________________
१०२
सूत्रार्थमुक्तावलिः
अथ गणनानुपूर्वीमाह-
तथैवेकादिसंख्याभिधानं गणानानुपूर्वी ॥३८॥
तथैवेति, पूर्वपश्चाद्व्युत्क्रमत इत्यर्थः, एकं द्वे त्रीणि चत्वारीत्येवंक्रमेणाभिधानं पूर्वानुपूर्वीगणनानुपूर्वी, दशकोटिशतानि कोटीशतं दशकोटयः कोटिरित्येवं वर्णनं पश्चानुपूर्वी - गणनानुपूर्वी, उक्तक्रमद्वयातिरेकेण सम्भवद्भिर्भङ्गैः संख्यानमनानुपूर्वीगणनानुपूर्वीत्यर्थः ॥३८॥ હવે ગણનાનુપૂર્વીને કહે છે.
તે પ્રમાણે જ એક વિગેરે સંખ્યાનું કહેવું તે ગણનાનુપૂર્વી છે.
તે પ્રમાણે જ એટલે કે પૂર્વ-પશ્ચાદ્ અને વ્યુત્ક્રમથી એમ ગણનાનુપૂર્વી ત્રણ પ્રકારે છે. ૧૨-૩-૪ એવા ક્રમથી કહેવું તે પૂર્વાનુપૂર્વી ગણનાનુપૂર્વી છે. ૧૦૦૦ કરોડ - ૧૦૦ કરોડ - ૧૦ કરોડ - કરોડ એ પ્રમાણે વર્ણન કરવું તે પશ્ચાનુપૂર્વી ગણનાનુપૂર્વી છે. કહેવાયેલા બન્ને ક્રમને ઉલ્લંઘીને સંભવતા ભાંગાઓ વડે સંખ્યા કહેવી તે અનાનુપૂર્વી ગણનાનુપૂર્વી છે.
सम्प्रति संस्थानानुपूर्वीमाह-
एवमेव पञ्चेन्द्रियसंस्थानानुपूर्वी ॥३९॥
एवमेवेति, पूर्वपश्चाव्युत्क्रमत इत्यर्थः, आकृतिविशेषाः संस्थानानि, समचतुरस्रन्यग्रोधमण्डलसादिकुब्जवामनहुण्डरूपाणि षट् तत्र सर्वप्रधानत्वात्समचतुरस्रस्यादावुपन्यासः, शेषाणान्तु यथाक्रमं हीनत्वाद्वितीयादित्वमित्थमेव पूर्वानुपूर्वी, शेषभावना पूर्ववत् । संस्थानानि, जीवाजीवसम्बन्धित्वेन द्विधा भवन्ति, इह च जीवसम्बन्धीनि तत्रापि पञ्चेन्द्रियसम्बन्धीनि विवक्षितानीति पञ्चेन्द्रियेति विशेषितम् ॥३९॥
હવે સંસ્થાનાનુપૂર્વી કહે છે.
તે પ્રમાણે પંચેન્દ્રિય જીવોની સંસ્થાનાનુપૂર્વી છે.
એ પ્રમાણે એટલે કે, પૂર્વ પશ્ચાદ્ વ્યુત્ક્રમથી પંચેન્દ્રિય સંસ્થાનાપૂર્વી ત્રણ પ્રકારે છે. આકૃતિ વિશેષ તે સંસ્થાન છે. સમચતુરસ્ર-ન્યગ્રોધમંડલ-સાદિ-કુબ્જ-વામન-હૂંડક વિગેરે છ રૂપે છે. ત્યાં સર્વ કરતા પ્રધાન હોવાના કારણે સમચતુસ્રનો આદિમાં ઉપન્યાસ છે અને શેષ ક્રમપૂર્વક હીત હોવાથી દ્વિતીય તરીકે ઉપન્યાસ છે. આ પ્રમાણે જ પૂર્વાનુપૂર્વી છે. શેષ ભાવનાને પૂર્વ પ્રમાણે જાણવી, સંસ્થાનો જીવ સંબંધી અને અજીવ સંબંધી એમ બે પ્રકારે છે અને અહીં જીવ સંબંધી સંસ્થાનોનો કથન છે. તેમાં પણ પંચેન્દ્રિય સંબંધિ સંસ્થાનો વિવક્ષિત છે તેથી પંચેન્દ્રિય એવા શબ્દથી સંસ્થાનાનુપૂર્વી વિશિષ્ટ કહેલ છે.