________________
९८
सूत्रार्थमुक्तावलिः તેઓની સાથે ક્રમથી સંયોગ થતો હોવાથી અનંત-અનંતકાલ પ્રાપ્તિ થાય છે અને અહીં (ક્ષેત્રાનુપૂર્વમાં) તો વિવક્ષિત ક્ષેત્ર એવા અવગાહ ક્ષેત્રથી અન્ય ક્ષેત્ર અસંખ્યય છે. જુદા જુદા દ્રવ્યોની અપેક્ષાએ અંતર નથી, અનાનુપૂર્વી અને અવક્તવ્યક દ્રવ્યનું આ પ્રમાણે વિચારવું.
ભાગદ્વારમાં આનુપૂર્વી દ્રવ્યો શેષ દ્રવ્યોથી અસંખ્યાતા ભાગોથી અધિક છે અને શેષદ્રવ્યો તો એ આનુપૂર્વી દ્રવ્યોના અસંખ્યાતામા ભાગે વર્તે છે.
અવક્તવ્યક દ્રવ્ય થોડા છે. કારણ કે, બેના સંયોગવાળા થોડા છે. આનુપૂર્વી દ્રવ્યો પણ થોડા જ છે. કારણ કે, લોકના પ્રદેશોની સંખ્યામાત્ર સ્વરૂપ છે.
ભાવારમાં આનુપૂર્વી સર્વ દ્રવ્યો સાદિ પારિણામિક ભાવે જ છે.
હવે અલ્પબહત્વકાર દ્રવ્યાર્થતા-પ્રદેશાર્થતા અને ઉભયાર્થતાથી વિચારાય છે. તે આનુપૂર્વમાં વિશિષ્ટ એવા દ્રવ્યોના અવગાહથી ઉપલક્ષિત એવા ત્રણ વિગેરે આકાશપ્રદેશોના સમુદાયો તે આનુપૂર્વી દ્રવ્ય સ્વરૂપ છે. વળી પ્રદેશો તો સમુદાય આરંભક છે.
અનાનુપૂર્વીઓમાં તો એકેક પ્રદેશને અવગાહી એવા દ્રવ્યોથી ઉપલક્ષિત સઘળા આકાશપ્રદેશો પ્રત્યેક અનાનુપૂર્વી દ્રવ્ય સ્વરૂપ છે. પ્રદેશો તો સંભવતા નથી. કારણ કે, એકેક પ્રદેશ દ્રવ્યમાં પ્રદેશાન્તરનો યોગ છે. અવક્તવ્યમાં તો લોકમાં જેટલા દ્વિકના સંયોગ સંભવે છે. તેટલા પ્રત્યેક અવક્તવ્યક દ્રવ્ય સ્વરૂપ છે અને પ્રદેશો તો અવક્તવ્યક દ્રવ્યના આરંભક છે. અવક્તવ્યક દ્રવ્યો દ્રવ્યાર્થતાથી સર્વથી ઓછા છે. અનાનુપૂર્વી દ્રવ્યો વિશેષાધિક છે અને આનુપૂર્વી દ્રવ્યો સંખ્યાના ગુણ છે.
અપ્રદેશાર્થતાથી અનાનુપૂર્વી દ્રવ્યો સર્વ ઓછા છે. પ્રદેશતાર્થતાથી અવક્તવ્યક દ્રવ્યો વિશેષાધિક છે અને આનુપૂર્વી દ્રવ્યો અસંખ્યાત ગુણ છે. ઉભયાર્થથી તો અવક્તવ્યક દ્રવ્યો દ્રવ્યાર્થતાથી સર્વસ્તોક અને પ્રદેશાર્થતાથી વિશેષાધિક છે. આનુપૂર્વી દ્રવ્યો દ્રવ્યાર્થતાથી અને પ્રદેશાર્થતાથી અસંખ્યાતા ગુણ છે. આ પ્રમાણે આ અનૌપનિધિકી ક્ષેત્રાનુપૂર્વી નૈગમ-વ્યવહાર નયને સંમત છે અને આ પ્રમાણે જ સંગ્રહનયને અભિમત દ્રવ્યાનુપૂર્વીના અનુસાર સંગ્રહનયને અભિમત ક્ષેત્રાનુપૂર્વી પણ ક્ષેત્રની પ્રધાનતાથી વિચારવી.
ઔપનિધિની ક્ષેત્રાનુપૂર્વી પણ પૂર્વાનુપૂર્વી ભેદથી ત્રણ પ્રકારે છે અને તે પૂર્વનુપૂર્વી આ પ્રમાણે છે. અધોલોક-ઉર્ધ્વલોક-તિર્યલોક - કારણ કે, આ ક્ષેત્રાનુપૂર્વાનો અધિકાર છે. આ (અધોલોક વિગેરે) ક્ષેત્ર વિશેષ છે.જેમ ગુણ સ્થાનકમાં પહેલું મિથ્યાષ્ટિ ગુણ સ્થાનક તેની જેમ જધન્ય પરિણામવાળા દ્રવ્યોના યોગથી જધન્યપણું હોવાના કારણે અધોલોકનો આદિમાં ઉપન્યાસ (સ્થાપના) છે. ત્યાર પછી મધ્યમ પરિણામવાળા દ્રવ્યવાળો હોવાથી મધ્યમપણું હોવાના કારણે તિર્યલોકનો ઉપન્યાસ (સ્થાપના) છે. તેનાથી આગળ ઉત્કૃષ્ટ પરિણામવાળા દ્રવ્યો હોવાના કારણે દ્રવ્યલોકનો ઉપન્યાસ (સ્થાપના) છે. આ પ્રમાણે પૂર્વાનુપૂર્વીત્વની સિદ્ધિ થઈ અને