આદિ સમાસથી દ્રવ્યશસ્ત્ર છે. લાકડી વિ. સ્વકાયશસ્ત્ર છે. પત્થર, અગ્નિ