________________
अनुयोगद्वार
१०५ હવે નિક્ષેપઢારને કહે છે. ઓઘનિષ્પન્ન-નામ નિષ્પન્ન અને સૂત્ર આલાપક નિષ્પન્ન એવા ત્રણ ભેદવાળો નિક્ષેપ છે.
ઓઘ એટલે સામાન્ય એટલે કે સામાન્ય રીતે અધ્યયન વિગેરે શ્રુતનું કહેવું અને તેનાથી નિષ્પન્ન હોય તે ઘનિષ્પન્ન કહેવાય. નામ શ્રુતનું જ સામાયિક વિગેરે વિશેષ કથન તેનાથી નિષ્પન્ન તે નામ નિષ્પન્ન, “કરેમિ ભંતે' ઇત્યાદિ જે સૂત્ર આલાપકો છે. તેઓથી નિષ્પન્ન તે સૂત્ર આલાપક નિષ્પન્ન આ પ્રમાણે ત્રણ પ્રકારનો નિક્ષેપ છે.
ओघनिष्पन्नमाह-- अध्ययनाक्षीणायक्षपणालक्षणः प्रथमः ॥४३॥
अध्ययनेति, सामायिकचतुर्विंशतिस्तवादिश्रुतविशेषाणां सामान्यनामानि अध्ययनादीनि चत्वारि, यदेव हि सामायिकमध्ययनमुच्यते तदेवाक्षीणं निगद्यते, इदमेवाऽऽयः प्रतिपाद्यते, एतदेव क्षपणाऽभिधीयते एवं चतुर्विंशतिस्तवादिष्वपि चिन्तनीयम् । एषां नामादिनिक्षेपोऽनुयोगद्वारतो विज्ञेयः ॥४३।।
હવે ઓઘ નિષ્પન્નને કહે છે. અધ્યયન-અક્ષણ-આય-ક્ષપણા-સ્વરૂપ ચાર પ્રકારે પ્રથમ ઓઘનિષ્પન્ન છે.
સામાયિક-ચતુર્વિશતિ સ્તવ વિગેરે શ્રુત વિશેષના સામાન્ય નામો અધ્યયન વિગેરે ચાર છે. જે સામાયિક છે તે જ અધ્યયન કહેવાય છે. તે જ અક્ષીણ કહેવાય છે. આ જ આય તરીકે પ્રતિપાદન કરાય છે, આ જ ક્ષપણા કહેવાય છે, આ પ્રમાણે ચતુર્વિશતિ વિગેરેમાં પણ વિચારવું અને આના નામાદિ નિક્ષેપ અનુયોગદ્વારમાંથી જાણવા.
अथ नामनिष्पन्नमाह-- सामायिकादिर्नाम ॥४४॥
सामायिकादिरिति, आदिना चतुर्विंशतिस्तवादीनां ग्रहणम्, सामायिकस्य नामस्थापनाद्रव्यभावभेदाच्चतुर्विधो निक्षेपः, नामस्थापने स्पष्टे, द्रव्यमपि भव्यशरीरद्रव्यसामायिकं यावत्स्पष्टमेव, उभयव्यतिरिक्तञ्च पत्रकपुस्तकलिखितम्, नोआगमत इदम् । भावसामायिकन्तु आगमतो ज्ञातोपयुक्तश्च । नोआगमतश्च यस्य मूलगुण उत्तरगुणेऽनशनादौ च सर्वकालं व्यापारात् सन्निहित आत्मा तस्य सामायिकं भवति, यस्सर्वभूतेषु त्रसेषु स्थावरेषु च मैत्रीभावात्समः, यश्च स्वात्मनो हननादिजं दुःखं न प्रियं तथा सर्वजीवानामिति चेतसि भावयित्वा समस्तानपि जीवान स्वयं हन्ति नान्यैर्घातयति घ्नतश्चान्यान्न समनुजानीते