________________
१४६
सूत्रार्थमुक्तावलिः સમવાય સંબંધથી તેમાં રહેલું નથી એ પ્રમાણે જણાવ્યું છે. અહીં (આ વિષયમાં) દલીલોયુક્તિઓ વિ. સમ્મતિતત્ત્વસોપાન આદિમાં જોવી. જો કે સ્વભાવભૂત એવી જાતિ આત્માની સાથે જ સદાય રહેલી હોવા છતાં પણ, પ્રકૃષ્ટ જ્ઞાનાવરણના આવરણથી સતત વિશિષ્ટ બોધ થતો નથી. અહીં મતિ ચાર પ્રકારની ગ્રહણ કરવી. અવધિ-મન:પર્યવ, કેવલજ્ઞાન અને જાતિસ્મરણના ભેદથી, તેમાં અવધિજ્ઞાની અને મન:પર્યવજ્ઞાની અનુક્રમે સંખ્યાતા કે અસંખ્યાતા ભવોને અને કેવલીઓ નિચે અનંતા ભવોને તેમજ જાતિસ્મરણવાળાને નિચે સંખ્યાતા ભવોને જાણે છે. તેથી આ રીતે ચાર પ્રકારની પોતાના સ્વભાવભૂત મતિ વડે કોઈક જીવો વિશેષ દિશાથી પોતાની ગતિ કે આગતિને જાણે છે. નનુ(શંકા) જે (ગતિ વિ.) જાણે છે તે સ્વાભાવિક રીતે જાણે છે કે નથી જાણતા અથવા વિતર્કવાળા કેટલાક બીજાઓ વડે કોઈક કારણ વડે કહે છે કે પરઉપદેશથી જાણે છે ? પોતાની બીજા અથવા તીર્થકરથી જુદા અતિશયજ્ઞાની હોય તેના ઉપદેશથી જીવોને (પૃથ્વી આદિ), વિશિષ્ટ દિશાથી આગમનને, શરીરમાં રહેલાને અને કોઈક શરીરથી ભિન્ન આત્માને તથા બીજા ભવમાં જનારા ભોગી, અરૂપી, અવિનાશીને શરીરમાત્રને વ્યાપીને રહેનારા આત્માને જાણે છે. આવા પ્રકારના જ્ઞાનસંજ્ઞાવાળા જીવો અલ્પ છે એવું જણાવવા માટે શત્ એવું એક વચનાંત પદ મૂકેલું છે. liણાં
ईदृशसंज्ञावत्त्वे जीवस्य किमायातमित्यत्राहस एव विवेकी ॥८॥
स एवेति, यो ह्यसाधारणाहम्प्रत्ययतोऽविच्छिन्ननारकतिर्यगादिसन्तानपातिनं द्रव्यार्थतो नित्यं पर्यायार्थतया चानित्यमात्मानं जानाति स्वभावात् परोपदेशाद्वा स एव वस्तुतो विवेकी, विवेकः आत्मतबहुत्वतत्कर्मतत्क्रियापरिज्ञानं तद्वानित्यर्थः, एवशब्देनानात्मैकविभुकालयदृच्छादिवादिव्यावृत्तिः, सर्वथा जडनित्यविभ्वनित्यात्मनो भवान्तरसंक्रान्त्याद्यसम्भवात्, तथा च य एवात्मानात्मविवेकज्ञः स एव परमार्थतः प्राणिगणान् जानाति य एव च दिगागमनादिपरिज्ञानेनात्मवेत्ता प्राणिगणज्ञश्च स एव कर्मज्ञः, मिथ्यात्वादिभिर्हि जीवाः प्रथमं गत्यादियोग्यानि कर्माण्यादाय पश्चाद्विरूपासु तासु तासु योनिषु सञ्चरन्ति, एवमात्मनः प्राणिसंघातस्य कर्मणश्च य एव परमार्थतो वेत्ता स एव तत्तत्कर्मनिमित्तक्रिया जानाति, क्रियायाः कर्मबन्धहेतुत्वादिति भावः ॥ ८ ॥
આવા પ્રકારના સંજ્ઞાવાળા જીવોને શું પ્રાપ્ત થાય છે, તે કહે છે. સૂત્રાર્થ :- જ વિવેકી છે.