________________
आचारांगसूत्र
१५३
=
સમાધાન - જેમ અત્યંત મદિરા પીધેલા મનુષ્યના શ્વાસોચ્છ્વાસ આદિ ચેતનાના ચિહ્ન વડે અવ્યક્ત ચેતનાના સદ્ભાવની (જેમ) જણાય છે. (અર્થાત્ બેભાન થાય છે ત્યારે શ્વાસોચ્છ્વાસાદિ ક્રિયા પણ મંદ અથવા તો અવ્યક્તરૂપે જણાય છે. છતાં તેમાં ચેતના જીવનું અસ્તિત્વ સિદ્ધ થાય છે તેમ) વળી એકસરખા પથ્થર તેનાથી ઉત્પન્ન થયેલ (વેલડી)વિ.ની પ્રાપ્તિ થાય છે તેમાં અવ્યક્તરૂપે ચેતનાનો સદ્ભાવ છે. (અર્થાત્ એક વેલડીમાંથી બીજા પર્ણાદિની ઉત્પત્તિ થાય છે.) અન્યથા પથ્થર, વેલડી વિ.ની વૃદ્ધિ સંભવિત નથી.
પરિમાણ દ્વાર - પૃથ્વીકાય જીવો સૂક્ષ્મ પર્યાપ્તા, સૂક્ષ્મ અપર્યાપ્તા, બાદર પર્યાપ્તા, બાદર અપર્યાપ્તા એમ ચાર પ્રકારે છે. ત્યાં બાદર પર્યાપ્તા પૃથ્વી જીવો સંવર્તિત લોકના જે પ્રતર છે તેના અસંખ્યેય ભાગમાં રહેલા જે પ્રદેશ તેની સંખ્યા પ્રમાણ છે. અને બાકીના ત્રણ દરેક અસંખ્યેય લોકાકાશપ્રદેશની રાશિ (સમૂહ) પ્રમાણ છે. તેનાથી બાદર પર્યાપ્તા અસંખ્યેય ગુણા, તેનાથી સૂક્ષ્મ પર્યાપ્તા અસંખ્યેય ગુણા, તેનાથી સૂક્ષ્મ પર્યાપ્તા અસંખ્યેય ગુણા છે.
ઉપભોગ દ્વાર - જવું (ચાલવું), ઊંચે સ્થાન બેસવું, શરીરને વિલેપન કરવું (શણગારવું) પુત્ર પ્રાપ્તિ વડીનીતિ, લઘુનીતિ, કોઈપણ ચીજવસ્તુ (ઉપકરણ) મૂકવી. લેપ કરવો, કપડાં, આભૂષણ વિ.ની લેવડ-દેવડ કરવી, ખેતી કરવી, વાસણ બનાવવા વિ.માં જે મનુષ્ય આદિના ઉપભોગરૂપ છે તે પૃથ્વીકાય વડે થાય છે. તેથી પોતાના સુખને શોધતાં (જોતાં) બીજાના દુ:ખોને નહીં જાણતા મૂઢ જીવો આ કારણો વડે પૃથ્વીકાયજીવોની હિંસા કરે છે.
શસ્ત્ર દ્વાર - શસ્ત્ર-દ્રવ્ય અને ભાવથી એમ બે પ્રકારે છે. દ્રવ્ય શસ્ત્ર પણ બે પ્રકારે છે. (૧) સમાસ અને (૨) વિભાગના ભેદથી. હળ, ધૂમાડા જેવા કાંતિવાળા નાગનું ઝેર, કોદાળી વિ. સમાસથી દ્રવ્ય શસ્ત્ર છે. (૧) સ્વકાયશસ્ત્ર (૨) પરકાયશસ્ત્ર (૩) ઉભયકાય શસ્ત્રના વિભાગથી દ્રવ્યશસ્ત્ર ત્રણ પ્રકારે છે. પૃથ્વીકાયનું પૃથ્વી એ જ સ્વકાય શસ્ર (૧) પાણી (ઉદક) એ પૃથ્વીકાય માટે પરકાયશસ્ત્ર (૨) અને પૃથ્વી અને પાણી બંને મળીને પૃથ્વી માટે ઉભયકાયશસ્ત્ર છે. તેમજ મન-વચન-કાયાનો દુરુપયોગ તે ભાવશસ્ર છે.
વેદના દ્વાર - અંગ, ઉપાંગ, પગ આદિમાં છેદન-ભેદન વડે જેમ મનુષ્યને વેદના થાય છે. તેવી જ વેદના (છેદન-ભેદનથી) પૃથ્વીકાય આદિને પણ થાય છે તે વેદના દ્વાર.
વધુ દ્વાર - વધુ તેને બીજા પ્રકાર વડે પણ નિર્લેપ અને નિર્ગન્ધપણાદિના કારણનો સંભવ હોવાથી જે પોતાના આત્માને અણગાર કહેનારા, કુતીર્થિક યતિવેષધારણ કરનારા ગુદા, હાથ, પગને ધોવાને માટે પૃથ્વીકાય જીવોને હંમેશાં દુઃખી કરે છે તે નિરવઘ અનુષ્ઠાનરૂપ અણગારના ગુણોમાં પ્રવર્તતા નથી તે ગૃહસ્થ સમાન જ છે. કારણ કે કલુષિત હૃદયપણાવડે સદોષપણું હોવા છતાં નિર્દોષતાનો ગર્વ હોવાથી. આ વધ કરવું, કરાવવું અને અનુમોદવું ની બુદ્ધિ વડે થાય છે તેની હિંસા કરવાથી બીજા પણ અપકાય વિ.ની હિંસા કરે છે. ઉદુમ્બર, વડના ફળને ખાનાર તેની અંદર રહેલ ત્રસ જીવોનું પણ ભક્ષણ કરે તેની જેમ.