________________
९२
सूत्रार्थमुक्तावलिः વ્યવસ્થાભેદ ત્યારે જ થાય છે. જ્યારે તે જ ભાંગામાં નંખાયેલા એક સરખો બીજો અંક આવી પડે, નંખાયેલા અંકની આગળ સંભવ પ્રમાણે ઉપરના અંક સરખા જ અંકોને પૂર્વક્રમથી સ્થાપવા અને પૂર્વક્રમ પૂર્વાનુપૂર્વીમાં કેવી રીતે જોવાયેલો છે. તેવી રીતે સંખ્યાથી લઘુ હોય તે પ્રથમ સ્થપાય છે અને વાસ્તવિક રીતે મોટો પછી હોય છે. અહીં ત્રણ પદોને આશ્રયિને ભાંગા બતાવાય છે. તેઓનો પરસ્પર અભ્યાસ કરાયે છતે છ ભાંગા થાય છે. તેમાં પૂર્વાનુપૂર્વી પ્રથમ ભાંગો આ પ્રમાણે છે. ૧૨૩ આની નીચે ભાંગાની રચના કરાય છતે અંકનો જયેષ્ઠ નહિ હોવાના કારણે અને દ્વિકનો જયેષ્ઠ એક હોવાથી તે એક જ બેની નીચે સ્થાપક છે. તેની આગળ ઉપર રહેલો અંક તુલ્ય હોવાથી ત્રણ અપાય છે. તેને પાછળથી સ્થપાયેલથી (૧ અને ૩થી) શેષ એવા ર અપાય છે. તેથી ૨૧૩ આ પ્રમાણે ભાંગો થાય. અહીં આદ્ય એવા બેના જયેષ્ઠ તરીકે એક છે. પરંતુ તે એક સ્થપાતો નથી. કારણ કે તેને આગળ ઉપરિતન અંક એવા એકના તુલ્ય અંકની સ્થાપનાની આપત્તિ થાય છે અને ત્યાં સદશ અંકના પાતથી વ્યવસ્થા ભેદનો પ્રસંગ થાય છે, તેનાથી આગળ બીજા અંક એવા ૧નો જયેષ્ઠ નહિ હોવાથી ૩ની અંક એવા ૩નો જયેષ્ઠ એવો ર તે ૩ની નીચે સ્થપાય છે. અને અહીં હવે આગળના ભાગનો અસંભવ જ છે.
કારણ કે, ૩ પદને આશ્રયિને ભાંગા કરવાના છે. તેથી પાછળના ભાગથી સ્થપાયેલથી (રથી) શેષ એવા એક અને ત્રણ ક્રમે કરીને પૂર્વક્રમથી સ્થપાય છે. તેથી ૧૩૨ આ ભાંગો થયો, અહીં પણ એકનો જયેષ્ઠ નથી. (બીજા અંક એવા) ત્રણનો જયેષ્ઠ છે. પરંતુ સ્થપાતો નથી. કારણ કે, આગત સદશ અંકના પાત વડે વ્યવસ્થા ભેદનો પ્રસંગ થાય છે. આથી આનો જ અનુયેષ્ઠ એવો એક (૩ની નીચે) સ્થપાય છે. તેનાથી આગળ ઉપરના અંકનો તુલ્ય એવો ૨ સ્થપાય છે અને હવે પાછળ ભાગથી સ્થપાયેલ (૧ અને રથી) શેષ એવો ૩ સ્થપાય છે. તેથી ૩૧ર એવો ચોથો ભાગો થાય છે. આ પ્રમાણે ૨૩૧-૩૨૧ એવો પાંચમો અને છઠ્ઠો ભાંગો વિચારવો, છે ભાંગામાં પ્રથમ પૂર્વાનુપૂર્વી અને છેલ્લો પશ્ચાનુપૂર્વી અને મધ્યના ચાર અનાનુપૂર્વીઓ છે એમ વિચારવું. આ પ્રમાણે દ્રવ્યાનુપૂર્વી છે.
द्रव्यानुपूर्वीव्याख्यां क्षेत्रकालानुपूर्दोरप्यतिदिशति-- एवमेव क्षेत्रकालानुपूयौं ॥३६॥
एवमेवेति, द्रव्यानुपूर्वीव्याख्यावदेवेत्यर्थः, तथा च क्षेत्रानुपूर्व्यप्यौपनिधिक्यनौपनिधिकीभेदाद्विविधा, अनौपनिधिकी चार्थपदप्ररूपणतादिभिः पञ्चधा भवति, व्यादिक्षेत्रप्रदेशावगाहपर्यायवविशिष्टत्र्यणुकादिद्रव्यस्कन्धः क्षेत्रानुपूर्वी, असंख्यातप्रदेशावगाहनाविशिष्टश्चासंख्याताणुकस्कन्धोऽनन्ताणुको वा द्रव्यस्कन्धो भवति, एकप्रदेशावगाढः परमाणुसंघात: