________________
अनुयोगद्वा
અસંખ્યાત થાય છે. કારણ કે, તુલ્ય પ્રદેશોમાં અવગાઢ એવા ઘણાનું પણ ક્ષેત્રની અવગાહનાની અપેક્ષાએ એકપણું છે. આ પ્રમાણે અનાનુપૂર્વી દ્રવ્યો અસંખ્ય છે. કારણ કે, લોકમાં પ્રદેશ અસંખ્ય છે. અવક્તવ્યક દ્રવ્યો પણ તેવી રીતે જાણવા. કારણ કે, દ્વિપ્રદેશાત્મક વિભાગો પણ અસંખ્યાત્મક છે. ક્ષેત્રદ્વારમાં સ્કન્ધ દ્રવ્યો વિચિત્ર હોવાથી એક દ્રવ્યની અપેક્ષાએ કોઈ સ્કન્ધ લોકના સંખ્યાતમ ભાગને અવગાહીને રહે છે. કોઈક દ્રવ્ય અસંખ્યાત ભાગને અવગાહીને રહે છે. કોઈક દ્રવ્ય ઘણા સંખ્યાતા ભાગોને અવગાહીને રહે છે. કોઈક દ્રવ્ય ઘણા અસંખ્યાતા ભાગોને અવગાહીને રહે છે અને વળી કોઈક દ્રવ્ય દેશોન- વ્યાપિ હોય છે. કારણ કે, ક્ષેત્રથી આનુપૂર્વી સકલલોક વ્યાપિપણામાં અનાનુપૂર્વી અને અવક્તવ્યક દ્રવ્યોના નિરવકાશપણાનો પ્રસંગ થાય છે, જે ઇષ્ટ નથી.
९७
કારણ કે, હંમેશા આનુપૂર્વી - અનાનુપૂર્વી અને અવક્તવ્યક દ્રવ્યોથી અશૂન્ય એવો લોક શાસ્ત્રને અનુમત છે. આથી દેશોનલોક વ્યાપિ કહેલ છે.
દ્રવ્યાનુપૂર્વીમાં દ્રવ્યો જ આનુપૂર્વી સ્વરૂપ છે અને પરસ્પર ભિન્ન એવા દ્રવ્યોનું એક ક્ષેત્રમાં અવસ્થાનનો સંભવ છે. તેથી સર્વલોક વ્યાપિપણું વિરુદ્ધ નથી. જુદા જુદા દ્રવ્યોની અપેક્ષાએ આનુપૂર્વી વિગેરે દ્રવ્યોનું સર્વલોક વ્યાપ્યત્વ છે. ત્રણ વિગેરે પ્રદેશમાં અવગાઢ તેવા દ્રવ્યોના ભેદથી અહીં આનુપૂર્વીનું નાનત્વ છે.(વિવિધપણું) એક દ્રવ્યની અપેક્ષાએ અનાનુપૂર્વી દ્રવ્ય લોકના અસંખ્યાત્મક ભાગ વત્તિ છે. કારણ કે, અનાનુપૂર્વી એક પ્રદેશ જ અવગાઢ છે. જુદા જુદા દ્રવ્યોની અપેક્ષાએ અનાનુપૂર્વી દ્રવ્યો સમસ્ત લોક વ્યાપિ છે. એ પ્રમાણે અવક્તવ્યક દ્રવ્યનું પણ જાણવું. સ્પર્શનાદ્વાર પણ એ જ પ્રમાણે જાણવું.
કાલદ્વા૨માં ત્રણ વિગેરે પ્રદેશથી અવગાઢ દ્રવ્ય સ્વરૂપ એવી આનુપૂર્વી એક દ્રવ્યની અપેક્ષા એ જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અસંખ્યાતકાલ રહેલ છે અને જુદા જુદા દ્રવ્યોની અપેક્ષાએ તો સર્વકાલ જ હોય છે. કારણ કે, ત્રણ પ્રદેશથી અવગાઢ દ્રવ્યોના ભેદોનો હંમેશા સદ્ભાવ હોય છે. આ પ્રમાણે આનુપૂર્વી અને અવક્તવ્યક દ્રવ્યોમાં પણ જાણવું.
અંતરદ્વારમાં એક દ્રવ્યની અપેક્ષાએ કોઈ આનુપૂર્વી દ્રવ્ય જ્યારે એક સમય સુધી વિવક્ષિત ક્ષેત્રથી અન્ય ક્ષેત્રમાં અવગાહને સ્વીકારીને ફરીથી પણ કેવળ આનુપૂર્વી દ્રવ્ય અથવા અન્ય દ્રવ્યથી સંયુક્ત, આનુપૂર્વી દ્રવ્ય તે જ વિવક્ષિત એવા ત્રણ આકાશપ્રદેશોમાં અવગાહે છે. ત્યારે એક આનુપૂર્વી દ્રવ્યોનો જઘન્ય અંતરકાલ સમય તરીકે પ્રાપ્ત થાય છે જ. તે જ આનુપૂર્વી દ્રવ્યો જ્યારે અન્ય ક્ષેત્રમાં અસંખ્યકાલ સુધી ભમીને કેવલ આનુપૂર્વી દ્રવ્યો (અન્ય દ્રવ્ય સંયુક્ત આનુપૂર્વી દ્રવ્યો) આવીને ફરીથી તે જ વિવક્ષિત ત્રણ વિગેરે આકાશ પ્રદેશોમાં અવગાહે છે. ત્યારે ઉત્કૃષ્ટથી અસંખ્ય અંતરકાલ પ્રાપ્ત થાય છે. દ્રવ્યાનુપૂર્વીની જેમ અનંતકાલ શા માટે પ્રાપ્ત થતો નથી ? તેવી શંકા અયોગ્ય છે. કારણ કે, વિવક્ષિત દ્રવ્યોથી અતિરિક્ત એવા દ્રવ્ય વિશેષો અનંત છે અને