________________
१०८
सूत्रार्थमुक्तावलिः तत्त्वश्रद्धानं लक्षणं श्रुतसामायिकस्य जीवादिपरिज्ञानं चारित्रसामायिकस्य सावद्यविरतिः देशविरतिसामायिकस्य तु विरत्यविरतिस्वरूपं मिश्रमिति, एवं नैगमादयो नया वाच्याः, तेषां च समवतारो यत्र सम्भवति तत्र दर्शनीयः, तथा कस्य व्यवहारादेः किं सामायिक मनुमतमित्यभिधानीयम्, तथा कि सामायिकं कतिविधं कस्य तत्, क वा केषु द्रव्येषु कथं कियच्चिरं कालं तद्भवति कियन्तस्तस्य युगपत् प्रतिपद्यमानकाः पूर्वप्रतिपन्ना वा लभ्यन्त इति वक्तव्यम्, ततः सान्तरं तथा कियन्तं कालं सामायिकप्रतिपत्तारो निरन्तरं लभ्यन्त इति वाच्यम्, कियतो भवानुत्कृष्टतस्तदवाप्यत इति तथा एकस्मिन्नानाभवेषु वा पुनः पुनः सामायिकस्य कत्याकर्षा इति, तथा कियत्क्षेत्रं ते स्पृशन्तीति, तथा निश्चिता निरुक्तिश्च वक्तव्या, तथा चोपोद्घातनियुक्तिः समर्थिता भवति, अस्याञ्च प्रस्तुताध्ययनस्याशेषविशेषेषु विचारितेषु सत्सु सूत्रं व्याख्यानयोग्यमानीतं भवति, ततः प्रत्यवयवं सूत्रव्याख्यानरूपायाः सूत्रस्पर्शिकनियुक्तेरवसरः सम्पद्यते, सूत्रञ्च सूत्रानुगमे सत्येव भवति सोऽप्यवसरप्राप्त પતિ ll૪થી.
ત્યાં નિયુક્તિ અનુગમને કહે છે. નિક્ષેપ-ઉપોદ્ધાત-સૂત્રસ્પર્શિક નિયુક્તિ અનુગમ સ્વરૂપ ત્રણ ભેદવાળો બીજો નિર્યુક્તિ અનુગમ છે.
પહેલા નામ-સ્થાપના વિગેરે ભેદથી આવશ્યક વિગેરે પદોનું જે વ્યાખ્યાન કરાયું હતું. તેના દ્વારા નિક્ષેપ નિર્યુક્તિ અનુગમ કહેવાય જ છે. વ્યાખ્યાન કરવા યોગ્ય સૂત્રની વ્યાખ્યા વિધિ સમીપીકરણ તે ઉપોદ્યાત છે અને તેની નિયુક્તિ તે ઉપોદ્દાત નિયુક્તિ અને કથનના સ્વરૂપવાળો તરૂપ અનુગમ તે ઉપોદ્દાત નિયુક્તિ અનુગમ છે. તે આ રીતે, પહેલા સામાન્ય ઉપદેશ કહેવા યોગ્ય છે. જેમ કે અધ્યયન, તે પ્રમાણે વિશેષ અભિધાન કરવું તે નિર્દેશ છે, જેમ કે સામાયિક, ત્યાર પછી સામાયિક ક્યાંથી નીકળ્યું એવા સ્વરૂપવાળો નિર્ગમ કહેવા યોગ્ય છે. ત્યાર પછી તેના ઉત્પત્તિ ક્ષેત્ર અને કાળ ત્યાર પછી ક્યા પુરુષથી નીકળયું તે કહેવા યોગ્ય છે. ત્યાર પછી કયા કારણથી ગૌતમસ્વામી વિગેરે ભગવાનની પાસે સામાયિકને સાંભળે છે તે પ્રમાણે કારણ કહેવું, ત્યાર પછી કઈ પ્રતીતિથી ભગવાન વડે આ ઉપદેશાવેલ છે અથવા તો કઈ પ્રતીતિથી ભગવાન વડે ઉપદેશાવેલ એવા તેને ગણધરો સાંભળે છે તે કહેવા યોગ્ય છે, ત્યાર પછી લક્ષણ કહેવા યોગ્ય છે. જેમ કે, સમ્યક્ત્વ સામાયિકનું તત્ત્વની શ્રદ્ધા સ્વરૂપ, શ્રુત સામાયિકનું જીવાદિના પરિજ્ઞાન સ્વરૂપ, ચારિત્રનું સાવદ્ય વિરતિ સ્વરૂપ, દેશવિરતિ સામાયિક વિરતિઅવિરતિ મિશ્ર એ પ્રમાણે લક્ષણ કહ્યું છે. એ પ્રમાણે નૈગમ વિગેરે નયો કહેવા અને તેઓનો સમવતાર જયાં સંભવે ત્યાં દેખાડવો તથા વ્યવહાર આદિ કયા નયને સામાયિકાદિ શું અનુમત