________________
१६८
सूत्रार्थमुक्तावलिः
पेक्षया तु-एकजीवो हि त्रसभावेन जघन्यतोऽन्तर्मुहूर्त्तमासित्वा पुनः पृथिव्याद्येकेन्द्रियेषूत्पद्यते, प्रकेर्षेणाधिकं सागरोपमसहस्रद्वयं सततं त्रसभावेनावतिष्ठत इति । उपभोगो मांसचर्मकेशरोमनखपिच्छदन्तस्नाय्वस्थिविषाणादिभिस्त्रसजीवसम्बन्धिभिर्भवति । शस्त्रमप्यस्य स्वकायपरकायोभयद्रव्यभावभेदभिन्नमनेकप्रकारम् । शेषद्वाराणि पृथिवीवत् । अष्टविधयोनिभाज इति, अण्डपोतजरायुरससंस्वेदसम्मूर्च्छनोद्भिदुपपातजभेदेनाष्टविधं जन्म त्रसानाम्, तत्राण्डजाः पक्ष्यादयः, पोतजा हस्त्यादयः, जरायुजा गोमनुष्यादयः, रसजास्तक्रादौ पायुकृम्याकृतयोऽतिसुक्ष्मजीवाः, संस्वेदजा मत्कुणादयः, सम्मूर्च्छनजाः शलभपिपीलिकादयः, उद्भिज्जाः पतङ्गखञ्जरीटादयः, उपपातजा देवा नारकाश्च, त्रसाः सर्वे एतेष्वेवाष्टविधेषु जन्मसु निपतन्ति, एते त्रसाः सर्वजनप्रत्यक्षसमधिगम्यास्त्रैकालिकाश्च । अर्चामन्त्रसाधनाजिनमांसशोणितपित्तवसापिच्छापुच्छ्वालाद्यर्थमातुरा हिताहितप्राप्तिपरिहारशून्यमनस एतान् हिंसन्ति, अतस्त्रासपरिगतमनस एत इति विज्ञाय प्रत्याख्यानपरिज्ञया संवृतो सदाऽनगारगुणान् रक्षेत् ये तु परित्यक्तानगारगुणा विषयप्रवृत्तास्ते न जीवानपेक्षन्ते रागद्वेषकलुषितलोचनत्वात्, अतस्ते नारकादिचतुर्विधगत्यन्तःपातिनः । तदेवं षड्जीवनिकायशस्त्रं करणैर्योगैर्न समारभेत, अन्यथा प्राणातिपातमृषावादादत्तादानमैथुनपरिग्रहक्रोधमानमायालोभप्रेमद्वेषकलहाभ्याख्यानपैशुन्य
परपरिवादरत्यरतिमायामृषामिथ्यादर्शनशल्यरूपाष्टादशविधपापभाक् स्यादिति भावः ।। १७ ।।
હવે પૃથ્વી, અપ્, તેઉ, વાઉં, વનસ્પતિકાયના નિરૂપણ પછી ક્રમથી પ્રસિદ્ધ એવા ત્રસકાયનું સ્વરૂપ કહે છે.
સૂત્રાર્થ :- આ પ્રમાણે આઠ યોનિવાળા ત્રસકાયને જાણીને તેની રક્ષા કરવી જોઈએ.
ભાવાર્થ :- પૂર્વોક્ત દ્વારો વડે સ્થાવર જીવોનું નિરૂપણ કર્યું. પછી ત્રસકાયની વ્યાખ્યા કરે છે. જે પોતે ગરમી આદિ વડે તપ્ત થયેલા હોય ત્યારે પોતે જે સ્થાનમાં છે તે સ્થાનથી કંટાળે છતે છાયા આદિના સેવન માટે બીજા સ્થાને જાય છે તે ત્રસકાય જીવો છે. આ વ્યુત્પત્તિ વડે ત્રસનામકર્મના ઉદયથી યુક્ત હોય છે તે જ ત્રસજીવો છે. તે જીવો ઇચ્છાપૂર્વક અથવા ઈચ્છાવિના ઉપર, નીચે, અથવા તિર્સ્ટી દિશામાં ચાલે છે તે તેઉકાય, વાઉકાય, બેઈન્દ્રિય આદિ ત્રસ જીવો છે.
પ્રરૂપણા દ્વાર - લબ્ધિત્રસ અને ગતિત્રસ એમ બે પ્રકારના ત્રસ જીવો છે. તેજો, વાયુ, લબ્ધિત્રસ જીવોની વિવક્ષા પૂર્વે કહેવાયેલી હોવાથી અહીં કરતા નથી અને ગતિ ત્રસકાય જીવો નારક, તિર્યંચ, મનુષ્ય, દેવના ભેદ વડે ચાર પ્રકારના છે. જેણે નામકર્મના ઉદયથી (તેના પ્રભાવથી) મેળવેલી ગતિઓ છે તે દરેક પર્યાપ્તા, અપર્યાપ્તા બે ભેદ છે. સર્વે મળીને જીવો ચોરાશી લાખ યોનિ પ્રમાણ છે. આ સર્વે જીવોની એક કરોડ, ૯૭ લાખ, ૫૦ હજા૨ કુલકોટી પરિમાણ થાય છે.