________________
अनुयोगद्वार પશ્ચાનુપૂર્વી આ પ્રમાણે છે. ઉર્ધ્વ-અધો-તિર્યલોક, અનાનુપૂર્વમાં તો ત્રણપદના પૂર્વે કહેલા ક્રમથી છ ભાંગા થાય છે. ત્યાં પહેલા અને છેલ્લાના ત્યાગ વડે મધ્યમના ચાર ભાગાઓ અનાનુપૂર્વી છે. એ પ્રમાણે અધોલોક વિગેરે લોકમાં પણ પ્રત્યેક એવા રત્નપ્રભા પૃથ્વીને લઈને પૂર્વાનુપૂર્વી વિગેરે વિચારવા યોગ્ય છે.
અનૌપનિધિકી કાલાનુપૂર્વી નિગમ અને વ્યવહારને સમ્મત એવી અનૌપનિધિકી કાલાનુપૂર્વી અર્થ પ્રરૂપણા વિગેરે વિષયમાં દ્રવ્યાનુપૂર્વીની જેમ જ છે. ત્રણ સમય વિગેરે સ્વરૂપ કાલના પર્યાયથી વિશિષ્ટ દ્રવ્ય તે આનુપૂર્વી દ્રવ્ય છે. કારણ કે, અહીં ત્રણ સમય વિગેરેનું જ મુખ્ય આનુપૂર્વીપણું છે. તેનાથી વિશિષ્ટ એવા દ્રવ્યોનો તો અભેદ ઉપચાર કરેલ છે. કારણ કે, પર્યાય અને પર્યાયિથી કાંઈક કથંચિત્ અભિન્ન છે. અહીં પણ દ્રવ્યની અનંત સ્થિતિ નથી, કારણ કે, તેવો સ્વભાવ છે. તેથી અસંખ્ય સમયથી વિશિષ્ટ દ્રવ્ય જ આનુપૂર્વી છે. પરમાણુ વિગેરે અનંત અણુ દ્વારા સ્કંધ સુધીના દ્રવ્યો એક સમયની સ્થિતિવાળા હોય તો આનુપૂર્વી હોય છે અને બે સમયની સ્થિતિવાળા તેવા પ્રકારના દ્રવ્યો અવક્તવ્યક છે.
દ્રવ્યદ્વારમાં આનુપૂર્વી દ્રવ્યો અસંખ્ય જ છે, અનંત નથી, કારણ કે, સમયના ક્રમ વિગેરે વાળી સ્થિતિ એક-એક સ્વરૂપ છે અને દ્રવ્ય અહીં ગૌણ છે. તેથી ત્રણ સમયની સ્થિતિવાળા અનંત એવા પણ દ્રવ્યો એક આનુપૂર્વી સ્વરૂપ છે. એ પ્રમાણે ચાર સમય સ્થિતિવાળા, અસંખ્ય સમયની સ્થિતિવાળા સુધીના દ્રવ્યોનું વિચારવું. આ પ્રમાણે આનુપૂર્વી અવક્તવ્યક દ્રવ્યો પ્રત્યેક અસંખ્યાતા કહેવા.
ક્ષેત્રદ્વારમાં એક દ્રવ્યની અપેક્ષાએ લોકના સંખ્યાત્મક ભાગમાં, અસંખ્યાત્મક ભાગમાં, સંખ્યાતા ભાગોમાં, અસંખ્યાતા ભાગોમાં અથવા દેશોન લોકમાં અવાગાહીને રહે છે.
સર્વ લોક વ્યાપિ એવો અચિત્ત માસ્કન્ધ તો તેનો વ્યાપ્ત હોવાથી એક-એક સમય સુધી રહે છે. કારણ કે, તેનાથી આગળ ઉપસંહાર છે. એક સમય સ્થિતિવાળું આનુપૂર્વી દ્રવ્ય સંભવતું નથી. કારણ કે, ત્રણ વિગેરે સમયની સ્થિતિવાળું છે. તેથી ત્રણ વિગેરે સમયની સ્થિતિવાળું અન્ય દ્રવ્ય નિયમથી એક એવા પણ પ્રદેશની સાથે ન્યૂન એવા લોકમાં અવગાહીને રહે છે. આનુપૂર્વી દ્રવ્યનો ક્ષેત્રાનુપૂર્વી અને કાલાનુપૂર્વી દ્રવ્યોમાં એક દ્રવ્ય (એક દ્રવ્યની અપેક્ષાએ) લોકના અંખ્યાત્મક ભાગમાં જ રહે છે. કારણ કે, કાલથી એક સમયની સ્થિતિવાળું ક્ષેત્રને એક પ્રદેશમાં અવગાઢ જ, અહીં અનાનુપૂર્વી તરીકે વિવક્ષિત છે. પણ તે લોકના અસંખ્યાત ભાગમાં જ હોય છે. જુદા જુદા દ્રવ્યો તો (જુદા જુદા દ્રવ્યોની અપેક્ષાએ તો) સર્વલોકના છે. કારણ કે, એક સમયની સ્થિતિવાળા દ્રવ્યો સર્વત્ર વિદ્યમાન છે. અવક્તવ્યક દ્રવ્યની વિચારણામાં ક્ષેત્રાનુપૂર્વીની જેમ એક દ્રવ્ય લોકના અસંખ્યાત્મક ભાગમાં જ હોય અથવા બે સમયની સ્થિતિવાળું દ્રવ્ય સ્વભાવથી લોકના અસંખ્યાત્મક ભાગમાં જ અવગાહે છે. વધારે નહિ.