________________
अनुयोगद्वार
अनुयोगसार एषः प्रदर्शितो बालमतितुष्ट्यै । प्रौढधियामप्यस्माल्लाभश्चेद्यन्तु तं तेऽपि ॥
इति श्रीतपोगच्छनभोमणिश्रीमद्विजयानन्दसूरीश्वरपट्टालङ्कारश्रीमद्विजयकमलसूरीश्वरचरणनलिनविन्यस्तभक्तिभरेण तत्पट्टधरेण विजयलब्धिसूरिणा सङ्कलितायां सूत्रार्थमुक्तावल्यामनुयोगलक्षणा प्रथमा मुक्तासारिका वृत्ता ।
નયો વડે વિચારાતું અધ્યયન શું, સર્વ નયોથી વિચારાય છે કે કેટલાક નયોથી ત્યાં આદ્ય પક્ષ યુક્તિ નથી. કારણ કે નયો અસંખ્ય હોવાથી સર્વ નયો વડે વિચાર કરવાનો અયોગ્ય છે. જેટલા વચનના માર્ગો છે. તેટલા જ નયો છે. દ્વિતીય પક્ષ પણ યોગ્ય નથી, કારણ કે નયો સંખ્યાતીત હોવાથી કેટલા વડે વિચારાયે છતે આ નયા વડે પણ કેમ ન વિચારવું, એમ પ્રશ્નનો પ્રસંગ થાય છે. તેઓ અસંખ્યય હોવા છતાં સઘળા નયનો સંગ્રહ કરનાર એવા નયનો વિચાર કરાય છે એવું ન કહેવું, કારણ કે, સંગ્રહ કરનાર નો પણ અનેક પ્રકારના છે. તે આ રીતે પૂર્વના જાણનારાઓએ સકલ નયોનો સંગ્રહ કરનાર (સાતસો) ૭00 નયો કહ્યા છે. જેઓનું પ્રતિપાદક ૭૦૦ આરાવાળું નયચક્રાધ્યયન હતું. ફરી પણ તેઓનો સંગ્રહ કરનાર બાર (૧૨) નયો છે કે જેનો પ્રરૂપક બાર આરાવાળો નયચક્ર અત્યારે પણ છે અને આ બારનું પણ સંગ્રહ કરનાર નૈગમ વિગેરે સાત નયો છે. તે સાત પણ સંગ્રહ કરનાર દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિક અથવા જ્ઞાનનય-ક્રિયાનય અથવા નિશ્ચય-વ્યવહાર અથવા શબ્દનય-અર્થનય એમ બે બે છે. એ પ્રમાણે સંગ્રહ કરનારા નયો અનેક પ્રકારના હોવાથી પ્રશ્નો થવા તે તદવી છે. એવી શંકામાં કહે છે.
મુક્તિ, જ્ઞાન અને ક્રિયા ઉભયથી સાધ્ય છે.
મુક્તિ તે જ્ઞાન અને ક્રિયા ઉભયથી સાધ્ય જ છે. પરંતુ કોઈ એકથી સાધ્ય નથી, સાધક પણ જ્ઞાન અને ક્રિયા બન્નેથી પણ યુક્ત હોય તો જ સારો છે, એ પ્રમાણે સ્થિર પક્ષ છે. જ્ઞાન માત્ર હોવાથી પુરુષાર્થની સિદ્ધિ ક્યાંય પણ જોવાઈ નથી, રસોઈના અર્થીઓને પણ અગ્નિના જ્ઞાનમાત્રથી જ રસોઈની સિદ્ધિ થતી નથી, ‘હનાનયન સંધુHપ ગ્વનન' વિગેરેની ક્રિયાના અનુષ્ઠાનથી પણ પાકની સિદ્ધિ થાય છે.
તીર્થંકર પણ કેવલજ્ઞાન માત્રથી મુક્તિને સાધતા નથી કિન્તુ યથાખ્યાતચારિત્રની ક્રિયાથી પણ મુક્તિને સાધે છે. ક્રિયા કાળે પણ જ્ઞાન અવયંભાવી હોવાથી તે બંનેના પછી થનાર સ્વરૂપ સાધકને બંનેમાં તુલ્યપણું છે. માત્ર ક્રિયાથી પુરુષાર્થની સિદ્ધિ થતી નથી અને પ્રત્યેક એવા તે બન્ને દેશોપકારી હોવાથી સમુદાયમાં સંપૂર્ણ હેતુતા છે. તેથી કોઈ ક્ષતિ નથી.