________________
१७६
सूत्रार्थमुक्तावलिः ભાવાર્થ :- જે આત્મા શબ્દાદિ વિષયમાં વર્તે છે, તે કષાયમાં વર્તે છે એ પ્રમાણે, અને શબ્દાદિનું અનુરાગીપણું થવાથી તે ન મળે તો કાંક્ષા (ઈચ્છા) અથવા તો તેનો વિનાશ થાય તો શોક, તેના વડે કાયિક, માનસિક દુઃખ વડે અત્યંત પરાભવ પામેલો જીવ તેમાં ઉત્પન્ન થાય છે. રાગાદિથી આક્રાન્ત થયેલો જીવ માતા-પિતા આદિ સ્વજન ઉપર સ્વભાવથી અથવા ઉપકાર કરનાર હોવાથી રાગવાળો થાય છે. એઓને ભૂખ-તરસ આદિ દુ:ખ ન થાઓ એમ વિચારી) ખેતી, વ્યાપાર સેવા આદિ પ્રાણઘાત થનારી ક્રિયાને કરે છે. તેમાં વિદ્ધ કરનાર અથવા તેઓમાં અકાર્ય કરનાર (નડતરરૂપ) થાય તે પ્રાણી ઉપર દ્વેષ થાય છે. તે આ રીતે માતા-પિતાદિ માટે કષાય, ઇન્દ્રિયના વિષયમાં પ્રવૃત્ત જીવ અર્થ ઉપાર્જન, તેના રક્ષણમાં રક્ત હંમેશા અશુભ અધ્યવસાયવાળો, ચારે બાજુથી તપ્ત થયેલો કાલે (સમયે) કરવા યોગ્ય કાર્ય અકાલે કરે છે, અવસરે કરવા યોગ્ય કરતો નથી. અને અકર્તવ્ય કરે છે. આ રીતે વિક્ષિપ્ત ચિત્તયુક્ત તે ફક્ત દુઃખનો જ અનુભવ કરે છે અને ધન, ધાન્ય, સોનુ, દ્વિપદ, ચતુષ્પદ, રાજય, ભાર્યા આદિના સંયોગની ઈચ્છા હોવાથી (આવી અવસ્થા થઈ છે.) અર્થનો (પૈસાનો) અતિલોભ અને અર્થ ઉપાર્જન માટે જેની ઉંમર વીતી ગઈ છે. એવા અત્યંત અર્થથી ધનથી) યુક્ત પણ પુષ્કળ વર્ષાના કારણે સર્વ પ્રાણીઓની અવર-જવર ઘટી ગઈ છે. તેવી વર્ષાઋતુમાં વિશાળ નદીના પુરમાં તણાતું લાકડું ગ્રહણ કરવાથી ઈચ્છાવાળો શુભ પરિણામથી અટકી ગયેલો છે. તેવા મમ્મણ શેઠની જેમ જીવ ધનઉપાર્જન માટે પ્રવૃત્તિ કરે છે. આ રીતે નિકળી ગયો છે. કર્તવ્ય-અકર્તવ્યનો વિવેક જેનામાંથી અને અતિલોભને કારણે આ લોક-પરલોકમાં મળનાર દુઃખરૂપફલને કરનારા ગલકર્તન (પ્રાણી વધ), ચોરી આદિ કરે છે. તેમજ માતા-પિતાદિ સ્વજનમાં અનુરક્ત (રાગી થયેલો) ધનમાં આસક્ત, સ્વકાય, પરકાયશસ્ત્રથી પૃથ્વીકાયાદિ જીવના આરંભમાં પ્રવૃત્તિ કરીને જન્મ-મરણાદિ પ્રાપ્ત કરે છે. જ્યારે યૌવનવય પૂર્ણ થાય છે અને ઘડપણ આવે છે. ત્યારે ઈન્દ્રિયથી હીન થયેલો અને નબળા અવયવવાળા તેમજ વિપરીત બુદ્ધિથી યુક્ત તે જીવ જ્યારે પરાધીન થાય છે, ત્યારે તે સ્વજનાદિ તેનું અપમાન કરે છે. તેની સેવા કરતા નથી... એ રીતે સર્વથી અપમાનિત, વચનથી પણ કોઈનાય દ્વારા અનુસરણ નહીં કરતો. અતિ દુઃખિત જીવનથી જયાં સુધી આયુષ્ય બાકી છે ત્યાં સુધી અત્યંત દુઃખી અવસ્થાને અનુભવે છે. ૨૦ગા.
तदेवमप्रशस्तं स्थानमुक्त्वा प्रशस्तमाहतस्मात्प्राप्तावसर आत्मार्थं प्रयतेत ॥ २१ ॥
तस्मादिति, यतो जन्ममरणप्रवाहेण जरया चाभिभूतो महादुःखमनुभवति जीवस्तस्मादित्यर्थः, प्राप्तावसर इति, आर्यक्षेत्रसुकुलोत्पत्तिबोधिलाभसर्वविरत्यादिकं संसारे पुनरतीव दुर्लभमवसरं लब्ध्वेत्यर्थः, विवेकिभिः प्रोक्तावसरमवाप्य यावदिन्द्रियैः क्षीयमाणशक्ति कैर्व्याकुलं जराजीर्णं न स्वजनादयः परिवदन्ति यावच्चानुकम्पया न पोषयन्ति रोगाभिभूतञ्च न