________________
अनुयोगद्वार ३२१ चतुर्थो भङ्गो जातः, एवमेव २३१, ३२१ पञ्चमषष्ठभङ्गावपि भाव्यौ, भङ्गेष्वेषु षट्सु प्रथमः पूर्वानुपूर्वी चरमः पश्चानुपूर्वी मध्यमाश्चत्वारोऽनानुपूर्व्य इति भाव्यम्, इति द्रव्यानुપૂર્વી રૂપII
હવે ઔપનિધિકી દ્રવ્યાનુપૂર્વી કહે છે. પૂર્વાનુપૂર્વી-પશ્ચાનુપૂર્વી-અનાનુપૂર્વી સ્વરૂપથી ત્રણ પ્રકારે ઔપનિધિકી દ્રવ્યાનુપૂર્વી છે. વિવણિત ધર્માસ્તિકાય આદિ સમુદાયમાં પ્રથમથી આરંભીને અનુક્રમથી રચના જેમાં છે તે પૂર્વાનુપૂર્વી, જેવી રીતે ધર્માસ્તિકાય-અધર્મા-આકાશા-જીવાસ્તિ-પુદ્ગલાસ્તિકાય-અદ્ધાસમય એ પ્રમાણે આગમમાં કહેલ છે. ધર્મ માંગલિક હોવાથી આદિમાં છે. ત્યાર પછી અધર્મ છે, કારણ કે, ધર્મનો પ્રતિપક્ષ છે. ત્યાર પછી આકાશ છે. કારણ કે, ધર્માધર્મના આધાર સ્વરૂપ છે, ત્યાર પછી જીવ છે. કારણ કે, અમૂર્તત્વનું સમાનપણું છે, ત્યાર પછી પુદ્ગલ છે. કારણ કે, જીવને ઉપયોગી છે. ત્યાર પછી અદ્ધા સમય છે. કારણ કે, જીવાજીવના પર્યાય સ્વરૂપ છે અથવા તો આ જ ક્રમથી પૂર્વાનુપૂર્વી છે. અન્ય રીતે નહિ.
પાછળથી આરંભીને ઉલટા ક્રમથી અનુક્રમની વિરચના જેમાં છે તે પશ્ચાનુપૂર્વી જેવી રીતે ઉપર રહેલા સમુદાયનો ઉલટો ક્રમ અ.પુ.જી.આ અધર્મા અને ધર્માસ્તિકાય એ પ્રમાણે ઉલટો ક્રમ છે.
કહેલા બે ક્રમના ઉલ્લંઘન વડે પરસ્પર અસમાન એવા સંભવતા ભાંગાઓ વડે વિવક્ષિત પદોની વિરચના જેમાં છે તે અનાનુપૂર્વી, વિવક્ષિત સમુદાયના ઘટક એવા ક્રમમાં સ્થપાયેલ સંખ્યાઓને પરસ્પર ગુણવા વડે પ્રાપ્ત થયેલ સંખ્યાની સમાન ભાંગાઓમાં પહેલા અને છેલ્લા ભાંગાના ત્યાગ વડે શેષ ભાંગાઓથી આ અનાનુપૂર્વી થાય છે. જેમ કે વિવક્ષિત સમુદાય તે ધર્મા વિગેરે સ્વરૂપ છે. તેનો ઘટક એવા ક્રમમાં સ્થપાયેલ પદાર્થની સંખ્યા તે એક-બે-ત્રણ-ચાર-પાંચછ સ્વરૂપ છે. તેઓને પરસ્પર ગુણવું તે આ રીતે એક વડે બે ગુણાયે છતે બે, બે વડે ત્રણ ગુણાયે છતે છે, છ વડે ચાર ગુણાયે છતે ચોવીશ, ચોવીશ વડે પાંચ ગુણાયે છતે એકસોવીશ, એકશોવીસને છ વડે ગુણાયે છતે ૭૨૦ (સાતસો વિશ) ભાંગા થાય છે.
ભાંગાના સ્વરૂપને આ રીતે લાવવું, પૂર્વાનુપૂર્વીથી નીચે પ્રસ્તુત ભાંગાની રચનારી વ્યવસ્થાને ઓળંગ્યા વિના એક વિગેરે પદો જયેષ્ઠના અનુક્રમથી સ્થાપવા. જે જેની આદિમાં હોય તે તેનો જયેષ્ઠ થાય. જેવી રીતે બેની અવ્યવહિત પૂર્વવર્તી એક છે. તો એક એ બેનો જયેષ્ઠ છે. જે જેના જયેષ્ઠના અવ્યવહિત પૂર્વવર્તી હોય તે તેનો અનુજયેષ્ઠ થાય. જેવી રીતે એક એ ત્રણનો અનુજયેષ્ઠ છે. (કારણ કે ત્રણના જયેષ્ઠ એવા બેની અવ્યવહિત પૂર્વવર્તિ એક છે.) જે જેના અનુજયેષ્ઠની પૂર્વવર્તી છે. તે તેના જયેષ્ઠાનુજયેષ્ઠ છે. એ પ્રમાણે આગળ પણ વિચારવું અને વ્યવસ્થાભેદ ન કરવો.