________________
૮ર
सूत्रार्थमुक्तावलिः ભાંગા કહેવાય છે. જેમ કે આનુપૂર્વી છે, અનાનુપૂર્વી છે, અવક્તવ્યક છે. આનુપૂર્વીઓ છે - અનાનુપૂર્વીઓ છે – અવક્તવ્યકો છે, આ પ્રમાણે પ્રત્યેક એવા છ ભાંગા છે.
આનુપૂર્વી અને અનાનુપૂર્વી છે. આનુપૂર્વ અને અનાનુપૂર્વીઓ છે. આનુપૂર્વીઓ અને અનાનુપૂર્વી છે. આનુપૂર્વીઓ અને અનાનુપૂર્વીઓ છે.
અને ભંગ ઉપદર્શનતાથી આ જ ભાંગાઓ સ્વવાચ્ય અર્થથી કહેવાય છે. (પોતાનાથી વા) જેમ કે ત્રિપ્રદેશિક સ્કન્ધ આનુપૂર્વી છે.
ત્રિપ્રદેશિક સ્કન્ધો આનુપૂર્વીઓ છે. પરમાણુ પુદ્ગલો અનાનુપૂર્વીઓ છે. ક્રિપ્રદેશિક સ્કન્ધો અવ્યક્તવ્યો છે.
પરમાણુ પુદ્ગલ અનાનુપૂર્વી છે. દ્વિ પ્રદેશિક સ્કન્ધ અવક્તવ્યક છે. ત્રિપ્રદેશિક સ્કન્ધ અને પરમાણુ પુદ્ગલ તે આનુપૂર્વી અને અનાનુપૂર્વી છે. ત્રિપ્રદેશિક સ્કન્ધ અને પરમાણુ પુદ્ગલ આનુપૂર્વી અને અનાનુપૂર્વીઓ છે. ત્રિપ્રદેશિક સ્કન્ધો અને પરમાણુ પુદ્ગલ આનુપૂર્વીઓ અને અનાનુપૂર્વી છે. ત્રિપ્રદેશિક સ્કન્ધો અને પરમાણુ પુદ્ગલો આનુપૂર્વીઓ અને અનાનુપૂર્વીઓ છે. આ સ્વરૂપથી અર્થ સહિત ભાંગાઓનું વર્ણન તે ભંગોપદર્શનતા છે. अथ समवतारमाख्याति-- तेषां स्वपरस्थानान्तर्भावचिन्तनप्रकारः समवतारः ॥३१॥
तेषामिति, आनुपूर्व्यादिद्रव्याणामित्यर्थः, आनुपूर्व्यादिद्रव्याणि सर्वाणि स्वस्वजातावेवाविरोधेन वर्तन्ते न पुनः स्वजातिमुल्लंघ्य, तथात्वे विरोधादेवञ्चानेकदेशवृत्तीन्यप्यानुपूर्वीद्रव्याणि निखिलान्यानुपूर्वीद्रव्येष्वेव वर्तन्ते, अनानुपूर्वीद्रव्याण्यनानुपूर्वीद्रव्येष्वेव, अवक्तव्यकद्रव्याणि चावक्तव्यकद्रव्येष्वेव वर्तन्त इति विचिन्तनं समवतार इति भावः ॥३१॥
હવે સમવતારને કહે છે -
તેઓનો (ભાગાઓનો) સ્વસ્થાન અને પરસ્થાનમાં અંતર્ભાવના ચિંતનનો પ્રકાર તે સમવતાર છે.
‘તેષામ્' આનુપૂર્વી વિગેરે દ્રવ્યોને સર્વે આનુપૂર્વી વિગેરે દ્રવ્યો પોતપોતાની જાતિમાં વિરોધ વિના રહે છે. પરંતુ પોતાની જાતિ ઉલ્લંઘીને નહિ, તે પ્રમાણે હોવામાં વિરોધ હોવાથી અનેક દેશવૃત્તિ એવા પણ આનુપૂર્વી દ્રવ્યો સઘળા આનુપૂર્વી દ્રવ્યોમાં જ રહે છે. અનાનુપૂર્વી દ્રવ્યો તે