________________
१३८
सूत्रार्थमुक्तावलिः
ब्रह्मचर्यश्रुतस्कन्धस्येति, नवस्वप्यध्ययनेषु कुशलानुष्ठानरुपब्रह्मचर्यस्य प्रतिपादनादाचाराङ्गप्रथमश्रुतस्कन्धस्य ब्रह्मचर्यसंज्ञेति भावः । अध्ययनानीति, विशिष्टार्थध्वनिसन्दर्भरूपाणीत्यर्थः, अधिगम्यन्ते परिच्छिद्यन्तेऽर्था जीवादय एभिरित्यध्ययनानीति व्युत्पत्तेरिति । सूत्रेणानेन अध्ययनानामन्वर्थाभिधानप्रतिपादकेनोपक्रमान्तर्गतार्थाधिकारः सूचितः, तत्र प्रथमाध्यायस्य सप्तोद्देशाः, प्रथमोद्देशे सामान्यतो जीवास्तित्वमभिधीयते, शेषेषु षट्सु विशेषेण पृथिवीकायाद्यस्तित्वं सर्वेषां चान्ते बन्धस्य विरतेश्च प्रतिपादनमिति उद्देशार्थाधिकारोऽपि વિય: IIMIL.
હવે પહેલા શ્રુતસ્કંધના અધ્યયનોને કહે છે.
સૂત્રાર્થ :- શસ્ત્રપરિણા, લોકવિજય, શીતોષ્ણીય, સમ્યકત્વ, લોકસાર, ધૂત, મહાપરિજ્ઞા, વિમોક્ષ, ઉપધાન, શ્રુતના ભેદથી પહેલા બ્રહ્મચર્ય શ્રુતસ્કંધના નવ અધ્યયનો છે.
ભાવાર્થ - આના વડે પ્રાણીની હિંસા કરાય છે તે ખડ્રગ આદિ શસ્ત્ર કહેવાય છે. તે જીવના વધના હેતુનું જ્ઞાન. (પરિજ્ઞા). જેમાં જ્ઞાનપૂર્વક પ્રત્યાખ્યાન કહેવાય છે તે શસ્ત્રપરિજ્ઞા જીવાસ્તિ (જીવના અસ્તિત્વ)ની હિંસાદિના નિષેધને પ્રતિપાદન કરનાર છે. શસ્ત્ર નિક્ષેપમાં વ્યતિરિક્ત દ્રવ્યશસ્ત્ર તલવાર, અગ્નિ, વિષ આદિ છે. ભાવશસ્ત્ર તે દુષ્ટ ધ્યાનરૂપ મન તેમજ વાણી-કાયાની વિરતિનો અભાવ (અવિરતિ) જીવનો ઉપઘાત કરનાર હોવાથી (ભાવશસ્ત્ર) દ્રવ્યપરિજ્ઞા બે પ્રકારે. (૧) શપરિજ્ઞા (૨) પ્રત્યાખ્યાન પરિણા. બંને પ્રકાર પણ આગમ-નો આગમભેદથી બે પ્રકારે. આગમથી શસ્ત્ર પરિજ્ઞાનો જાણકાર છતાં ઉપયોગ રહિત હોય. નો આગમથી ત્રણ પ્રકારે (૧) જ્ઞશરીર (૨) ભવ્યશરીર (૩) ઉભયવ્યતિરિક્તના ભેદથી. ઉભયવ્યતિરિક્ત જ્ઞપરિજ્ઞા, જે સચિત્ત આદિ દ્રવ્યને જાણે છે તે છેદીને દ્રવ્યનું પ્રાધાન્યપણું તે દ્રવ્ય પરિજ્ઞા. ઉભયવ્યતિરિક્ત પ્રત્યાખ્યાન પરિજ્ઞા તે પણ દેહ-ઉપકરણનું ચારે તરફનું જ્ઞાન, ઉપકરણ, રજોહરણાદિ, સાધકપણે માનેલ હોવાથી. ભાવપરિજ્ઞા બે પ્રકારની, જ્ઞપરિજ્ઞા અને પ્રત્યાખ્યાન પરિજ્ઞા એ પ્રમાણે. આગમથી પૂર્વની જેમ. નો આગમથી જ્ઞપરિજ્ઞા તે જ્ઞાન-ક્રિયા સ્વરૂપ આ જ અધ્યયન અને પ્રત્યાખ્યાન પરિજ્ઞા મન-વચન-કાયાથી કરવું-કરાવવું અનુમોદનરૂપ પ્રાણાતિપાતથી નિવૃત્તિ. (અટકવું). રાગવૈષના લક્ષણરૂપ ભાવલોકનો વિજયે તેનું સ્વરૂપ જેમાં જણાવાયું છે. તે લોકવિજય - શબ્દાદિ વિષય લોકનો અથવા વિજયના પ્રતિપાદન સ્વરૂપ છે. શીત-ઉષ્ણ અને શીતોષ્ણને આગળ કરીને કરેલું અધ્યયન શીતોષ્ણીય અધ્યયન. શીત-ઉષ્ણાદિ સ્પર્શથી ઉત્પન્ન વેદનાદિ પ્રતિપાદન કરનાર છે. જીવાદિ નવતત્ત્વોની શ્રદ્ધારૂપ સમ્યક્ત્વ. તેની દઢતાને જણાવનાર શ્રેષ્ઠ અધ્યયન તે સમ્યત્વ અધ્યયન છે. ચૌદ રાજલોક પ્રમાણ લોકનો સાર. તેના પરમાર્થને જણાવનાર અધ્યયન તે લોકસાર. બાહ્ય સંગનો ત્યાગ કરવો તેનું પ્રતિપાદન કરનાર અધ્યયન તે ધૂત અધ્યયન. આંતરિક ક્રિયારૂપ મોટી પ્રતિજ્ઞા સારી રીતે જેમાં જણાવાઈ છે તેનું પ્રતિપાદન કરનાર (જણાવનાર.)