________________
११०
सूत्रार्थमुक्तावलिः च्छविदोष: समयविरुद्धं वचन मात्रञ्च । अर्था पत्तिदोषो ज्ञेयोऽसमास दोषश्च । उपमा२८. रूपकदोषो निर्देश पदार्थसन्धिदोषश्च । एते च सूत्रदोषा द्वात्रिंशद्भवन्ति ज्ञातव्या' इति, गुणाश्च 'निर्दोषं सारवन्तञ्च हेतुयुक्तमलङ्कृतम् । उपनीतं सोपचारं मितं मधुरमेव चे'ति । एतेषां स्वरूपाण्यन्यत्रावलोकनीयानि ॥४८॥
હવે સૂત્ર સ્પર્શિક નિર્યુક્તિ અનુગમને કહે છે – અસ્મલિત-અમિલિત-અવ્યત્યાગ્રંડિત-પ્રતિપૂર્ણ ઘોષ વિગેરે શુદ્ધ એવું સૂત્ર ઉચ્ચારવું જોઈએ.
સૂત્ર અનુગમમાં સર્વદોષથી મુક્ત અને લક્ષણથી યુક્ત એવું સૂત્ર અસ્મલિત વિગેરે જેવી રીતે થાય તેવી રીતે ઉચ્ચારવું જોઈએ તે આ રીતે, માટીના ટુકડા વિગેરેથી વ્યાપ્ત પૃથ્વી ભાગમાં જેમ પૂછડું અલિત થાય છે. તેની જેમ જે સ્કૂલના પામે તે અલિત કહેવાય અને તેવું ન હોય તે અસ્મલિત કહેવાય.
અનેક શાસ્ત્ર સંબંધિ સૂત્રો એક સ્થાને મેળવીને જયાં પાઠ કરે છે તે મિલિત, અસદશ ધાન્ય મેળવનારની જેમ અથવા પરાવર્તન કરનારને જ્યાં પદ વિચ્છેદ પ્રતીત થતો નથી, તે મિલિત અને તેવું ન હોય તે અમિલિત.
એક જ શાસ્ત્રમાં અન્ય અન્ય સ્થાને રહેલ એક અર્થવાળા સૂત્રોને એક સ્થાને લાવીને ભણતાને વ્યત્યાગ્રંડિત કહેવાય અથવા આચારાદિ સૂત્રમાં પોતાની મતિથી વિચારાયેલ તેના સરખા સૂત્ર કરીને રાખનારને વ્યત્યાગ્રંડિત કહેવાય અથવા અસ્થાનથી વિરતિવાળો તે વ્યત્યાગ્રંડિત કહેવાય. તેવા પ્રકારનો ન હોય તે અવ્યત્યાગ્રંડિત કહેવાય.
સૂત્રથી બિંદુ માત્રા વિગેરેથી અન્યૂન અને અર્થથી અધ્યાહાર-આકાંક્ષા વિગેરેથી રહિત હોય તે પ્રતિપૂર્ણ કહેવાય અને ઉદાત્ત વિગેરે સ્વરૂપથી (અવાજ) જૂન ન હોય અથવા રહિત ન હોય તે પ્રતિપૂર્ણ ઘોષ આદિ શબ્દથી બાળક અથવા મુંગા વડે બોલાયેલની જેમ કંઠ-આઠથી મુક્ત થયેલું અવ્યક્ત હોતું નથી તથા ગુરુ વડે અપાયેલ વાચનાથી પ્રાપ્ત થયેલ હોય... શિખાયેલ ન હોય અથવા પુસ્તકમાંથી સ્વયં ભણાયેલું ન જ હોય. તેવા પ્રકારના વિશેષથી યુક્ત-શુદ્ધ-બત્રીશ દોષ રહિત - આઠ ગુણથી યુક્ત-અલ્પ ગ્રંથવાળું-મહાઅર્થવાળું લક્ષણ યુક્ત એવું સૂત્ર ઉચ્ચારવું જોઈએ. બત્રીશ દોષ આ પ્રમાણે- અનૃત-ઉપઘાતજનક નિરર્થક-અપાર્થકછલ-તૃહિલ-નિઃસાર-અધિક-ઉન-પુનરુક્ત-વ્યાહત-અયુક્ત-ક્રમભિન્ન-વચનભિન્ન-વિભક્તિભિન્નલિંગભિન્ન-અનભિહિત-અપદ-સ્વભાવહીન વ્યવહિત-કાલયતિ-છવિદોષ-સમય-વિરુદ્ધ-વચનમાત્રઅથપત્તિદોષ-શેય-અસમાસદોષ-ઉપમારુક દોષ-નિર્દેશ-પદાર્થ-સંધિદોષ.
'अल्पग्रंथ महार्थं द्वात्रिंशद्दोष विरहितं यच्च । लक्षणयुक्तं सूत्रमष्टभिश्च गुणैरुपेत'मिति ।