________________
१४०
सूत्रार्थमुक्तावलिः दिग्विदिक्तदन्तरालरूपा ऊर्ध्वाधोरूपाश्चेत्यष्टादशविधाः । सम्मूर्छनकर्मभूम्यकर्मभूम्यन्तरद्वीपजा मनुष्या द्वित्रिचतुःपञ्चैन्द्रियास्तिर्यश्चः पृथिव्यप्तेजोवायुकायिका अग्रमूलस्कन्धपर्वबीजास्तथा देवनारका इत्यष्टादशभावैर्भवनात्तथाविधा जीवा भावदिशः, आभिरत्र प्रज्ञापकभावदिग्भिरधिकारः । तथाचाहममुष्या दिशः पूर्वस्या दक्षिणायाः पश्चिमाया उत्तराया वा समागतोऽस्मि पूर्वस्मिन् जन्मन्यहं किं देव आसं मनुष्यो वा तिर्यङ्वा नारको वा, मृत्वा चास्माज्जन्मान्तरे किं देवो वा मनुष्यो वा तिर्यङ्वा नारको वा भविष्यामीत्यादिप्रज्ञापकभावदिगागमनादिपरिज्ञानं केषाञ्चिन्न जायते ज्ञानावरणीयकर्मप्रभावात्, यथा कोऽपि मदिरातिपानमदघूणितलोललोचनोऽव्यक्तमनोविज्ञानो रथ्यामार्गनिपतितः केनचिद्गृहमानीतो मदात्यये कुतोऽहमागत इति न जानाति तथायमपीति भावार्थः ॥ ५ ॥
હવે શસ્ત્રપરિજ્ઞાને પ્રગટ કરવા માટે કહે છે.
સૂત્રાર્થ - કેટલાક પ્રજ્ઞાપક ભાવદિશામાંથી કઈ દિશામાંથી મારું આગમન થયું તે જાણકારી નથી તેથી તેવા જીવો નોસંજ્ઞી છે.
ભાવાર્થ :- પહેલા ઉદ્દેશના અર્થના અધિકાર અનુસાર “નો સિનઃ' એ પ્રમાણે વિધેયના અનુસારથી અથવા ‘વિત્' પદથી પ્રાણિઓનું ગ્રહણ છે. અને તે જ્ઞાનાવરણીય કર્મથી આવૃત્ત છે. તે કેટલાક પ્રાણિઓ એ પ્રમાણે અર્થ છે. અહીં સંસારમાં નોસંજ્ઞિનઃ (નો સંજ્ઞા) પદથી પ્રતિવિશિષ્ટ સંજ્ઞાનો જેઓને નિષેધ છે તે નોસંજ્ઞિ. પ્રતિવિશિષ્ટ સંજ્ઞાથી રહિત જીવો લેવા. અને નો શબ્દથી કેટલાકને જ્ઞાનસ્વરૂપ સંજ્ઞા નથી એ પ્રમાણે દેશથી જ નિષેધ છે. સંજ્ઞામાત્રનો નિષેધ નથી. સર્વ પ્રાણીઓને આહાર આદિ દશ સંજ્ઞાઓનું પ્રતિપાદન હોવાથી એ પ્રમાણે ભાવ છે. સંજ્ઞાનિક્ષેપ ચાર પ્રકારનો છે. ઉભયવ્યતિરિક્ત દ્રવ્યસંજ્ઞા સચિત્ત, અચિત્ત, મિશ્રના ભેદથી ત્રણ પ્રકારની છે. સચિત્ત તે હાથ આદિ વડે, અચિત્ત તે ધજા આદિ વડે અને મિશ્ર તે દીપાદિ વડે. ખાવું-પીવું વિ. સંજ્ઞા વિચારથી. સંશાનું સમ્યગુજ્ઞાનને સંજ્ઞા એ પ્રમાણે કરીને (વ્યાખ્યા) જાણવી... ભાવસંજ્ઞા - (૧) જ્ઞાન સંજ્ઞા અને (૨) અનુભવ સંજ્ઞા એમ બે પ્રકારે છે. મતિજ્ઞાન આદિ પાંચ પ્રકારની (મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ, કેવલજ્ઞાન) જ્ઞાન સંજ્ઞા છે. પોતે કરેલા કર્મના ઉદયથી ઉત્પન્ન થતી સંજ્ઞા-અનુભવ સંજ્ઞા અને તે આહાર, ભય, મૈથુન, પરિગ્રહ, સુખ, દુઃખ, મોહ, વિચિકિત્સા (સંદેહ), ક્રોધ, માન, માયા, લોભ, શોક, લોક, ધર્મ અને ઓઘ એ પ્રમાણે ૧૬ પ્રકારે (અનુભવ સંજ્ઞા) છે. જ્ઞાન સંજ્ઞાનો વિચાર છે. કેટલાક જાણકારો અહીં તે સંજ્ઞા નથી એના કારણને જણાવતાં કહે છે કે, જે જાણકારોની ભાવરૂપ દિશા, તેનાથી આગમનનું વેદન સ્વયંને નહીં હોવાથી (જાણ નહીં હોવાથી) એ પ્રમાણે. જાણકારો અને વ્યાખ્યાતાઓની જે દિશા તે પ્રજ્ઞાપક દિશા. પ્રજ્ઞાપક જે દિશા સન્મુખ ઉભો રહે છે તે પૂર્વ (પૂર્વદિશા). બાકીની આગ્નેયી વિ.