________________
१५२
सूत्रार्थमुक्तावलिः નવદ્વાર વડે પૃથ્વી જીવની વિચારણા થાય છે. પૃથ્વી શબ્દનો નિક્ષેપ આ પ્રમાણે છે. નામ-સ્થાપના સ્પષ્ટ જ છે. દ્રવ્ય પૃથ્વી આગમથી અને નોઆગમથી વિચારવા. આગમથી પૃથ્વી શબ્દનો જ્ઞાતા તે સમયે અનુપયુક્ત હોય. નોઆગમથી પૃથ્વી પદાર્થને જાણનારાનું જીવરહિત જે શરીર તે દ્રવ્ય પૃથ્વી છે. તેમજ ભવિષ્યમાં પૃથ્વી પદાર્થને જાણનાર બાલ આદિ તે ભવ્ય શરીરરૂપ દ્રવ્ય પૃથ્વી અને ઉભય વ્યતિરિક્ત જે પૃથ્વીકાયના જીવે આવતા ભવનું આયુષ્ય બાંધ્યું છે તેવો નામગોત્રને અભિમુખ થયેલો, ભાવ પૃથ્વી જીવ તે ઉદયમાં આવેલા પૃથ્વીકાય નામકર્મ આદિને ભોગવે તે.
પ્રરૂપણા દ્વાર - સૂક્ષ્મ અને બાદરરૂપે પૃથ્વીના જીવો બે પ્રકારે. સૂક્ષ્મ બાદર નામકર્મના ઉદયને આશ્રયીને પૃથ્વીકાયના ભેદો છે. બોર-આમળાની જેમ અપેક્ષિત નથી. (બોરની અપેક્ષાએ આમળું મોટું છે. અને આંબળાની અપેક્ષાએ બોર નાનું છે. આ રીતે સૂ.બા.નો વ્યવહાર નથી. સૂક્ષ્મ પૃથ્વીકાયના જીવો ડબ્બામાં સંપૂર્ણ રીતે ઠસોઠસ) ભરેલા સુગંધી દ્રવ્યની જેમ સંપૂર્ણ લોકમાં વ્યાપીને રહેલા છે. બાદરકાયના જીવો અમુક જ સ્થાને વ્યાપીને રહેલા ગ્લક્ષ્ય અને ખર એ બે ભેદે છે. દળેલા લોટ સરખા કોમળ પૃથ્વીકાયના જીવો ઉપચારથી શ્લેષ્ણ કહેવાય છે. અથવા તેના જેવું (તે લોટ) જે પૃથ્વીકાયનું શરીર તે ગ્લ@ પૃથ્વીકાય કહેવાય છે. અને વર્ણના ભેદથી તે (શ્લષ્ણ) પૃથ્વીકાયના જીવો કાળો, નીલો, લાલ, પીળો અને સફેદ એમ પાંચ પ્રકારનો છે. અમુક સ્થાનમાં “પાદુકૃત્તિવા" એવા નામથી પ્રસિદ્ધ જે ધૂળસ્વરૂપે છે. અને કાદવના બીજા નામરૂપ “પૂનમૃત્તિ' નામની જે માટી છે તેના જીવો. એમ બે ભેદ ગણતાં સાત પ્રકારની પણ શ્લષ્ણ પૃથ્વી થાય છે. વિશેષ કઠિનરૂપને પામેલી જે પૃથ્વી તે ખર પૃથ્વી કહેવાય છે. અથવા તો તે ખર પૃથ્વીકાયનું જે શરીર તે ખરબાદર પૃથ્વીકાય કહેવાય છે. અને તે શુદ્ધ કાંકરા, રેતી, પથ્થર, શિલા, મીઠું વિ. ભેદ વડે ૩૬ પ્રકારે છે. સાત લાખ યોનિ પ્રમાણ પૃથ્વીને વિચારવી.
લક્ષણ દ્વાર - પૃથ્વીકાય આદિ જીવોનું “ઉપયોગ’ તે લક્ષણ છે. (ઓળખાણ છે.) થીણદ્ધિ નિદ્રાનો ઉદય હોવાથી અવ્યક્ત શક્તિરૂપ જ્ઞાન અને દર્શનનો ઉપયોગ હોય છે. ઔદારિક અને (તેને મિશ્રકાશ્મણ સ્વરૂપ) ઔદારિક મિશ્ર કાયયોગ હોય છે. કાયસ્વરૂપ એક જ છે. મનવચનસ્વરૂપ યોગ નથી હોતો. કારણ કે તેઓનો અધ્યવસાય નહીં જાણી શકાતો હોવાથી (સ્પષ્ટ નહિ હોવાથી.) આઠ કર્મનો ઉદય હોવાથી, તેનો બંધ થવાથી, કૃષ્ણ, નીલ, કાપોત, તેજોલેશ્યા હોવાથી, દશ પ્રકારની સંજ્ઞા હોવાથી, સૂક્ષ્મ ઉચ્છવાસ, નિશ્વાસ (શ્વાસોશ્વાસ)ની ક્રિયા હોવાથી, અને સૂક્ષ્મ કષાય હોવાથી, આવા પ્રકારના લક્ષણો વડે પૃથ્વીનું મનુષ્યાદિની જેમ સચિત્તપણું છે. (અસ્તિત્વ છે.)
શંકા - પૃથ્વીકાયમાં ઉપયોગાદિના લક્ષણો સિદ્ધ નહીં થાય. કારણ કે જે લક્ષણો બતાવ્યા છે તે પ્રગટરૂપે સિદ્ધ નથી થતાં. (સાધ્ય-સાધનથી સમર્થન (સ્પષ્ટતા) નથી એમ ન કહેવું.)