________________
१४८
सूत्रार्थमुक्तावलिः परिणतिरूपस्यैकस्यास्तित्वमवगम्यते, क्रियापरिणामेनात्मनः कथश्चित् परिणामित्वस्वीकारात्, ईदृक्षात्मास्तित्वावगमो नैकान्तक्षणिकनित्यत्ववादिनां सम्भवति, प्रमाणैरेवमेव तदवगतेरेकान्तक्षणिकादिरूप आत्मा खपुष्पसदृश एवेति ते नात्मवादिनो न कर्मवादिनो न वा क्रियावादिन રૂતિ માવ: | 3 II
હવે ત્રણે કાલને જણાવનાર (સ્પર્શ કરતા) મતિજ્ઞાન વડે પણ તે જ ભવમાં આત્માની સત્તા (સદ્ભાવ)ને બતાવતાં જાણવા યોગ્ય ક્રિયાના ભેદોને જણાવે છે.
સૂત્રાર્થ - કાલ, કરણ, યોગ, ક્રિયાઓ જાણવા યોગ્ય છે.
ભાવાર્થ:- અતીત (ભૂત), ભવિષ્ય અને વર્તમાન સ્વરૂપકાલ (૩ ભેદ) છે. કરવું, કરાવવું, અનુમોદવું તે રૂપ (ત્રણ) કરણ છે મનોયોગ, વચનયોગ, કાયયોગરૂપ યોગ છે (ત્રણ) આના નિમિત્તરૂપ ક્રિયાઓ અવશ્ય જાણવી જોઈએ, જે પ્રાણી આત્મા અને ક્રિયાને જાણતો નથી તે આત્મા અને ક્રિયાને નહીં જાણતો હોવાથી જીવ વધ આદિ ક્રિયામાં પ્રવૃત્ત થયેલો આઠ પ્રકારના કર્મબંધ કરે છે. તેના ઉદયના પ્રભાવે વિવિધ પ્રકારની દિશા-વિદિશામાં ભટકતો વિવિધ પ્રકારની યોનિમાં જાય છે અને વિચિત્ર પ્રકારના રૂપ અને સ્પર્શનો અનુભવ કરે છે. એ પ્રમાણે ભાવ છે. (રહસ્યાર્થ છે.)
હવે ૨૭ ક્રિયાના ભેદો (જાણવા.), જેમકે - ભૂત, વર્તમાન, ભવિષ્યકાલની અપેક્ષાથી. કરવું, કરાવવું, અનુમોદવું તે નવ વિકલ્પો, મેં કર્યું, મેં કરાવ્યું, અને મેં કરતાની અનુમોદના કરી એ પ્રમાણે ભૂતકાળની અપેક્ષાથી ત્રણ કરણથી ત્રણ વિકલ્પો. હું કરું છું, કરાવું છું, કરતાને અનુમોદું છું. એ પ્રમાણે વર્તમાનકાલની અપેક્ષાના કરણ વડે ત્રણ વિકલ્પો, હું કરીશ, કરાવીશ, કરતાનું અનુમોદન કરીશ એ પ્રમાણે ભવિષ્યકાલના કરણ વડે ત્રણ વિકલ્પો. આ નવ ભાંગા મન, વચન, કાયા વડે ચિંતવતાં ર૭ વિકલ્પો થાય છે. આટલી જ ક્રિયાઓ લોકમાં કર્મબંધના કારણભૂત છે. બીજી નહીં, અને આટલી જ જાણવા યોગ્ય છે.
એ પ્રમાણે યૌવન અવસ્થામાં ઈન્દ્રિયોને વશ થવાથી વિષયોથી ઉન્મત્ત થયેલું મન તે તે અકાર્યના અનુષ્ઠાનમાં તત્પર. આ દેહાદિની અનુકૂલતા માટે મેં આ કર્યું અથવા અકાર્ય આદિમાં બીજાને પ્રવર્તાવ્યા. (પ્રવૃત્તિ કરાવી.) અથવા પ્રવૃત્તિ કરનારની અનુમોદના કરી તે જ હું છું. આદિ અનુભવ વડે ત્રણે કાલસ્પર્શી દેહાદિથી ભિન્ન આત્માની ભૂત, ભવિષ્ય, વર્તમાનકાલની એક પરિણતિસ્વરૂપ અસ્તિત્વ જાણી શકાય છે. ક્રિયાના પરિણામથી આત્માને, કથંચિ પરિણામરૂપ સ્વીકારેલ હોવાથી, આવા પ્રકારના આત્માનું અસ્તિત્વ એકાંત ક્ષણિક, અને નિત્ય માનનારાઓને સંભવિત નથી. પ્રમાણ વડે જ સિદ્ધ થાય છે. તેથી એકાંત ક્ષણિકાદિ સ્વરૂપ આત્માને માનનારાઓની વાત “આકાશ પુષ્પ' જેવી જ છે તેથી તેઓ નથી આત્મવાદી, નથી કર્મવાદી કે નથી ક્રિયાવાદી એ પ્રમાણે ભાવ છે. llો.