________________
१५८
सूत्रार्थमुक्तावलिः तण्डुलोदकमप्यबहुप्रसन्नं मिश्रमिति । तत्राचित्तोऽप्कायः साधूनां परिभोगयोग्यो न सचित्तादिरूपः, अचित्तता च स्वभावाच्छस्त्रसम्बन्धाच्च, तत्र यः स्वभावादचित्तीभवति सोऽपि साधूनां परिभोगाय न कल्पते, किन्तु बाह्यशस्त्रसम्पर्काद्वर्णादिभिः परिणामान्तरमापन्नं, शस्त्रं ह्युत्सेचनागालनोपकरणधावनादि स्वकायादि पूर्ववस्थाविलक्षणवर्णाद्यापत्तयो वा, अग्निषुद्गलानुगतत्वाद्धि जलमीषत्पिङ्गलं धूमगन्धि विरसमुष्णञ्च जायते, तच्चोद्वृत्तत्रिदण्डम् । एवंविधावस्थासादितजलोपभोग एव साधूनां योग्यः, नान्यादृशः । शाक्यादयस्तु अप्कायभोगप्रवृत्ता नियमतोऽप्कायं द्रव्यभावशस्त्रविहिंसन्ति तदाश्रितानन्यांश्च, ततस्तेषां प्राणातिपातादयोऽवश्यम्भाविनः, अत एवैते ज्ञपरिज्ञया न परिज्ञातसमारम्भाः, येन तु ज्ञपरिज्ञया समारम्भाः परिज्ञाताः प्रत्याख्यानपरिज्ञया च परिहताः स एव परिज्ञातकर्मा भवतीति ॥ १४ ॥
જો પાણી જ જીવ છે તો તેનો પરિભોગ કરે છતે સાધુઓને પણ અવશ્ય પ્રાણાતિપાતના દિોષનો પ્રસંગ આવે, એવી શંકામાં કહે છે.
સૂત્રાર્થ - અચિત્તપાણી જ વાપરવું જોઈએ.
ભાવાર્થ :- સચિત્ત, અચિત્ત, મિશ્રના ભેદથી અપકાય જીવો ત્રણ પ્રકારે છે. ત્યાં સચિત્ત અપકાય-નિશ્ચય અને વ્યવહાર એમ બે ભેદે છે. ઘનોદધિ, ઘનવલય આદિ નિશ્ચયથી એકાંતે સચિત્ત જીવો છે. કૂવા, વાવ, તળાવ આદિમાં રહેલું પાણી વ્યવહારનય મતે સચિત્ત છે. મૂળથી દૂર નહીં કરેલું (બરાબર નહીં ઉકાળેલું, ઉકાળો નથી આવ્યો એવું) જે ગરમ પાણી તે મિશ્ર, પહેલા ઉકાળા થયે છતે કાંઈક પરિણમે છે – અચિત્ત થાય છે. કોઈ નથી થતું તેથી મિશ્ર, બીજા ઉકાળામાં ઘણું પરિણમેલું (અચિત્ત થયેલું) થોડું બાકી રહેલું તેથી મિશ્ર. ત્રીજા ઉકાળામાં સર્વે પણ અચિત્ત થાય છે. તેમજ વરસાદમાં પડેલું જેટલા પ્રમાણનું પાણી ગામ, નગર આદિમાં ઘણા તિર્યંચ, મનુષ્ય આદિની અવર-જવરની સંભાવનાવાળી ભૂમિમાં રહેલું છે તે જયાં સુધી શરૂઆતમાં અચિત્ત થતું નથી. ત્યાં સુધી મિશ્ર છે. ગામ, નગર આદિની પણ બહાર જે થોડું વરસાદનું પાણી પડે છે. ત્યારે તે પડેલું માત્ર પાણી મિશ્ર છે. થોડું નિર્મલ એવું ચોખાનું પાણી પણ મિશ્ર છે. (થોડા સમય સુધી પલડેલું), ત્યાં અચિત્ત પાણી સાધુઓના ઉપભોગ યોગ્ય છે સચિત્તાદિરૂપ નહીં. સ્વભાવથી અને શસ્ત્ર સંબંધથી એમ બે પ્રકારે અચિત્તતા છે. ત્યાં જે સ્વભાવથી અચિત્ત થાય છે તે પણ સાધુઓના ઉપભોગ માટે કલ્પતું નથી, પરંતુ બાહ્ય શસ્ત્ર સંપર્કથી વર્ણાદિ વડે પરિણામ પામે છે. (બદલાયા કરે છે.) અથવા શસ્ત્ર ઉપરથી પડવું, આગાલન કરવું, ઉપકરણ લેવું, દોડવું વિ. સ્વકીય આદિ પૂર્વવસ્થાથી વિલક્ષણ વર્ણાદિની અપત્તિ થાય છે. અગ્નિના પુદ્ગલોનું તે તરફ જવાથી પાણી કાંઈક પીળું પડેલું (પિંગલ વર્ણવાળું) કે ધૂમાડાથી યુક્ત જે વિરસ થયેલું છે તેવું અથવા ત્રણ ઉકાળાપૂર્વક ગરમ થયેલું પાણી જ સાધુઓના વાપરવાલાયક થાય છે. બીજું નહીં..