________________
१४४
सूत्रार्थमुक्तावलिः વિષયો શરીરના ગુણો છે તે પોતાની જેમ જ બીજાઓ વડે ગ્રહણ કરાય છે, જેમ રૂપાદિ, વળી જ્ઞાન પ્રત્યક્ષ હોવા છતાં પણ પરપ્રત્યક્ષ ગ્રાહ્ય નથી. તેથી શરીરનો ગુણ નથી. તેથી બીજાના આ ગુણો વડે તે આત્મા છે એમ વિચારવું. પંચભૂતમાંથી ચૈતન્ય પ્રગટ થાય છે એવું માનનારાઓને પૂછવું જોઈએ કે પંચભૂતમાં ઉત્પન્ન થયેલા શરીરમાં પાંચભૂત મળીને ચૈતન્ય પ્રગટ કરે છે કે એક ભૂત સ્વતંત્રપણે ચૈતન્યસ્વરૂપ થાય છે? પ્રથમમાં (પક્ષમાં) પાંચે સાથે મળીને ચૈતન્ય પ્રગટ થાય છે એમ કહીએ તો પરસ્પર સંબંધ નહીં થવાની આપત્તિ આવશે. બીજા પક્ષમાં એક (૨) સ્વતંત્રપણે ચૈતન્ય થાય છે. આવું માનીએ તો બીજા ચારભૂતની અવિદ્યમાનતા છતાં પણ પૃથ્વીના ઢેફા વિ.નું ચૈતન્ય થાય. કારણ કે તેના ચૈતન્યમાં બીજાની (જલાદિ.)ની અપેક્ષા રહેતી નથી. અને જો એમ કહેશો કે - તે એક જ હોવાથી ચૈતન્યરૂપ ન થાય. તો આ શરીરમાં રહેલી જે પૃથ્વી તેમાં પૃથ્વીન્દ્ર હોવાથી ચેતનરૂપ નહીં થાય ઢેફાની જેમ એવું અનુમાન થશે. પાણી વિ. માટે પણ (એવું થશે.) (જો એક સ્વતંત્રમાં ચૈતન્ય ઉત્પન્ન નથી થતું તો.) તે સમુદાયરૂપે પણ ચૈતન્ય કેવી રીતે થાય? ન થાય. વળી શરીર અને આત્મા બંને ભિન્ન છે એવી બુદ્ધિ પણ દેખાય છે આ મારું શરીર પતલું થયું. (કારણ કે - ષષ્ઠિ વિ. સંબંધમાં થાય છે. તેથી સંબંધીઓમાં ઓછામાં ઓછા બે વ્યક્તિ હોવા જ જોઈએ. તે છે શરીર અને આત્મા) અહીં અમ્મદ્ શબ્દના અર્થથી શરીર જુદું છે તેવું સિદ્ધ થાય છે. શરીરનું જે પરવિષયક આવા પ્રકારનું પદ (સ્થાન) હોવાથી તેવા અભેદજ્ઞાન અને સંસર્ગ દોષવડે બ્રાન્તિરૂપ થાય છે. (બ્રાન્તિની ઉપપત્તિ થાય છે.) અને પૂર્વે પ્રાપ્ત કરેલ સ્મૃતિના અનુબંધ વિના થયેલ હર્ષ, ભય, શોકની હમણાં અનુપપત્તિ થશે. અને કેટલાક જાતિસ્મરણવાળા આજે પણ પૂર્વના શરીરમાં રહેલા ગુપ્ત વૃત્તાન્તને સારી રીતે મેળવતાં શરીર અને આત્માના ભેદની બુદ્ધિ સિદ્ધ થાય છે. જો કે આ પ્રકાર વડે શરીર આત્માનો સ્પષ્ટ બોધ સિદ્ધ થતો નથી તો પણ તેવો અભેદપણ સ્પષ્ટ નથી. પરંતુ કાંઈક ભેદભેદ જ છે. એ પ્રમાણે જે હું આ રૂપ જોવું છું તેને હું સ્પર્શ કરું છું એ પ્રમાણે, જે હું આ ગ્રહણ કરું છું તે હું યાદ કરું છું એ પ્રમાણે ઈન્દ્રિયના અભાવમાં પણ જણાય છે. (પ્રત્યભિજ્ઞાનથી) તેથી એક જ્ઞાતા ઈન્દ્રિયાદિથી રહિત સિદ્ધ થાય છે. છોડવા લાયક ને છોડવું આદરવા લાયકને આદરવું વિ. પ્રવૃત્તિથી બીજા આત્માની સિદ્ધિ થાય છે. એવી રીતે ભગવંત વડે પ્રકાશેલા આગમ વડે જ વિશેષ સંજ્ઞાના નિષેધ દ્વાર વડે ગદમ્ પ્રત્યય વડે આત્માનો ઉલ્લેખ કરનાર આત્માની સિદ્ધિ જાણવી. બીજા આગમ વડે નહીં, તે બીજા આગમ તીર્થંકર સિવાયના (અનાપ્ત વડે) કહેવાયેલા હોવાથી આત્માની સિદ્ધિ જાણવી. બીજા આગમ વડે નહીં, તે બીજા આગમ તીર્થંકર સિવાયના અનાપ્ત વડે) કહેવાયેલા હોવાથી પ્રમાણરૂપ નથી. એ પ્રમાણે ૧૮૦ ક્રિયાવાદીના, ૮૪ વિકલ્પો અક્રિયાવાદીના, ૬૩ ભેદ અજ્ઞાનવાદીના અને ૩૨ ભેદો વૈનયિકવાદીના દૂર કરવા જોઈએ એ પ્રમાણે. llll.
ननु केषाञ्चित्संज्ञा न जायत इत्युक्तं तेन केषाञ्चिद्विशिष्टसंज्ञा भवतीत्युक्तं भवति सा च संज्ञा कथं तेषामुत्पत्स्यत इत्यत्राह