________________
अनुयोगद्वार
ભાવદ્વા૨માં ત્રણેય પણ સાદિ પારિણામિક ભાવે રહેલ છે. અલ્પબહુત્વદ્વારમાં અવક્તવ્યક દ્રવ્યો સર્વ સ્ટોક છે. કારણ કે, બે સમયની સ્થિતિવાળા દ્રવ્યો સ્વભાવથી જ થોડા હોય છે. વળી અનાનુપૂર્વી દ્રવ્યો તેઓ કરતા વિશેષાધિક છે. કારણ કે, એક સમયની સ્થિતિવાળા દ્રવ્યો સ્વભાવથી પૂર્વ એવા અવક્તવ્યક દ્રવ્યો કરતા વિશેષાધિક છે. વળી આનુપૂર્વી દ્રવ્યો પૂર્વ એવા અનાનુપૂર્વી દ્રવ્યો કરતા અસંખ્યાતગુણા છે. આ પ્રમાણે નૈગમ-વ્યવહાર મતથી અનૌપનિધિકી કાલાનુપૂર્વી છે. વળી સંગ્રહમતથી તે અનૌપનિધિકી કાલાનુપૂર્વી ક્ષેત્રાનુપૂર્વીની જેમ જાણવી. ઔપનિધિકી કાલાનુપૂર્વી-પૂર્વાનુપૂર્વી-પશ્ચાનુપૂર્વી અને અનાનુપૂર્વી એમ ત્રણ પ્રકારે છે. પૂર્વાનુપૂર્વી સમયાવલિકા-ઉચ્છ્વાસ-નિઃશ્વાસ વિગેરે સ્વરૂપ છે. પશ્ચાનુપૂર્વી સર્વ કાલઅનાગતકાલ-અતીતકાલ વિગેરે સ્વરૂપ છે. એ પ્રમાણે અનાનુપૂર્વી જાણવી.
अथोत्कीर्त्तनानुपूर्वीमाह-
ऋषभादीनां पूर्वपश्चाद्वयुत्क्रमतो नामोच्चारणमुत्कीर्त्तनानुपूर्वी ॥३७॥
ऋषभादीनामिति, ऋषभः पूर्वमुत्पन्नत्वादादावुच्चार्यते ततोऽजितः ततस्सम्भवस्ततोऽभिनन्दनस्ततः सुमतिस्ततः पद्मप्रभ इत्येवं क्रमेण नामोच्चारणं पूर्वानुपूर्व्यकीर्त्तनानुपूर्वी । वर्द्धमानः पार्श्वः अरिष्टनेमिः नमिः मुनिसुव्रतो मल्लिरित्यादिपश्चादारभ्य प्रतिलोममुच्चारणं पश्चानुपूर्व्युकीर्त्तनानुपूर्वी । उक्तक्रमद्वयमुल्लंध्य परस्परासदृशसम्भवद्भङ्गैः ऋषभादिनामोच्चारणमनानुपूर्व्यत्कीर्त्तनानुपूर्वी । नामोच्चारणमित्युक्त्या औपनिधिकीद्रव्यानुपूर्वीतो भेदः सूचित:, तत्र हि केवलं पूर्वानुपूर्व्यादिभावेन द्रव्याणां विन्यासमात्रं क्रियते, अत्र च तेषामेव तथैव नामोच्चारणमिति ॥३७॥
१०१
હવે ઉત્કીર્તનાનુપૂર્વીને કહે છે.
ઋષભ વિગેરેનું પૂર્વી-પશ્ચાદ્ અને વ્યુત્ક્રમથી નામનું ઉચ્ચારણ તે ઉત્કીર્તન આનુપૂર્વી છે. ઋષભ તે પૂર્વે ઉત્પન્ન થયેલા હોવાથી આદિમાં ઉચ્ચારાય છે ત્યાર પછી અજિત, ત્યાર પછી સંભવ-અભિનંદન-સુમતિ-પદ્મપ્રભ એ ક્રમથી નામનું ઉચ્ચારણ તે પૂર્વાનુપૂર્વી ઉત્કીર્તના છે. પૂર્વી છે. વર્ધમાન-પાર્શ્વ-અરિષ્ટનેમિ-નમી-મુનિસુવ્રત-મલ્લિ વિગેરે એ પ્રમાણે પાછળથી આરંભથી ક્રમ પૂર્વક ઉચ્ચારણ પશ્ચાનુપૂર્વી ઉત્કીર્તનાનુપૂર્વી છે. ઉપ૨ કહેલા બન્ને ક્રમને ઉલ્લંઘીને પરસ્પર સંભવતા અસમાન ભાંગા વડે ઋષભ વિગેરે નામોચ્ચારણ તે અનાનુપૂર્વી ઉત્કીર્તનાનુપૂર્વી છે. નામનું ઉચ્ચારણ એવું કહેવાથી ઔપનિધિકી દ્રવ્યાનુપૂર્વીથી ભેદ બતાવેલ છે. ખરેખર ત્યાં પૂર્વાનુપૂર્વી ભાવથી દ્રવ્યોની સ્થાપના માત્ર કરાય છે અને અહીં તેઓનું જ નામ ઉચ્ચારણ છે.