________________
सूत्रार्थमुक्तावलिः
प्रमाणं प्राप्तमङ्गुलं वा प्रमाणाङ्गुलं नातः परं बृहत्तरमङ्गुलमस्तीति, यद्वा समस्तलोकव्यवहारराज्यादिस्थितिप्रथमप्रणेतृत्वेन प्रमाणभूतोऽस्मिन्नवसर्पिणीकाले तावद्युगादिदेवो भरतो वा तस्याङ्गुलं प्रमाणाङ्गुलम्, विशेषोऽत्रानुयोगद्वारादितो विज्ञेयः ॥१७॥
ક્ષેત્રનો અંતિમ ભાગ તે પ્રદેશ. અંગુલ-વિતસ્તિ-રત્નકુક્ષિ-ધન-ગભૂત-યોજન-શ્રેણી-પ્રતરલોક-અલોક વિગેરે ક્ષેત્રના વિભાગો છે.
५४
ક્ષેત્રના નિર્વિભાજ્ય જે ભાગો તે એક વિગેરેના ક્રમથી બનેલ તે પ્રદેશ નિષ્પન્ન કહેવાય છે. એક પ્રદેશથી અવગાઢ વિગેરેથી માંડીને અસંખ્ય પ્રદેશના અવગાઢ (વ્યાપ્ત) સુધી વિચારવું. (અસંખ્ય પ્રદેશથી બનેલો તે અસંખ્યપ્રદેશ નિષ્પન્ન કહેવાય.) વિભાગમાં અંગુલ ત્રણ પ્રકારનું છે. આત્માંગુલ, ઉત્સેધ-અંગુલ-પ્રમાણ અંગુલ ત્યાં જે કાલે ભરત-સગર વિગેરે મનુષ્યો જે પ્રમાણ યુક્ત છે તેઓના સંબંધિ એ કાલે અહીં આત્મા ગ્રહણ કરાય છે (તે આત્માનું અંગુલ તે આત્માંગુલ) તે અનિયત પ્રમાણવાળું છે. કારણ કે, કાળ વિગેરેના ભેદથી પુરુષો અનિયત પ્રમાણવાળા છે. આ અંગુલના માપથી પગનો મધ્ય પ્રદેશ તે છ અંગુલ છે અને યુગ્મ કરાયેલ એવા બે પગના મધ્યપ્રદેશ (બારઅંગુલ) વિતસ્તિ, બે વિતસ્તિ એટલે (૨૪ અંગુલ) એક રત્ન, બે રત્નિ (૪૮ અંગુલ) એટલે એક કુક્ષિ, બે કુક્ષિ (૯૬ અંગુલ) એક ધનુષ, દંડ-ધનુ-યુગ• નાલિકા-અક્ષ-મુશલ આ છ વિશેષ પ્રમાણો છે. બે હજાર ધનુષનું ૧ ગાઉ થાય, ચાર ગાઉ બરાબર એક યોજન થાય છે. હવે કહેવાતા પ્રમાણાંગુલથી જે યોજન થાય છે. તે યોજનથી અસંખ્ય કોટાકોટી યોજન સ્વરૂપ એવી ચાર ખૂણાને સમાન કરીને બનાવાયેલ (સમચતુરગ્ન) લોકની એક શ્રેણી થાય છે. આ જ શ્રેણી શ્રેણી વડે ગુણાયેલ પ્રતર થાય છે. તે પ્રતર શ્રેણીથી ગુણાયેલો લોક થાય છે અને આ લોક પણ સંખ્યેય રાશિથી ગુણાયેલ સંખ્યાત લોક થાય છે અને અનંતલોકથી ગુણાયેલ તે અલોક થાય છે. બનેલા અલોકનું ઘની કરવું તે અનુયોગદ્વાર વિગેરેથી જાણવું.
નારક વિગેરેના શરીર ઉંચાઈના નિર્ણય માટે જે અંગુલ તે ઉત્સેધાંગુલ, તે અનેક પ્રકારનું છે, કારણ કે, તેના ઉત્તરોત્તર આઠથી ગુણાયેલ અને તેના કારણભૂત એવા પરમાણુ-ત્રસ-રેણુરથરેણુ-વાલાગ્ન-લિક્ષા-યૂકા-યવ અનેક પ્રકારના છે.
પરમાણુ બે પ્રકારે છે. સૂક્ષ્મ અને વ્યવહારિક ‘અન્ત્યકારણ નિત્ય એક રસ અને એક ગંધ વર્ણવાળો, બે સ્પર્શવાળો અને કાર્યનાલિંગ સ્વરૂપ એવો સૂક્ષ્મ પરમાણુ હોય છે.' એવા શ્લોકથી ઓળખાવાયેલો પરમાણુ નિશ્ચયનયને માન્ય નિર્વિભાગી એવો સૂક્ષ્મ પરમાણુ છે અને વળી જે અનેક એવા આ સૂક્ષ્મ પરમાણુથી થાય છે. તેને આ નય (ફક્ત નિશ્ચયનય) અંશવાળો હોવાથી સ્કંધ જ કહે છે. અહીં નૈશ્ચયિક પરમાણુ (નિશ્ચયનયને અભિમત) એવો પરમાણુ વિવક્ષિત નથી, પરંતુ વ્યવહારિક (વ્યવહારિક નયને અભિમત) પરમાણુ ઇષ્ટ છે. તેવા પ્રકારના અનેક પરમાણુથી